દિવસે દેશસેવા અને રાત્રે સમાજ સેવા કરતી મહિલા ASI, ડ્યુટી કરી ઘરે જઈને જાતે જમવાનું બનાવીને જરૂરીયાતમંદોમાં વહેંચે છે

કોરોના વાયરસને ફેલાતો રોકવા દેશભરમાં 21 દિવસ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. એવામાં જીવન જરૂરિયાતની દુકાનો જ ખુલ્લી રાખવાના આદેશ સાથે બધા ઉદ્યોગો અને કામો બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે રસ્તા પર રહેતા અને મજૂરી કરીને ગુજરાન ચલાવતા લોકોને એક ટંકનું ખાવાના પણ ફાં ફાં પડે છે. આવી મુશ્કેલ સ્થિતિમાં એક મહિલા ASI સરાહનીય કાર્ય કરી રહ્યા છે.

અમદાવાદમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક મહિલા ASI દિવસભર ફરજ નીભાવે છે. આ બાદ ડ્યુટી ખતમ કરીને સાંજે ઘરે જઈ જાતે જમવાનું બનાવે છે. અને બાદમાં તેને આર.ટી.ઓ અને પકવાન ચાર રસ્તા પાસે રહેતા જરૂરિયાતમંદ લોકો તથા ડ્યુટી પરના સ્ટાફમાં વિતરણ કરે છે. અમદાવાદ પોલીસે પણ તેમના આ સરાહનીય કામગીરીની પ્રશંસા કરી હતી.

ઉલ્લેખનીય છે કે આવા કપરા સમયમાં પોલીસ દ્વારા શક્ય તેટલા પ્રયાસોથી જરૂરિયાતમંદ લોકોને ભોજન તથા અન્ય જરૂરી સુવિધા પૂરી પાડવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. પોલીસની સાથે કેટલીક સેવાભાવી સંસ્થાઓ અને લોકો પણ સ્લમ વિસ્તારમાં જઈને ભોજન અને ફૂડ પેકેટ્સનું વિતરણ કરતા હોય છે. ત્યારે મહિલા ASIના આ ઉમદા કાર્યથી માનવતા મહેકી ઉઠી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો