મુંબઇ સ્થિત મુકેશ અંબાણીના બંગલા પર તૈનાત ગુજરાતી CRPF જવાન દેવદાન રામભાઇ બકોત્રા (ઉ.વ.28)ને ભૂલથી રાઇફલમાંથી ગોળી છૂટતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ સારવાર કારગત ન નીવડતા તેનું મોત નીપજ્યું હતું. તેના મૃતદેહને કેશોદના ડેરવાણ ગામે વતન લાવવામાં આવ્યો હતો. અહીં ગાર્ડ ઓફ ઓનર સાથે તેની અંતિમવિધિ કરવામાં આવી હતી. સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
આસપાસના ગામના લોકો પણ અંતિમ વિધિમાં જોડાયા
કેશોદના ધારાસભ્ય, મામલતદાર સહિત પરિવારજનો અને આસપાસના ગામના મોટી સંખ્યામાં લોકો ઉમટી પડી શહીદ જવાનના મૃકતદેહ પર પુષ્પમાળા પહેરાવી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમજ અંતિમવિધિમાં પણ જોડાયા હતા. જવાન શહીદ થતા ગામની દરેક શેરીઓમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
જવાનના બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતા
શહીદ જવાન છેલ્લા 5 વર્ષથી CRPFમાં ફરજ બજાવતો હતો. શહીદ થનારનો પાર્થિવ દેહ વહેલી સવારે તેમના વતન ડેરવાણ પહોંચ્યો હતો. દેવદાનના લગ્ન બે વર્ષ પહેલા જ થયા હતા. તેમને સંતાનમાં દોઢ મહિનાનો પુત્ર છે. આજે સવારે 8 વાગે ગાર્ડ ઓફ ઓનર સાથે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..