કોરોના સામે લડવા માટે પીએમ મોદીના માતા હીરાબાએ અંગત બચતમાંથી પીએમ કેર ફંડમાં રૂ.25000 હજારનું દાન આપ્યું

કોરોના વાયરસ સામે લડવા માટે PM CARESમાં દેશના અબજોપતિઓ ઉપરાંત સામાન્ય વ્યક્તિઓ પણ યથાશક્તિ ફાળો આપી રહ્યા છે, ત્યારે પીએમ નરેન્દ્ર મોદીના મતા હીરાબાએ પણ આજે તેમાં 25,000 રુપિયાનું પ્રદાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી જે પણ વસ્તુનું આહ્વાન કરે તેમાં હીરાબા ચોક્કસ ભાગ લે છે. તેમણે થોડા દિવસ પહેલા પીએમે જણાવ્યા અનુસાર, જનતા કર્ફ્યુના દિવસે થાળી વગાડી કોરોના વીરોની કામગીરીને પણ બિરદાવી હતી.

કોરોનાને કારણે સર્જાયેલી આપત્તિ સામે લડવા માટે PM CARES ફંડ બનાવવામાં આવ્યું છે. જેમાં કોર્પોરેટ્સથી લઈને અનેક લોકો મોટા પ્રમાણમાં દાન આપી રહ્યા છે. ટાટા ટ્રસ્ટ દ્વારા આ ફંડમાં 1500 કરોડ રુપિયા અપાયા છે. મુકેશ અંબાણીએ ગઈકાલે જ આ ફંડમાં 500 કરોડ રુપિયા ડોનેટ કરવાનું જાહેર કર્યું હતું.

આ ઉપરાંત, ઈન્ડિયન ઓઈલ ગેસ કંપની 500 કરોડ, હિન્દુસ્તાન યુનિલિવર 100 કરોડ, વેદાંતા ગ્રુપ 100 કરોડ, હીરો સાઈકલ 100 કરોડ, બજાજ ગ્રુપ 100 કરોડ, સીઆરપીએફ 33 કરોડ, બીસીસીઆઈ 51 કરોડ, અક્ષય કુમાર 25 કરોડ, બાબા રામદેવ 25 કરોડ, સન ફાર્મા 25 કરોડ રુપિયા આ ફંડમાં દાન કરી ચૂક્યા છે. તેમના સિવાય સુરેશ રૈના, સચિન તેંડુલકર, સની દેઓલ, કપિલ શર્મા, રજનીકાંત, સૌરવ ગાંગુલી પણ તેમાં વ્યક્તિગત રીતે 50 લાખ રુપિયા ડોનેટ કરી ચૂક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો