લોકડાઉનની વચ્ચે જ્યાં કેટલાક મકાન માલિકોના કારણે સરકારે કડક વલણ અપનાવવું પડ્યું, તો કેટલાક લોકો એવા પણ છે જેમણે સ્વેચ્છાએ ભાડુઆતો પાસેથી ભાડું લેવાની ના પાડી દીધી છે. તે પણ 10 કે 20 હજાર રૂપિયા નહીં પરંતુ 1.50 લાખ રૂપિયા. નોઈડામાં રહેતા કુશલ પાલે પોતાના 50 ભાડુઆતોનું ભાડું માફ કરી દીધું છે. સાથે જ તેઓ આ લોકોને અપીલ પણ કરી રહ્યા છે કે હાલ તેઓ પોતાનું ઘર છોડીને ક્યાંય ન જાય. તેઓ તેમને ખાવા-પીવાની વસ્તુઓની પણ મદદ કરી રહ્યા છે.
Everyone should do this. We should help people in such tough times. I have 50 tenants & the rent would've been around Rs 1.50 Lakh but I waived it off for this month. I have also given 5 kg packets of flour to them, our security guard, my driver, and the domestic help: Kushal Pal https://t.co/gZ0W0SEfS7 pic.twitter.com/ZueDusrHmJ
— ANI UP (@ANINewsUP) March 30, 2020
કુશલ પાલે કહ્યું કે, તેમને ત્યાં 50 ભાડુઆત છે. જેની પાસેથી લગભગ 1.50 લાખ રૂપિયા ભાડું આવે છે, પરંતુ આ મહિનાનું ભાડું તેમણે માફ કરી દીધું છે. આટલું જ નહીં તમામને 5-5 કિલો લોટ પણ આપ્યો છે. તેમણે ભાડુઆતોને કહ્યું કે, હાલ ઘર છોડીને ક્યાંય ન જતા. પાલે પોતાના સિક્યુરિટી ગાર્ડ તેમજ ડ઼્રાઈવરને પણ મદદ કરી છે.
લોકડાઉનના કારણે ફેક્ટરીઓ બંધ છે, જેથી દિલ્હી-નોઈડામાં ભાડાનાં મકાનમાં રહીને કામ કરતાં મજૂરોની હાલત ખરાબ થઈ ગઈ છે. ભાડું ભરવાનું તો દૂરની વાત તેમની પાસે કરિયાણું ખરીદવાના પૈસા પણ નથી, ઉપરથી કેટલાક મકાન માલિક તેમને દબાવી રહ્યા છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મકાન માલિકોને કહ્યું છે કે, લોકોનું ભાડું તેઓ એટલે કે સરકાર ચૂકવશે. તો ગૌતમ બુદ્ધ નગરમાં તેના માટે સખ્ત આદેશ લાગુ કરાયા છે. જ્યાં હવે એક મહિનાનું ભાડું માફ કરવું પડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..