આ ભાઈની પીઠ પર ઉગ્યું કંઈક એવું કે ચેક કરનારા ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા

વિદેશમાં એક વ્યક્તિએ પોતાની પીઠ પર ઊગી રહેલી ગાંઠને નજરઅંદાજ કરવી ખૂબ જ મોંઘી પડી. છેલ્લા 3 વર્ષમાં આ ગાંઠ એટલી મોટી થઈ ગઈ કે હવે પોતાની પીઠ પર પ્રાણીની જેમ શિંગડા જેવું લાગી રહ્યું છે. 50 વર્ષના આ વ્યક્તિને જ્યારે વધારે તકલીફ થવા લાગી તો હોસ્પિટલ પહોંચી ગયો. ડોક્ટરોએ તપાસ કરી તો તેઓ પણ […]

છોકરીઓ જાતે જ પોતાની રક્ષા કરી શકે એ માટે આ યુવાન ફ્રિમાં આપે છે સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ, બે લાખથી વધુ છોકરીઓને આપી ચૂક્યો છે ટ્રેનિંગ

16 ડિસેમ્બર 2012ની રાત્રે દિલ્હીમાં થયેલા ભયાનક બાળાત્કાર કાંડથી અભિષેક યાદવ એટલે કે અભિ પણ આખા દેશની જેમ જ હચમચી ગયો હતો. આ દિવસે પેરામેડિકલ વિદ્યાર્થીની પર હેવાનોએ ચાલુ બસમાં બાળાત્કાર ગુજાર્યો હતો અને તેની હત્યા કરી નાંખી હતી. નિર્ભયાકાંડના થોડા દિવસ સુધી આખા દેશમાં તેના અંગે ચર્ચા થતી રહી અને પછી બધા ફરી પાછા […]

ખેડૂતે કાઢી ગાયની અંતિમ યાત્રા. વૈદિક મંત્રો સાથે કર્યા અંતિમ સંસ્કાર, અસ્થિઓને સંગમમાં પધરાવી, તેરમું પણ કરશે

ઉત્તર પ્રદેશના બુંદેલખંડમાં ગૌવંશોને રખડતા છોડી દેવાનો એક રિવાજ બની રહ્યો છે. આવામાં મહોબા જિલ્લામાં એક અનોખી ઘટના બની છે. અહીંના મુઢારી ગામમાં મંગળવારે એક ખેડૂતની ગાયનું મૃત્યુ થઈ ગયું. માતમના માહોલ વચ્ચે ખેડૂતે ના માત્ર પોતાની પ્રિય ગાયનો અંતિમ સંસ્કાર કર્યો પણ હવે તેની અસ્થિઓ સંગમમાં વહાવી ત્રયોદશીની પણ તૈયારી થઈ રહી છે. મહોબા […]

ગુજરાતમાં ભ્રષ્ટાચારમાં લાંચનો મોટો હિસ્સો અધિકારીઓ લઈ જાય, પણ પકડાય ફક્ત…

વર્ષ ૨૦૧૯માં ગુજરાત લાંચ રૂશ્વત વિરોધી દળ દ્વારા સરકારના જુદા જુદા વિભાગોમાં લાંચ લેતા, અપ્રમાણસર મિલકત ધરાવતા અને સત્તાના દુરઉપયોગના કુલ ૨૫૫ કેસો નોંધીને ૪૧૭ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં વર્ગ ૧ના ૧૬ અધિકારી, વર્ગ ૨ના ૬૨, વર્ગ ૩ના ૧૮૭ અને વર્ગ ૪ના ૮ લાંચિયા ઝડપાયા હતા. જેમાં લાંચિયા સરકારી બાબુઓ વતી ૧૪૪ ખાનગી વ્યકિતઓ […]

વડોદરામાં સીએએના વિરોધની રેલીમાં પોલીસ પર પથ્થરમારાની ઉશ્કેરણી કરનાર 4 સૂત્રધાર ઝડપાયા, નુકસાનીના ખર્ચના 40 હજાર રૂપિયા તોફાનીઓ પાસેથી વસૂલાશે

ગત 20 ડિસેમ્બરે શુક્રવારની નમાઝ બાદ હાથીખાના સરકારી સ્કુલ પાસે પથ્થરમારો કરીને પોલીસ પર હુમલો કરવાના બનાવમાં સંડોવાયેલા 4 મુખ્ય સૂત્રધારોને ક્રાઇમ બ્રાન્ચે રાજ્યના અલગ અલગ સ્થળોએથી ઝડપી લીધા હતા. આ શખ્સોએ સીએએના વિરોધની રેલીને મંજુરી ના મળતાં આખરે નમાજ બાદ લોકોની ઉશ્કેરણી કરીને તોફાન કરવાનું કાવતરું રચ્યું હતું. અમદાવાદમાં પથ્થરમારાની ઘટના બનતાં આ શખ્સો […]

ઇન્દોર નજીક ફાર્મહાઉસમાં 70 ફૂટ ઉંચા ટાવર પરથી કેપ્સૂલ લિફ્ટ નીચે પટકાતા પાથ ઇન્ડિયાના માલિક પુનીત અગ્રવાલ સહિત 6 લોકોનાં મોત

મહૂના જાણીતા ઉદ્યોગપતિ અને પાથ ઇન્ડિયાના ડાયરેક્ટર પુનીત અગ્રવાલના પાતાલપાની વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસમાં 31 ડિસેમ્બરની ઉજવણીની પાર્ટી શોકમાં ફેરવાઇ ગઇ હતી. પુનીત અગ્રવાલ તેમની પત્ની, પુત્રી, જમાઇ, પૌત્ર અને મુંબઇમાં રહેતા ત્રણ સંબંધીઓ સાથે ફાર્મ હાઉસ પર ગયા હતાં. જ્યાં બની રહેલા ટાવરમાં લગાવવામાં આવેલી કેપ્સૂલ લિફ્ટમાં તેઓ ઉતરી રહ્યા હતાં. ત્યારે લિફ્ટ 70 […]

રાજકોટની હૃદયસ્પર્શી કહાની: ‘અમારા દિકરાની હત્યાનું વેર તેના દિકરા સામે ઉતારવાને બદલે તેને વ્હાલ કરીશું.. ’

મારા ૩ વર્ષના દિકરાને ભરખી જનારી ભાભી જીવનભર જેલમાં સબડવી જોઇએ.. કાલે ખુશાલનો ચોથો બર્થ-ડે હોત; અમારા દિકરાની હત્યાનું વેર તેના દિકરા સામે ઉતારવાને બદલે તેને વ્હાલ કરીશું.. આ છે વર્ષ-૨૦૧૯ની સૌથી હૃદયસ્પર્શી અને સંવેદનાસભર સત્યકથા’ રાજકોટમાં દિયર-દેરાણીના ૩ વર્ષના એકના એક દીકરાનું ઈર્ષાની આગમાં ખૂન કરી નાખનારી જેઠાણી તો જેલહવાલે થઈ ગઈ પરંતુ અહીં […]

એમેઝોન અને ફ્લિપકાર્ટને ટક્કર આપવા માટે રિલાયન્સે શરૂ કરી ‘દેશની નવી દુકાન’ Jio Mart

ભારતમાં ઓનલાઈન ખરીદદારીનું ચલણ તેજીથી વધી રહ્યું છે. લોકો એમેઝોન અને ફ્લિપકાર્ટથી મોટાપાયે શોપિંગ કરી રહ્યા છે. પણ વર્ષ 2020માં આ દિગ્ગજ ઈ કોમર્સ કંપનીઓને ટક્કરનો સામનો કરવો પડી શકે છે. કેમ કે, ભારતનાં સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે Jio Martની શરૂઆત કરી દીધી છે. જિયો માર્ટમાં રજિસ્ટ્રેશન માટે કંપનીએ જિયો ટેલિકોમ યુઝર્સને […]

‘રાફેલ કરતા પણ પાક વીમામાં થયું મોટું કૌભાંડ, પાલભાઈ આંબલિયાએ સમજાવ્યું ગણિત ’

પાક વીમા અંગે રાજ્ય સરકાર પર પ્રહાર કરવા કોંગ્રેસના અમિત ચાવડાની આગેવાનીમાં એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. આ કોન્ફરન્સમાં પાકવીમામાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાત સાથે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે પાકવીમામાં ભ્રષ્ટાચારનો આરોપ મૂકતા જણાવ્યું કે, ખેડૂતોના પાકવીમામાં 25થી 50 હજાર કરોડના કૌભાંડ થયો છે. આ સિવાય પાલ આંબલિયાએ પાકવીમાનું ગણિત પણ પ્રેસ કોન્ફરન્સમાં […]

ACBએ સલાબતપુરાના PSIને 90,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા

રાજ્યમાં લાંચ રૂશ્વત વિરોધી અભિયાના ભાગરૂપે લાંચ રૂશ્વત વિરોધી દળ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. જુનાગઢ એન્ટી કરપ્શન બ્યુરોના જ PI ડી.ડી ચાવડા જ 18 લાખની લાંચ લેવાના કેસમાં ACBએ પકડી પાડ્યા હતા. આમ પોતાના જ ડિપાર્ટમેન્ટના ઓફિસરને લાંચ રૂશ્વત વિરોધી દળએ કાયદાનું ભાન કરાવી દીધુ છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પોલીસની લાંચ રૂશ્વત વિરોધી […]