સરદાર વલભભાઈ પટેલ નો જીવન પ્રસંગ

સરદાર વલ્લભભાઇ પટેલ ગાંધીજીની સાથે યરવડા જેલમાં હતા. એક્દિવસ બધા કાર્યકરો સાથે ગાંધીજી બેઠા હતા ત્યારે દેશમાં સ્વરાજ આવ્યા બાદ ક્યા નેતાને ક્યુ ખાતુ આપવુ જોઇએ એની વાતો નીકળી. આ વાતોમાં બધાને સવિશેષ રસ પડ્યો કારણકે કેટલીક વખત કલ્પનાઓની દુનિયામાં આંટા મારવાથી વાસ્તવિક દુ:ખોમાં થોડી રાહત થતી હોય છે. સરદાર મુંગા બેઠા બેઠા ખાતાની ફાળવણીની […]

બાળદિન નિમિતે એક નિર્દોષ બાળકના મનોભાવો વ્યક્ત કરતો ચાચા નહેરુને લખેલો આ પત્ર સમય કાઢીને પણ જરુર વાંચજો.

વ્હાલા વ્હાલા નહેરુચાચા, આજે તમારો હેપી બર્થ ડે છે એટલે મને થયુ કે તમને થોડી વાતો કરુ કારણકે અમને સાંભળનારા બીજા કોઇ નથી. ચાચાજી, આજે બધા લોકો અમારા જેવા નાના ભુલકાઓને યાદ કરશે. ટીવીમાં પણ આખો દિવસ અમને બતાવ્યા કરશે. બહુ મોટા મોટા વિદ્વાનો અમારા જેવા બાળકો પાસે મજૂરી કરાવવી એને દેશનું કલંક કહેવાય એવી […]

નરેશ પટેલ એટલે સાદગી, સંવેદના, સમર્પણ, સ્થિરતા અને શાલિનતાનો સરવાળો

નરેશભાઇને મેં જ્યારે જ્યારે જોયા છે ત્યારે મોટાભાગે એક જ પહેરવેશમાં જોયા છે, સફેદ ટીશર્ટ અને બ્લેક પેન્ટ. કપડામાં જેટલી સાદગી જીવનમાં પણ એટલી જ સાદગી. તમે એની કંપનીની ઓફિસ પર જાવ કે ખોડલધામની ઓફિસ પર જાવ બધે જ તમને સાદગી અને સ્વચ્છતાનું સામ્રાજ્ય જોવા મળે. બીજાને આંજી દેવાની બિલકુલ દરકાર નહિ. કેટલાક લોકો નરેશભાઈને […]

સૌથી વધુ દીકરીઓનો સુરતી પિતાઃ બે હજાર કન્યાઓની નિભાવે છે જવાબદારી

લોહી નહીં પરંતુ લાગણીઓનાં સંબંધોથી પિતા વિહોણી દીકરીઓના પિતાની જવાબદારી ઉઠાવવી સામાન્ય વાત નથી. પિતા વિહોણી દીકરીઓની સાથે સાથે ત્યજી દેવાયેલી દીકરીઓ અને ગંભીર કહી શકાય તેવી એઈડ્સની બીમારી ધરાવતાં બાળકોની જવાબદારી એક સુરતી ઉઠાવી રહ્યાં છે. તો જમ્મુ કાશ્મીરના ઉરીમાં થયેલા હુમલામાં સૈનિકો મોતને ભેટતાં તત્ક્ષણે તેમના સંતાનોના શિક્ષણની જવાબદારી ઉઠાવી લેનારા મહેશ સવાણી […]

ચાંદીનો સિક્કો કે તાંબાનો સિક્કો ? – સમજવા જેવી બોધકથા

એક દયાળું રાજા હતો. આજે એમનો જન્મદિવસ હતો. રાજાએ પોતાના જન્મદિવસે એક નિર્ણય કર્યો કે અત્યારે મારે એક સામાન્ય માણસ તરીકે ભગવાનના મંદિરે ચાલીને દર્શન કરવા જવુ છે. મને રસ્તામાં જે પહેલો માંગણ મળશે તેને આજે હું ખુશ કરી દઇશ અને તેને સંતુષ્ટ કરીશ.રાજા પહેરવેશ બદલીને એક સામાન્ય માણસની જેમ બહાર નીકળ્યો. થોડો આગળ ગયો […]

માં-બાપ અને દીકરી બંનેએ વિચારવા અને સમજવા જેવી આ વાત એક વખત અચૂક વાંચજો

મને ગઈકાલે એક ઓળખીતા ભાઈનો ફોન આવ્યો. મને કહે ‘સાહેબ મારી દીકરીની સગાઇ કરવી છે જો કોઈ અમદાવાદ, વડોદરા, સુરત કે રાજકોટનો સારો છોકરો હોય તો ધ્યાનમાં રાખજો.” મેં પૂછ્યું, “પણ આ મોટા શહેરો જ કેમ ? નાના શહેરમાં કે ગામડામાં રહેતો હોય એવો સારો છોકરો ના ચાલે ?” મને કહે, “શૈલેશભાઈ દીકરી કહે છે […]

દુનિયાની ટોપ યુનિવર્સીટીમાં ભણેલા આ ડોક્ટર, અત્યારે આદિવાસીઓ માટે જીવે છે જીવન…સત્યઘટના

નાગપુરની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાની અને અભય નામના બે સહઅભ્યાસીઓ એકબીજાના પ્રેમમાં પડ્યા. ભણવામાં બંને ખૂબ હોશિયાર. અભયને ત્રણ અને રાનીને એક ગોલ્ડમેડલ મળ્યો હતો જે તેઓની તેજસ્વિતાનો વિશેષ પરિચય કરાવે છે. આગળનો અભ્યાસ કરવા માટે બંને અમેરિકા ગયા અને અમેરિકાની જોન હોપકિન્સ યુનિવર્સીટીમાંથી માસ્ટર ડિગ્રી લીધી. અમેરિકામાં અભ્યાસ કર્યા પછી પતિ-પત્ની બંનેએ ભારતમાં […]

આ છે ભારત નો અસલી હીરો -શહીદ રવિન્દ્ર કૌશિક

રાજસ્થાનના શ્રીગંગાનગરમાં જન્મેલા રવિન્દર કૌશિક રંગમંચના અદભૂત કલાકાર હતા. નાટકમાં એમને અપાયેલા પાત્રને એ રંગમંચ પર જીવંત કરતા. એકવખત લખનૌમાં રાષ્ટ્રિય કક્ષાના નાટયોત્સવનું આયોજન થયું હતું.  રવિન્દર પણ પોતાની કલા બતાવવા આ ઉત્સવમાં આવેલા. RAW – Reserch and Analysis Wing (ભારત સરકારની ગુપ્તચર સંસ્થા)ના અધિકારીઓ આવેલા એમને રવિન્દરનો અભિનય ખૂબ ગમ્યો.RAWના અધિકારીઓએ રવિન્દરનો સંપર્ક કરીને […]

૨૫૧ દીકરીઓ ના લગ્નનો તમામ ખર્ચ ઉપાડશે સુરતના મહેશભાઈ સવાણી

ગઈકાલે એક કાર્યક્રમમાં શ્રી મહેશભાઈ સવાણીને મળવાનું થયું. આ એ મહેશભાઈ સવાણી જે દર વર્ષે પિતા વગરની દીકરીઓને પરણાવે છે અને લગ્ન કરાવ્યા બાદ એક પિતા તરીકે દીકરીની બધી જવાબદારીઓ પણ નિભાવે છે. લગ્નમાં દરેક દીકરીને 5 તોલા સોનુ અને બહુ મોટો કરિયાવર પણ આપે છે જેના વિષે અગાઉ હું લખી ચૂક્યો છું.આ વર્ષે શ્રી […]