વડોદરામાં સીએએના વિરોધની રેલીમાં પોલીસ પર પથ્થરમારાની ઉશ્કેરણી કરનાર 4 સૂત્રધાર ઝડપાયા, નુકસાનીના ખર્ચના 40 હજાર રૂપિયા તોફાનીઓ પાસેથી વસૂલાશે

ગત 20 ડિસેમ્બરે શુક્રવારની નમાઝ બાદ હાથીખાના સરકારી સ્કુલ પાસે પથ્થરમારો કરીને પોલીસ પર હુમલો કરવાના બનાવમાં સંડોવાયેલા 4 મુખ્ય સૂત્રધારોને ક્રાઇમ બ્રાન્ચે રાજ્યના અલગ અલગ સ્થળોએથી ઝડપી લીધા હતા. આ શખ્સોએ સીએએના વિરોધની રેલીને મંજુરી ના મળતાં આખરે નમાજ બાદ લોકોની ઉશ્કેરણી કરીને તોફાન કરવાનું કાવતરું રચ્યું હતું. અમદાવાદમાં પથ્થરમારાની ઘટના બનતાં આ શખ્સો ભેગા થયા હતા અને સીએએની વિરોધની રેલી યોજાય તો તેમાં ભળી જઇ તોફાન કરવાનું પ્લાનિંગ પણ ધરાવતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પથ્થરમારાના બનાવમાં જોઇન્ટ સીપી તથા બે ડીસીપીની કાર સહિત પીસીઆર વાનોના કાચ તૂટ્યા હતા અને વાહનોને નુકસાન થયું હતું, જેનો અંદાજીત ખર્યો 40 હજાર આવ્યો હતો. ભવિષ્યમાં સરકારી વાહનોને કોઇ નુકસાન ના કરે તે હેતુથી પકડજાયેલા આરોપીઓ પાસેથી જ નુકસાનનો ખર્ચો વસૂલવાનો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.

કાવતરાના ભાગરૂપે પથ્થરમારો કર્યો હતો 

હાથીખાના મસ્જીદ પાસે નમાઝ બાદ તોફાનીઓએ ભારે પથ્થરમારો કર્યો હતો. જેમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ઇજા થઇ હતી જ્યારે સરકારી વાહનોને પણ નુકશાન થયું હતું. આ બનાવ સંદર્ભે પોલીસે હત્યાની કોશિશ અને રાયોટીંગ સહિત વિવિધ કલમો મુજબ ગુનો નોંધી અત્યાર સુધી 36 આરોપીને ઝડપી લીધા હતા. દરમિયાન સમગ્ર બનાવનું કાવતરું રચનારા ચાર મુખ્ય સુત્રધારો શાહરુખ ઉર્ફે એન્ડી જાફરખાન પઠાણ, સાબીર ઉર્ફે ગોલી અનવરમિયાં શેખ, જાવેદ ઉર્ફે દેડકી પઠાણ અને વસીમ ઉર્ફે ગોલી શેખને પોલીસે રાજ્યના અલગ અલગ શહેરોમાંથી ઝડપી લીધા હતા. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે અમદાવાદ, ભાવનગર, ચકલાસી અને ગોધરામાં ટીમો મોકલી હતી અને તમામ ચારેય આરોપીને ઝડપી લીધા હતા. ચારેય જણાએ પોલીસને જણાવ્યું હતું કે સીએએના વિરોધની રેલીને મંજૂરી ના મળતાં નમાઝ બાદ લોકોની ઉશ્કેરણી કરીને કોઇ પણ બનાવ બને તો તુરંત જ પથ્થરમારો ચાલું કરી દેવો તેવું તેમણે નક્કી કર્યું હતું અને તે કાવતરાના ભાગરુપે પથ્થરમારો કર્યો હતો. પોલીસે ચારેયની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી હતી.

કોણ કયાંથી પકડાયો

(1) શાહરુખ ઉર્ફે અન્ડી જાફરખાન પઠાણ (રહે, સુથાર ફળીયું, ફતેપુરા)ને પોલીસે અમદાવાદથી ઝડપી લીધો

(2) સાબીર ઉર્ફે ગોલી અનવરમિયા શેખ (રહે, પચટેલ ફળીયું, હાથીખાના)ને પોલીસે ભાવનગરથી ઝડપી લીધો

(3) જાવેદ ઉર્ફે દેડકી દિલાવરખાન પઠાણ (રહે, મીઠા ફળીયું, ફતેપુરા)ને પોલીસે આણંદના ચકલાસીથી ઝડપી લીધો

(4) વસીમ ઉર્ફે ગોલી અનવરમિયાં શેખ (રહે, પટેલ ફળીયું, હાથીખાના)ને પોલીસે ગોધરાથી ઝડપી લીધો હતો

પ્લાનિંગ કરીને મુસ્તાકને પથ્થરો ભેગા કરવાનું જણાવ્યું

તોફાનનું કાવતરું રચીને ચારેય જણાએ લોકોની ઉશ્કેરણી કરીને હથિયારો સાથે નીકળવાનું નક્કી કર્યું હતું અને મુસ્તાક યાકુબ શેખને અગાઉથી જ પથ્થરો ભેગા કરવાનું જણાવ્યું હતુ, જેથી તોફાન થાય ત્યારે પ્લાનિંગ મુજબ પથ્થરમારો શરૂ કરી દેવાય

ચારેય જણા તલવારો અને સળીયા સાથે બહાર નીકળી પોલીસને ટાર્ગેટ કરી

પોલીસે જણાવ્યું હતું કે, તોફાનનું પ્લાનિંગ કર્યા બાદ બનાવના દિવસે જ્યારે મસ્જીદમાંથી લોકો બહાર નિકળતા હતા ત્યારે ચારેય જણાએ લોકોની ઉશ્કેરણી કરી હતી અને ટોળામાં સામેલ રહીને તલવારો તથા લોખંડના સળીયા સાથે બહાર ધસી આવી પોલીસને ટાર્ગેટ કરી પથ્થરમારો શરૂ કરી દીધો હતો.

ચારેય જણાનો ગુનાઇત ભૂતકાળ

પોલીસે જણાવ્યું હતું કે શાહરુખ ઉર્ફે એન્ડી પઠાણ, સાબીર ઉર્ફે ગોલી શેખ અને વસીમ ઉર્ફે ગોલી શેખ ગત જાન્યુઆરી માસમાં કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારીના ગુનામાં પોલીસના હાથે પકડાયા હતા જયારે જાવેદ ઉર્ફે દેડકી પઠાણ સિટી પોલીસ સ્ટેશનમાં જુન માસમાં નોંધાયેલા ગુનામાં તથા 2017માં સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાયોટીંગના ગુનામાં પોલીસના હાથે પકડાયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો