સુરતમાં અનોખો વિરોધ: ડિલરે યોગ્ય સર્વિસ ન આપતા માલિકે ઊંટથી પોતાની કાર ખેંચાવી

સુરત શહેરમાં એક કાર માલિકે પોતાની ગાડી ઊંટ વડે ખેંચાવીને અનોખ વિરોધ નોંધાવ્યો છે. ગાડીની ખરીદીના એક જ વર્ષમાં ગાડીમાં આવેલી ખામી અંગે કંપનીમાં ફરિયાદ બાદ સુરતના ડિલરે ધક્કા ખવડાવતા પરેશાન થઈને ગાડી માલિકે કંપની અને ડિલરને પાઠ ભણવવા માટે અનોખો દેખાવ કર્યો હતો. રસ્તા પર આવા દ્રશ્યો જોઈને લોકો થોડા સમય માટે ચોંકી ગયા હતા અને ઘટનાને પોતાના મોબાઇલમાં કેદ કરવા લાગ્યા હતા.

સુરતના વરાછા વિસ્તારમાં રણજિતનગર ખાતે રહેતાં યોગેશ અંટાણાએ એક વર્ષ પહેલા મારુતિ કંપનીની આર્ટિગા કાર ખરીદી હતી. જોકે, એક જ વર્ષમાં આ ગાડીમાં કાટ લાગવાનું શરુ થઈ જતા ગાડી માલિકે આ મામલે વરાછા વિસ્તારમાં આવેલા ડીલરને ફરિયાદ કરી હતી. ડિલરે ધ્યાન ન આપતા ગાડી માલિકે મારુતિ કંપનીમાં પણ ફરિયાદ કરી હતી.

કાર માલિકે કારની બોડી રિપ્લેસ કરી આપવાની માંગણી કરી હતી. જોકે, સુરતનો ડિલર તેને બે મહિનાથી જવાબ આપી રહ્યો ન હતો અને તેને સતત ધક્કા ખવડાવી રહ્યો હતો. આખરે યોગ્ય જવાબ ન મળતા ગાડી માલિક અકળાયો હતો અને પોતાની સાથે બનેલી ઘટનાને લોકો સુધી પહોંચાડવા માટે અનોખો રસ્તો અપનાવ્યો હતો. કાર માલિકે વરાછા વિસ્તારના ડિલરને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું. આ માટે તેણે એક ઊંટ સાથે દોરડું બાંધીને પોતાની કારને ખેંચાવડાવી હતી.

આ દરમિયાન કાર માલિકે કાર પર સ્પીકર પણ લગાવ્યા હતા અને કારની બંને બાજુએ બેનર્સ પણ લગાવ્યા હતા. પોતાની ઇમેજ બગડતી જોઈને કારના ડિલરે પોલીસને જાણ કરી હતી. જોકે, આ મામલે કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી. મળતી માહિતી પ્રમાણે કાર માલિક સાથે કંપનીએ માત્ર વાત કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો