સુરેન્દ્રનગર/ મૂળીના ટીકરનો યુવાન આર્મીમાં ફરજ દરમિયાન શહીદ, માતાએ પતિ બાદ પુત્રની છત્રછાયા ગુમાવી

સુરેન્દ્રનગરના મૂળી તાલુકાનાં ટીકર ગામનો યુવાન 18 વર્ષની ઉંમરે ભારતીય આર્મીમાં જોડાયો હતો. અને 8 વર્ષ બાદ પુનામાં ફરજ પર હતા તે દરમિયાન કોઇ કારણસર શહિદ થતા સમગ્ર ક્ષત્રિય સમાજ અને નાના એવા ટીકર ગામમાં શોકની લાગણી ફેલાઇ છે. મૂળી તાલુકાનાં ટીકર (પર) ગામે રહેતા ગંભીરસિંહ ભુપતભાઇ કાસેલાનાં કુટુંબી ભાઇઓ તેમજ ટીકર ગામનાં મોટી સંખ્યામાં […]

150થી વધુ અનાથ બાળકોને માં બનીને સાચવનાર ‘સુપર મોમ’ મનન ચતુર્વેદી

રાજસ્થાનના જયપુરમાં રહેતી મનન ચતુર્વેદી નામની એક યુવતી ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કરી રહી હતી. મનન એના વિષયમાં એટલી હોશિયાર હતી કે એમણે લંડનમાં ફેશન ડિઝાઇનનો અભ્યાસ કરવા માટેની સ્કોલરશિપ મેળવી. મનનનું હવે એક જ સપનું હતું કે ફેશન ડિઝાઇનના ક્ષેત્રે લંડનમાં રહીને ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવો છે અને ત્યાં જ સ્થાયી થઈને કારકિર્દી બનાવવી છે. લંડન […]

ગુજરાતીઓ સાવધાન! રિક્ષા ગેંગ થઈ સક્રિય, રિક્ષામાં મુસાફરોને આ રીતે લૂંટી રહી છે ટોળકીઓ

શટલ ‌રિક્ષામાં બેસવું હવે જોખમી બનતું જાય છે. આવા કિસ્સા હવે શહેરમાં સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં વધુ એક લુંટનો બનાવ સામે આવતા લોકોમાં હવે ભયનો માહોલ ઉભો થયો છે. શટલ રીક્ષામાં પેસન્જરને બેસાડી લૂંટ ચલાવતી ટોળકીને દાણીલીમડા પોલીસે પકડી પાડી છે. નારોલના શાસ્ત્રીબ્રીજના છેડે રોડની સાઈડમાં આવેલી ઝાડીમાં પેસેન્જરને લઈ રીક્ષાચાલક ટોળકી ધાક ધમકી […]

આ રહ્યો ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો! મહેસાણામાં 6 વર્ષ પહેલાં જ બનાવેલો બ્રિજ વળી ગયો, તિરાડો પડી ગઈ

વર્ષ 2020 ભાજપ સરકાર માટે મુસીબતો લઈને આવ્યું લાગે છે. પહેલાં વડોદરાના ભાજપના ધારાસભ્યોએ કામ થતાં ન હોવાનો આરોપ લગાવી રાજીનામાની ચીમકી ઉચ્ચારી, તો ભરૂચમાં ભાજપના જ ધારાસભ્યોએ GNFC કૌભાંડને લઈ ભોપાલકાંડ જેવી આશંકા વ્યક્ત કરી. ત્યાં હવે મહેસાણામાં ભાજપના રાજમાં ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો સામે આવ્યો છે. જેમાં 6 વર્ષ પહેલાં મહેસાણા બાયપાસ હાઈવે પર […]

સુરતમાં કરોડોની અઢળક સંપત્તિ છોડી આ ડાયમંડ વેપારીનો પરિવાર સંયમના માર્ગે ચાલી લેશે દીક્ષા…

સુરતમાં પરિવાર સાથે રહેતા ડાયમંડના વેપારી પોતાની સંપૂર્ણ સંપત્તિ વેચીને પોતાની પત્ની અને બે દીકરીઓ સાથે સંયમના માર્ગે ચાલી દીક્ષા લઈ લેશે. 29 જાન્યુઆરીના રોજ સુરતના પાલ વિસ્તારમાં આચાર્ય ગુણરત્નસૂરીશ્વર મહારાજ સાહેબના સાનિધ્યમાં મહેતા પરિવારના ચાર સભ્યો દીક્ષા લઇ સંસારિક માયાથી દૂર થઈ જશે. મૂળ ગુજરાતના બનાસકાંઠાના સુઈ ગામના વતની અને હાલમાં સુરતમાં અડાજણ વિસ્તારમાં […]

જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડશે એમની સામે દસ પેઢી યાદ રાખે એવી કાર્યવાહી કરીશું-યોગી આદિત્યનાથ

નાગરિકતા કાયદા વિરુદ્ધ દેશભરમાં દેખાવો ચાલી રહ્યા છે, ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આગરામાં ભાજપ દ્વારા સીએએની તરફેણમાં આયોજિત રેલીમાં કહ્યું કે, સીએએ વિરુદ્ધ દેખાવોનો ઉત્તર પ્રદેશ સરકારની સ્ટાઈલમાં ઉકેલ આવશે. શાહીન બાગના પુરુષોએ ઘરની મહિલાઓને આગળ કરી દીધી છે અને તે આટલી ઠંડીમાં પણ બાળકો સાથે રસ્તા પર બેઠી છે, જ્યારે તેમના પતિ […]

સુરતમાં અનોખો વિરોધ: ડિલરે યોગ્ય સર્વિસ ન આપતા માલિકે ઊંટથી પોતાની કાર ખેંચાવી

સુરત શહેરમાં એક કાર માલિકે પોતાની ગાડી ઊંટ વડે ખેંચાવીને અનોખ વિરોધ નોંધાવ્યો છે. ગાડીની ખરીદીના એક જ વર્ષમાં ગાડીમાં આવેલી ખામી અંગે કંપનીમાં ફરિયાદ બાદ સુરતના ડિલરે ધક્કા ખવડાવતા પરેશાન થઈને ગાડી માલિકે કંપની અને ડિલરને પાઠ ભણવવા માટે અનોખો દેખાવ કર્યો હતો. રસ્તા પર આવા દ્રશ્યો જોઈને લોકો થોડા સમય માટે ચોંકી ગયા […]

ગુપ્ત નવરાત્રિમાં ક્યારેય ક્યાં શુભ યોગ રહેશે તેમજ શું કરવું અને શું ન કરવું તેની માહિતી

25 જાન્યુઆરીથી ગુપ્ત નવરાત્રિ શરૂ થઇ રહી છે, જે 3 ફેબ્રુઆરીએ પૂર્ણ થશે. 10 દિવસની આ નવરાત્રિમાં 7 શુભ યોગ રહેશે. જેમાં ખરીદારી, લેવડ-દેવડ અને લગ્ન જેવા માંગલિક કાર્યો કરી શકાય છે. આ શુભ મુહૂર્ત સાથે વસંત પંચમી પર્વ પણ રહેશે. જેના કારણે નવરાત્રિ વધારે ખાસ રહેશે. શુભ મુહૂર્તોમાં રવિયોગ, દ્વિપુષ્કર યોગ, સર્વાર્થસિદ્ધિ અને અમૃતસિદ્ધિ […]

કડકડતી ઠંડીમાં આંતરડા બહાર નીકળેલી હાલતમાં મળેલી બાળકીનો સિવિલનાં ડોક્ટરોએ કર્યો ચમત્કારિક બચાવ

બનાસકાંઠાના લાખણી ગામે હાડ થીજવતી કડકડતી ઠંડીમાં ગત ૯મી જાન્યુઆરીએ આંતરડા બહાર આવી ગયા હોય તેવી હાલતમાં એક નવજાત બાળકી મળી આવી હતી, મા-બાપ દ્વારા તરછોડાયેલી તાજી જન્મેલી આ બાળકીને બાળ શિશુ ગૃહ દ્વારા સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી, સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગની ટીમે તાત્કાલિક આ બાળકીનું ઓપરેશન કરીને નવી જિંદગી […]

મુંબઈમાં અંબાણીના બંગલા પર તૈનાત CRPF જવાનનું મિસ ફાયરથી થયું મોત, મૃતદેહ વતન લાવી ગાર્ડ ઓફ ઓનર સાથે કરાઈ અંતિમવિધિ

મુંબઇ સ્થિત મુકેશ અંબાણીના બંગલા પર તૈનાત ગુજરાતી CRPF જવાન દેવદાન રામભાઇ બકોત્રા (ઉ.વ.28)ને ભૂલથી રાઇફલમાંથી ગોળી છૂટતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ સારવાર કારગત ન નીવડતા તેનું મોત નીપજ્યું હતું. તેના મૃતદેહને કેશોદના ડેરવાણ ગામે વતન લાવવામાં આવ્યો હતો. અહીં ગાર્ડ ઓફ ઓનર સાથે તેની અંતિમવિધિ કરવામાં આવી હતી. સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં […]