Browsing category

સમાચાર

વડોદરામાં સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયુ, ઘઉં-ચોખાના જથ્થા સાથે એકની ધરપકડ

વડોદરા શહેરમાં સરકારી અનાજનો સગેવગે કરવાનું વધુ એક કૌભાંડ ઝડપાયું છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં સરકારી ભાવે વેચાણ કરવા માટે ફાળવેલા અનાજમાંથી અનાજ કાઢીને બીજા કાથળામાં ભરીને રાખેલો જથ્થો વડોદરા ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. પોલીસે 28 હજાર રૂપિયાની કિંમતના ઘઉં અને ચોખા સહિત 32,180 રૂપિયાના મુદ્દામાલ સહિત એક શખ્સની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી […]

માનવતાને શર્મસાર કરતી ઘટના: વહૂએ સાસુના વાળ ખેંચી ક્રૂરતા પુર્વક મારપીટ કરીને ઘરની બહાર લાવી, આખી ઘટના CCTVમાં કેદ થઇ

સાસુ અને વહૂના સંબંધોમાં કેટલીકવાર એટલી બધી કડવાશ ભરાઇ જાય છે કે તેમના સંબંધો સામાન્ય નથી રહેતા. પણ આવી સ્થિતિમાં જો માણસાઇ તમે ભૂલી જાવ તો કાયદો પછી કાયદાનું કામ કરે છે. અને આવું જ કંઇક હૈદરાબાદમાં પણ થયું. હૈદરાબાદમાં હુમાંયુ નગરમાં માનવતા શર્મસાર ત્યારે થઇ જ્યારે એક વહૂએ પોતાની સાસુની સાર્વજનિક મારપીટ કરી. અને […]

દરેક મા-બાપ માટે ચેતવણી સમાન ઘટના: ધાબા પર ગાદલાના ઢગલા નીચે દબાઈ જતા બે માસૂમ ભાઈ-બહેનના મોત

ભોપાલમાં એક ખુબ દર્દનાક ઘટનામાં બે માસૂમ ભાઈ-બહેનના મોત થઈ ગયા છે. 5 વર્ષના આ બાળકો રમતા રમતા ગાદલાના ઢગલા નીચે દબાઈ જતા શ્વાસ રૂંધાવાથી મોતને ભેટ્યા છે. બાળકો પિતરાઈ ભાઈ-બહેન હતા. બાળકોના પિતાને ટેન્ટ હાઉસ છે. જોકે, કોરોનાના કારણે ધંધો બંધ હોવાના કારણે પિતાએ ટેન્ટ હાઉસના ગાદલા ઘરે રખાવી દીધા હતા. આ ગાદલા જ […]

વડોદરાના શખ્સે તાંત્રિક વિધિના બહાને મહિલા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું, પત્નીની હાજરીમાં નિર્વસ્ત્ર થવા કહીને….

વડોદરામાં રહેતા એક ઠગબાજે તેની પત્ની સાથે મળી ભાવનગરમાં પીયર ધરાવતી એક મહિલા તથા તેના ભાઈ-ભાભી, બહેન-બનેવી પાસેથી તાંત્રિક વિધિ કરાવવાના બહાને રૂપિયા 31 લાખ જેટલી રકમ પડાવી મહિલા સાથે દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. આ ચકચારી બનાવ અંગેની વિગત એવી છે કે, ભાવનગર શહેરમાં પીયર ધરાવતાં અને વડોદરામાં સાસરૂં […]

અમદાવાદમાં LIC એજન્ટનું કૌભાંડ, પત્નીને મૃત બતાવી 15 લાખનો વીમો પાસ કરાવ્યો

અમદાવાદના LIC એજન્ટે રૂપિયાની લાલચમાં આવી પહેલા પોતાની પત્નીને મૃતક બનાવી બાદમાં પોતે પણ મૃત્યુ પામ્યો હોવાનુ સર્ટિફિકેટ રજૂ કરી લાખો રૂપિયાની વીમા પોલિસી મેળવવા માટે કારસો રચી નાંખ્યો. જો કે અંતે આ દંપતીની કરતૂતોનો પર્દાફાસ થતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. પોલીસે પતિ-પત્નીની ધરપકડ કરી છેતરપિંડીના ગુનામાં કોણ કોણ સામેલ છે તેની તપાસ હાથ […]

ગુજરાતમાં દિવાળી પછી જ શાળા-કોલેજો ખોલવાની દિશામાં સરકારની વિચારણા, શરૂઆત ધોરણ 10 અને 12થી થઈ શકે છે

કેન્દ્ર સરકાર દ્વારા 15મી ઓક્ટોબરથી શાળા-કોલેજો ખોલવા માટેની વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરાઈ છે, પરંતુ ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસોને કારણે દિવાળી પછી જ શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની દિશામાં વિચારણા કરવામાં આવી રહી છે, મુખ્યમંત્રીના વડપણ હેઠળની ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ અંગેની ચર્ચા શરૂ થઇ ગઇ છે, જેમાં પ્રાથમિક શાળાઓ અંગે હાલ કોઈ જ ચર્ચા-વિચારણા પણ […]

સુરતમાં નવી નોકરી ઉપર લાગેલ યુવતીને તેના બોસે કહ્યું, ‘શારીરિક સંબંધ રાખીશ તો જોઈએ એટલા પૈસા આપીશ,’

કતારગામ ઍવલોન શોપીંગ સેન્ટરના ત્રીજા માળે આવેલ લોનનું કામકાજ કરતી ઓફિસમાં બે દિવસ પહેલાજ નોકરી ઉપર લાગેલ ૧૯ વર્ષીય યુવતીને તેના બોસે કહ્યું, ‘જો તુ મારી સાથે શારીરીક સંબંધ રાખીશ તો તારે જેટલા પૈસાની જરૂર હોય ઍટલા તને આપીશ’. નોકરીના ત્રીજા દિવસે બોસની આવી માંગણી સાંભળી યુવતી ગભરાઈ ગઈ, જોકે, યુવતી તેના તાબે નહી થતા […]

ગુજરાત: અઢી વર્ષની બાળકી ઘોડિયામાં શૌચ કરી જતાં સાવકી માતાએ ગુસ્સે ભરાઈ બાળકીને પેટમાં લાત મારી મોતને ઘાટ ઉતારી દીધી

હારીજની અમ્બેશ્વર સોસાયટી ખાતે છ માસ પહેલાં સાવકી માતાએ અઢી વર્ષની પુત્રીને વેલણ અને પેટમાં લાત મારતાં દીવાલ સાથે ભટકાતાં તેનું મોત નીપજ્યું હતું. હારીજ પોલીસે આ અંગે અકસ્માતે મોતની નોંધ કરી હતી અને પુત્રીની જન્મદાતા માતા પાલનપુર રહેતી હોઈ ત્યાં મૃતક દીકરીને લઇ જવામાં આવી હતી અને ત્યાં પી.એમ.થયું હતું. આજદિન સુધી ફરિયાદ નોંધવામાં […]

સુરતમાં મોટા બિલ્ડરો દ્વારા ભાગીદાર સાથે ઠગાઈ કરતા બિલ્ડરનો આપઘાતનો પ્રયાસ, કારમાં ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયાસ

સુરતમાં મોટા પ્રોજેક્ટો કરનાર બિલ્ડરો દ્વારા ભાગીદારો સાથે જ ઠગાઈ આચરાઈ રહી હોવાના બનાવો સામે આવી રહ્યા છે. જેમાં મોટા વરાછાના બિલ્ડરને તેના ભાગીદારો દ્વારા માનસિક ત્રાસ અપાયો હોય જેથી ઘર પાસે જ કારમાં ઝેરીદવા પી બિલ્ડર વિપુલભાઈએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેની જાણ એકતા ટ્રસ્ટના અબ્દુલ મલબારીને થતા તેઓએ તેમને હોસ્પિટલે ખસેડ્યા હતાં. સુરતમાં […]

તેલંગણાનો સુપર કીડ: પોણા બે વર્ષનો ટેણિયો શાર્પ મેમરીને કારણે ચર્ચામાં, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં મળ્યું સ્થાન

આદિત વિશ્વનાથન ગૌરીશેટ્ટી. ઉંમર માત્ર પોણા બે વર્ષ. આ ટેણિયો આજકાલ ખુબ જ ચર્ચામાં છે. અને આ ચર્ચાનું એકમાત્ર કારણ તેની શાર્પ મેમરી છે. આદિત એક વખત જે વસ્તુ જોઈ લે છે તેને યાદ રાખી લે છે. આટલી ઉંમરે સામાન્ય બાળકોને રમકડાંની પણ પૂરતી સમજ ન હોય ત્યારે આદિત કલર, આલ્ફાબેટ્સ, પાળતું અને જંગલી પ્રાણીઓ, […]