શટલ રિક્ષામાં બેસવું હવે જોખમી બનતું જાય છે. આવા કિસ્સા હવે શહેરમાં સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં વધુ એક લુંટનો બનાવ સામે આવતા લોકોમાં હવે ભયનો માહોલ ઉભો થયો છે.
શટલ રીક્ષામાં પેસન્જરને બેસાડી લૂંટ ચલાવતી ટોળકીને દાણીલીમડા પોલીસે પકડી પાડી છે. નારોલના શાસ્ત્રીબ્રીજના છેડે રોડની સાઈડમાં આવેલી ઝાડીમાં પેસેન્જરને લઈ રીક્ષાચાલક ટોળકી ધાક ધમકી આપતી હતી ત્યારે પેટ્રોલીંગમાં નીકળેલી દાણીલીમડા પોલીસની વાન આવી પહોંચતા પેસન્જરોઓ બચાવો બચાવોની બૂમા બૂમ કરી હતી ત્યારે પોલીસને જોતા લૂંટરાઓ નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે રીક્ષાને આંતરી લૂંટરાની ટોળકીને ઝડપી લીધી હતી.
રબારી કોલોનીમાં રહેતા દિનેશ રામપ્રસાદ નામનો મધ્યપ્રદેશનો યુવક છેલ્લા ઘણા સમયથી એક કંપનીના ટાવરોમાં ઈલેકટ્રીકનું કામ કરે છે. ધંધુકા પાસે આવેલા એક ગામમાં કંપનીનું કામ ચાલતુ હોવાથી રાત્રે તે કામ પતાવી કારમાં સહ કર્મચારીઓને લઈ અમદાવાદ આવવા નીકળ્યા હતા. ત્યારે દિનેશ અને તેના બે સાગરિતો અનુપ જાષી અને મહેન્દ્ર જોષીને વિશાલા ચાર રસ્તા પાસે ઉતર્યા હતા.
વિશાલા સર્કલથી તેઓ શટલ રીક્ષામાં બેસીને નારોલ જવા નીકળ્યા ત્યારે રીક્ષામાં મુસાફર તરીકે બેઠેલા લૂંટારાએ ઝાડી પાસે રીક્ષા રોકીને તીક્ષ્ણ હથિયાર કાઢીને રોકડ રકમ અને મોબાઈલ ફોન લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.
આ સમયે પોલીસની વાન પસાર થતા અસલ મુસાફરોએ બચાવો બચાવોની બૂમા બૂમ કરતા લૂંટારાએ રીક્ષા ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. તે વખતે પોલીસે લૂંટારાની રીક્ષા આંતરીને પાંચને ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં રીઝવાન પઠાણ, મુસ્તુફા પઠાણ, સમીર શેખ, આદીલ દરબાર અને નદીમ શેખનો સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..