મહૂના જાણીતા ઉદ્યોગપતિ અને પાથ ઇન્ડિયાના ડાયરેક્ટર પુનીત અગ્રવાલના પાતાલપાની વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસમાં 31 ડિસેમ્બરની ઉજવણીની પાર્ટી શોકમાં ફેરવાઇ ગઇ હતી. પુનીત અગ્રવાલ તેમની પત્ની, પુત્રી, જમાઇ, પૌત્ર અને મુંબઇમાં રહેતા ત્રણ સંબંધીઓ સાથે ફાર્મ હાઉસ પર ગયા હતાં. જ્યાં બની રહેલા ટાવરમાં લગાવવામાં આવેલી કેપ્સૂલ લિફ્ટમાં તેઓ ઉતરી રહ્યા હતાં. ત્યારે લિફ્ટ 70 ફુટની ઉંચાઇ પરથી અચાનક પલટી હતી અને બધા નીચે પટકાયા હતા. મંગળવાર સાંજે 5:30 કલાકે થયેલી આ દુર્ઘટનામાં 53 વર્ષના ઉદ્યોગપતિ પુનીત, તેમની 27 વર્ષની પુત્રી પલક, 28 વર્ષના જમાઇ પલકેશ અગ્રવાલ, 3 વર્ષનો પૌત્ર નવ, મુંબઇથી આવેલ પલકેશના 40 વર્ષના બનેવી ગૌરવ અને 11 વર્ષનો પુત્ર આર્યવીરના મોત થયા હતા. ગૌરવની પત્ની નિધિની હાલત ગંભીર છે. પુનીત અગ્રવાલની પત્ની દુર્ઘટના સમયે નીચે અને પુત્ર નિપુન ટાવર પર હતા, બંનેની નજર સામે આ દુર્ઘટના ઘટી હતી. પુત્રવધૂ સાક્ષી ગર્ભવતી હોવીથી ઘરે જ હતી.
ફાર્મ હાઉસનો ચોકીદાર કૈલાશ રિમોટથી લિફ્ટ ઓપરેટ કરી રહ્યો હતો
મહૂના SSP ધર્મરાજ સિંહ મીણાના જણાવ્યા અનુસાર પાથ ઇન્ડિયાના ડાયરેક્ટર પુનીત અગ્રવાલ પોતાના પરિવાર સાથે ફાર્મ હાઉસ પર પિકનિક કરવા ગયા હતા. સાંજે પરિવારના સાત સભ્યો સાથે તેઓ ફાર્મ હાઉસના ટાવરની લિફ્ટ પર કુદરતી નજારો જોવા માટે ચડ્યા હતા. ઉતરતા સમયે લગભગ 70 ફુટ ઉંચેથી અચાનક લિફ્ટ પલટી ગઇ હતી અને તેમાં સવાર બધા લોકો નીચે પટકાયા હતાં. ત્યાં હાજર કર્મચારીઓએ ઘટનાની જાણ કરતા પોલીસ અને એમ્બ્યુલન્સ પહોંચી હતી અને તમામને પહેલા મહૂની મેવાડા હોસ્પિટલ અને ત્યાર બાદ ચોઇથરામ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતાં. જ્યા રાત્રે 6 લોકોનાં મોત થયાનું ડોક્ટરે જણાવ્યું હતું. જાણવા મળ્યું છે કે આ લિફ્ટ ફાર્મ હાઉસનો ચોકીદાર કૈલાશ રિમોટથી ઓપરેટ કરી રહ્યો હતો. ઘટના સમયે પુનીત અગ્રવાલનો પુત્ર નિપુન ટાવર પર જ રોકાયો હતો અને તેમની પત્ની નીચે બધાની રાહ જોઇ રહી હતી. સંબંધીઓના જણાવ્યા અનુસાર પુનીત અગ્રવાલની પુત્રવધૂ ગર્ભવતી હોવાથી ઘરે જ રોકાઇ હતી.
પુનીતની પાથ ઇન્ડિયા કંપની 2700 લેન હાઇવે બનાવી ચુકી છે
પ્રકાશ એસ્ફૉલ્ટિંગ્સ એન્ડ ટોલ હાઇવે ઇન્ડિયા લિમિટેડ એટલે કે પાથ ઇન્ડિયાના મેનેજીંગ ડાયરેક્ટર પુનીત અગ્રવાલની ગણતરી દેશના તે કોન્ટ્રાક્ટર્સમાં થાય છે જેમને પીપીપી મોડલના પોયોનીયર કહેવામાં આવે છે. જ્યારે સરકારે પીપીપી મોડલ લોન્ચ કર્યું ત્યારે પુનીત અગ્રવાલ એવા ગણતરીના લોકોમાં હતાં જેમણે આગળ આવીને આ પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું. તેમની કંપનીનું નામ દેશની અગ્રણી કંપનીઓમાં સામેલ છે. તેમની કંપની પાથ ઇન્ડિયા બીઓટી, ઓએમટી બેઝિસ પર રોડ, પુલ અને ટોલ પરિયોજનાઓના નિર્માણ, જાળવણી અને સંચાલન કરવામાં દેશમાં પ્રથમ નંબર પર છે. સિંહસ્થ કુંભ 2004 દરમિયાન ઇન્દોરમાં એમઆર-10 પર પીપીપી પ્રોજેક્ટ હેઠળ પ્રથમ રેલવે ઓવરબ્રિજ બનાવનાર પુનીતે બાદમાં ઇન્દોર-ખલઘાટ નેશનલ હાઇવેનું કામ કર્યુ હતું. તેમની કંપની અત્યાર સુધીમાં 2700 લેન હાઇવે અને લગભગ 3000 હાઇવે બનાવી ચુકી છે. તેમની કંપની દેશના આઠ રાજ્યોમાં 250થી વધુ ટોલ લેન પર કામ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..