કોરોના મુક્ત થયેલા વડોદરાના પહેલા દર્દીએ કહ્યું, “વિશ્વમાં આવી સારવાર મને ક્યાંય ન મળી હોત, 25થી 30 ડોક્ટર રાત-દિવસ મારી સારવાર કરતા હતા”

મને નથી લાગતું કે ભારત સિવાયના કોઇ દેશમાં હું હોત તો આ રીતે સાજો થઇ શક્યો હોત. આજે જ્યારે હું ઘરે સાજો થઇને પરત જઇ રહ્યો હતો ત્યારે પણ તબીબો એક સાથે મને ભાવભેર વિદાય આપવા આવ્યાં તે પણ એક ભાવુક ઘટના હતી. સ્પેનથી વડોદરા આવ્યો ત્યારે તબિયત સારી જ હતી. પણ અચાનક 17મીએ માથું […]

કોરોના સામે લડવા માટે પીએમ મોદીના માતા હીરાબાએ અંગત બચતમાંથી પીએમ કેર ફંડમાં રૂ.25000 હજારનું દાન આપ્યું

કોરોના વાયરસ સામે લડવા માટે PM CARESમાં દેશના અબજોપતિઓ ઉપરાંત સામાન્ય વ્યક્તિઓ પણ યથાશક્તિ ફાળો આપી રહ્યા છે, ત્યારે પીએમ નરેન્દ્ર મોદીના મતા હીરાબાએ પણ આજે તેમાં 25,000 રુપિયાનું પ્રદાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી જે પણ વસ્તુનું આહ્વાન કરે તેમાં હીરાબા ચોક્કસ ભાગ લે છે. તેમણે થોડા દિવસ પહેલા પીએમે જણાવ્યા અનુસાર, […]

દિવસે દેશસેવા અને રાત્રે સમાજ સેવા કરતી મહિલા ASI, ડ્યુટી કરી ઘરે જઈને જાતે જમવાનું બનાવીને જરૂરીયાતમંદોમાં વહેંચે છે

કોરોના વાયરસને ફેલાતો રોકવા દેશભરમાં 21 દિવસ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. એવામાં જીવન જરૂરિયાતની દુકાનો જ ખુલ્લી રાખવાના આદેશ સાથે બધા ઉદ્યોગો અને કામો બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે રસ્તા પર રહેતા અને મજૂરી કરીને ગુજરાન ચલાવતા લોકોને એક ટંકનું ખાવાના પણ ફાં ફાં પડે છે. આવી મુશ્કેલ સ્થિતિમાં એક મહિલા ASI […]

અમદાવાદના નિકોલમાં શાકની લારી ઊંધી પાડી દેનારા કૃષ્ણનગરના PIને સસ્પેન્ડ કરાયા

લોકડાઉનમાં એક તરફ પોલીસ તરસ્યાને પાણી અને ભૂખ્યાને ભોજન આપી લોકોની પ્રશંસા મેળવી રહી છે, ત્યારે આ કપરા સમયમાં પબ્લિક વચ્ચે સારી ઈમેજ બનાવવાની પોલીસની બધી મહેનત પર કૃષ્ણનગરના પીઆઈએ પાણી ફેરવી દીધું છે. એક વાયરલ થયેલા વિડીયોમાં કૃષ્ણનગરના પીઆઈ વી.આર. ચૌધરીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ટીવી રિપોર્ટ્સ અનુસાર, આજે સવારની એક […]

વડોદરામાં જરૂરિયાતમંદ લોકોની વ્હારે આવ્યા વ્યંડળોઓ, કહ્યું, ‘અમારી પાસે જે રૂપિયા છે તે સમાજના છે…હવે સમાજને તેની જરૂર પડી છે એટલે તેમને પાછા આપી રહ્યાં છીએ’

આપણે ઘરે જ્યારે પણ કોઈ પ્રસંગ હોય છે ત્યારે તેની ઉજવણીમાં વ્યંડળ એવા પ્રથમ વ્યક્તિ છે જે સૌથી પહેલા આવે છે અને જ્યાં સુધી પર્યાપ્ત રકમ ન ચૂકવાય ત્યાં સુધી તેઓ જતા નથી. પરંતુ લોકડાઉનની સ્થિતિમાં જ્યારે એવા લોકો ઘરમાં પુરાઈને બેઠા છે જેમને જીવન જરુરિયાત વસ્તુઓ અને જમવા સહિતની કોઈ પણ સુવિધાઓ નથી. ત્યારે […]

વિશ્વનો શક્તિશાળી દેશ પણ બન્યો લાચાર, અમેરિકાની ભયાનક તસવીરો સામે આવી, રેફ્રિજરેટેડ ટ્રકમાં મૂકવામાં આવે છે મૃતદેહો

વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકા કોરોના વાયરસ સામે લાચાર બની ગયો છે. દુનિયો સૌથી વિકસિત અને ટેકનોલોજીથી સજ્જ દેશ અમેરિકામાં કોરોના દર્દીઓ અને તેનો મૃત્યુ આંક ઝડપથી વધી રહ્યો છે. અમેરિકાના એવા ફૂટેજ સામે આવ્યા છે જેમાં ન્યૂયોર્કની બ્રૂકલીન હોસ્પિટલની બહાર મૃતદેહોને રેફ્રિજરેટેડ ટ્રકમાં રાખવામાં આવ્યા છે. ન્યૂયોર્કમાં કોરોનાના 50,000થી વધુ કેસ સામે આવ્યા છે […]

મકાન માલિકની દરિયાદિલી: 50 ભાડુઆતોનું 1.50 લાખ રૂપિયાનું ભાડું માફ કર્યું અને સાથે ખાવા-પીવાની વસ્તુઓનું પણ કર્યું દાન

લોકડાઉનની વચ્ચે જ્યાં કેટલાક મકાન માલિકોના કારણે સરકારે કડક વલણ અપનાવવું પડ્યું, તો કેટલાક લોકો એવા પણ છે જેમણે સ્વેચ્છાએ ભાડુઆતો પાસેથી ભાડું લેવાની ના પાડી દીધી છે. તે પણ 10 કે 20 હજાર રૂપિયા નહીં પરંતુ 1.50 લાખ રૂપિયા. નોઈડામાં રહેતા કુશલ પાલે પોતાના 50 ભાડુઆતોનું ભાડું માફ કરી દીધું છે. સાથે જ તેઓ […]

યુપીના મેરઠમાં એક જ પરિવારના 13 સભ્યોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ, હજુ 35નો રિપોર્ટ બાકી

ઉત્તર પ્રદેશના મેરઠમાં કોરોનાનું સંકટ સતત વધી રહ્યું છે. અહીં એક જ પરિવારમાં આઠ નવા કોરોના પોઝિટિવ દર્દીઓ મળ્યા છે. આ સાથે જ પરિવારમાં 13 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. આ બધા વચ્ચે પીડિતોની સંખ્યા વધી શકે છે. કારણ કે 46માંથી 11ના રિપોર્ટ આવ્યા છે. આ પરિવારના પાંચ લોકો કોરોના પોઝિટિવ હતા, તે બાદ […]

ભાવનગરની આ સ્કૂલે આખા વર્ષની ફી માફ કરી, તો રાજકોટની આ સ્કુલે ફીમાં કર્યો 20 ટકાનો ઘટાડો, મુશ્કેલ સમયમાં વાલીઓને ફીમાં આપી મોટી રાહત

સમગ્ર દુનિયા જીવલેણ કોરોના વાયરસના કહેરનો સામનો કરી રહી છે. કોરોના વાયરસ માટે જરૂરિયાતમંદ લોકો માટે ગુજરાત સહિત દેશભરના લોકો મદદ માટે સામે આવી રહ્યાં છે. લોકો રાહતફંડમાં લાખો અને કરોડો રૂપિયાની મદદ કરી રહ્યાં છે. ત્યારે હવે, રાજ્યની બે સ્કૂલો પણ આ મુશ્કેલ સમયમાં પોતાને ત્યાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓની મદદ માટે આગળ આવી […]

L&Tએ કોરોના સામેની લડતમાં રૂ. 150 કરોડ અને ટોરેન્ટ ગ્રુપ રૂ. 100 કરોડની સહાય કરશે

એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શનની દિગ્ગજ કંપની લાર્સન એન્ડ ટર્બો (L&T)એ કોવિડ-19 સામે લડવા માટે પીએમ રાહત ફંડમાં 150 કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે. તે સાથે જ કંપનીએ 1.60 લાખ કોન્ટ્રાક્ટ કર્મચારીઓની મદદ માટે 500 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. તો, કંપનીના ચેરમેન એ એમ નાયકનું કહેવું છે કે અમે આ મુશ્કેલ સમયમાં આપણા દેશ […]