ઉત્તર પ્રદેશના મેરઠમાં કોરોનાનું સંકટ સતત વધી રહ્યું છે. અહીં એક જ પરિવારમાં આઠ નવા કોરોના પોઝિટિવ દર્દીઓ મળ્યા છે. આ સાથે જ પરિવારમાં 13 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. આ બધા વચ્ચે પીડિતોની સંખ્યા વધી શકે છે. કારણ કે 46માંથી 11ના રિપોર્ટ આવ્યા છે. આ પરિવારના પાંચ લોકો કોરોના પોઝિટિવ હતા, તે બાદ ચેન ઓફ ટ્રાન્સમિશનથી બાકીના લોકોને ટ્રેસ કરવામાં આવ્યા.
મેરઠમાં રવિવારે કોરોના વાયરસના એક જ પરિવારમાં 8 નવા દર્દી મળ્યા. મુખ્ય ચિકિત્સા અધિકારી ડોક્ટર રાજકુમાર મુજબ, જિલ્લામાં કોરોના વાયરસ પોઝિટિવ દર્દીઓની સંખ્યા હવે વધીને 13 થઈ ગઈ છે. બધા 13 પીડિત એક જ પરિવારના છે. હાલમાં દર્દીઓની સંખ્યા વધવાનું અનુમાન છે કારણે કે દેખરેખમાં રખાયેલા 46માંથી માત્ર 11 લોકોની જ તપાસ થઈ છે. 35ની રિપોર્ટ આવવાના હજુ બાકી છે.
મેરઠમાં કોરોનાના વધતા મામલાથી સ્વાસ્થ્ય વિભાગમાં હડકંપ મચી ગયો છે. ડોક્ટરનું માનવું છે કે કોરોના વાયરસથી પીડિત દર્દીઓનો આંકડો ખૂબ વધી શકે છે. હકીકતમાં ખુર્જાનો રહેનારો વ્યક્તિ મહારાષ્ટ્રના અમરાવતીથી મેરઠમાં પોતાના સાસરે આવ્યો હતો. આ બાદ તેની પત્ની અને ત્રણ સંબંધીઓમાં પણ કોરોનાનું સંક્રમણ મળ્યું.
સંક્રમિત વ્યક્તિ મહારાષ્ટ્રમાં ક્રોકરીનો બિઝનેસ કરે છે. સ્વાસ્થ્ય વિભાગ, પોલીસ અને પ્રશાસને શાસ્ત્રી નગર, હુમાયુંનગર અને સોહરાબ હેટ વિસ્તારને સીલ કરી દીધો છે. બીજી તરફ વેપારીઓ અને તેના સંબંધીઓના સંપર્કમાં આવેલા બધા 35 લોકોને આઈસોલેશન વોર્ડમાં એડમિટ કરાયા છે. તેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..