વર્ષ ૨૦૧૯માં ગુજરાત લાંચ રૂશ્વત વિરોધી દળ દ્વારા સરકારના જુદા જુદા વિભાગોમાં લાંચ લેતા, અપ્રમાણસર મિલકત ધરાવતા અને સત્તાના દુરઉપયોગના કુલ ૨૫૫ કેસો નોંધીને ૪૧૭ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં વર્ગ ૧ના ૧૬ અધિકારી, વર્ગ ૨ના ૬૨, વર્ગ ૩ના ૧૮૭ અને વર્ગ ૪ના ૮ લાંચિયા ઝડપાયા હતા. જેમાં લાંચિયા સરકારી બાબુઓ વતી ૧૪૪ ખાનગી વ્યકિતઓ લાંચ લેતા પકડાયા હતા. જેમાં સૌથી ભ્રષ્ટ ગૃહખાતાના કુલ ૬૭ કેસો, બીજા નંબરમાં પંચાયત, ગ્રામ્ય ગૃહ નિર્માણમાં ૩૪ અને ત્રીજા નંબરમાં મહેસૂલ ખાતામાં ૩૨ કેસો કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, લાંચ રૂશ્વત વિરોધી દળ દ્વારા લાંચના કેસો તો કરવામાં આવે છે પરંતુ તેને સાબિત કરવામાં મોટાભાગના કેસમાં નિષ્ફળ નીવડે છે. લાંચ લેનારાઓ પકડાવા છતા તેમને સજા થતી નથી, જેના લીધે તેઓ બેફામ બની ગયા છે અને પકડવાનો કે કેસનો કોઈ ડર નહી હોવાથી લાંચની રકમમાં ચાર ગણો વધારો કરી દીધો છે. એટલુ જ નહીં એસીબીની કચેરીના મુદ્દામાલ રૂમમાંથી મુદ્દામાલ ગાયબ થઈ ગયો હતો. જેમાં પણ આજ દિન સુધી ગુજરાતની ઝાંબાજ પોલીસ હજુ સુધી કોઈને પકડી શકી નથી. ગુજરાત જમીન વિકાસ નિગમના ભષ્ટાચારી એમડી કનૈયાલાલ દેત્રોજા પાસેથી એક ડાયરી એસીબીએ પંચો રૂબરૂ કબજે લીધી હતી. જો કે, દેત્રોજાની ડાયરીમાં સરકારી બાબુઓ અને રાજકારણીઓના નામો અને નાણાંકીય વ્યવહારો મળ્યા હોવાથી તે ગાયબ કરી દેવામાં આવી હોવાનું ખુદ એસીબીની કચેરીમાં ચર્ચાઈ રહ્યુ છે.
અમદાવાદ એકમમાંથી સૌથી વધુ લાંચિયા બાબુ ઝડપાયા
સૌથી વધુ લાંચીયા સરકારી બાબુઓ અમદાવાદ એકમમાંથી પકડાયા હતા.જયારે બીજા નંબરે સુરત એકમ અને ત્રીજા નંબરે રાજકોટ એકમનો થાય છે. અમદાવાદમાં ૪૪, સુરતમાં ૩૬ અને રાજકોટ એકમમાં ૨૪ લાંચીયા પકડાયા હતા. સૌથી વધુ લાંચના ગુના અમદાવાદ શહેરમાં ૨૬, સુરત શહેરમાં ૧૬ અને વલસાડમાં ૯ નોંધાયા હતા.
ગત વર્ષે અપ્રમાણસર મિલકતના ૧૭ કેસો નોંધાયા
વર્ષ ૨૦૧૯માં અપ્રમાણસરના ૧૭ કેસો નોંધવામાં આવ્યા છે.જેમાં લાંચીયા અધિકારીઓ દ્વારા અપ્રમાણસરની વસાવવામાં આવેલી ૨૭,૭૨,૨૩,૬૯૩ કરોડની મિલકતો શોધી કાઢી છે. જેમાં એક કરોડથી વધુની અપ્રમાણસરની મિલકત ધરાવતા હોય તેવા ૭ કેસોનો સમાવેશ થાય છે.
મહત્ત્વનાં કેસ
- ગુજરાત રાજય જમીન વિકાસ નિગમના મદદનીશ નિયામક પ્રવિણકુમાર પ્રેમલની ૧૦ કરોડ ૫૪ કરોડની અપ્રમાણસર મિલકતો
- સુરેન્દ્રનગર જિલ્લાના તત્કાલીન નિવાસી અધિક કલેકટર ચંન્દ્રકાંત પંડયાની કુલ ૬.૭૪ કરોડની અપ્રમાણસર મિલકતો
- ગુજરાત રાજય જમીન વિકાસ નિગમના ફીલ્ડ આસી.જયંતીભાઈ પટેલની ૨.૮૦ કરોડની અપ્રમાણસર મિલકતો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..