તેલંગણાનો સુપર કીડ: પોણા બે વર્ષનો ટેણિયો શાર્પ મેમરીને કારણે ચર્ચામાં, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં મળ્યું સ્થાન

આદિત વિશ્વનાથન ગૌરીશેટ્ટી. ઉંમર માત્ર પોણા બે વર્ષ. આ ટેણિયો આજકાલ ખુબ જ ચર્ચામાં છે. અને આ ચર્ચાનું એકમાત્ર કારણ તેની શાર્પ મેમરી છે. આદિત એક વખત જે વસ્તુ જોઈ લે છે તેને યાદ રાખી લે છે. આટલી ઉંમરે સામાન્ય બાળકોને રમકડાંની પણ પૂરતી સમજ ન હોય ત્યારે આદિત કલર, આલ્ફાબેટ્સ, પાળતું અને જંગલી પ્રાણીઓ, દેશના ફ્લેગ, કારના લોગો, શરીરના અંગો, વિવિધ ફળફળાદી અને ઈલેક્ટ્રોનિક ઉપકરણોને ઓળખી બતાવે છે. એટલું જ નહીં રોડ પર વાહન નીકળે તો તેના અવાજ પરથી કહી દે છે કે, કઈ કાર નીકળી છે.

એક વખત તે કોઈ વસ્તુને જોઈ લે તે પછી ભૂલતો જ નથી. આ જ શાર્પ મેમરીને કારણે આદિતને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ, તેલુગુ બુક ઓફ રેકોર્ડ્સ સહિત અન્ય બે નેશનલ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આદિતની આ સફળતાની તેનો પરિવાર ખુબ જ ખુશ છે.

મહત્ત્વનું છે કે, કોરોનાકાળમાં જ ગૌરીશેટ્ટી પરિવારને આદિતની આ ખુબીની જાણ થઈ હતી. લૉકડાઉન સમયે વડા પ્રધાન મોદી જ્યારે દેશને સંબોધી રહ્યા હતા ત્યારે આદિત સેલ્યુટ કરીને ટીવીની સામે ઉભો રહી ગયો હતો. કારણ કે, વડા પ્રધાનની પાછળ તિરંગો હતો, અને પરિવારે થોડા સમયે પહેલાં આદિતને તિરંગા વિષે વાત કરી હતી. આ ઘટના બાદ પરિવારને જાણ થઈ કે, આદિત પાસે ખાસ ક્વૉલિટી છે. હૈદરાબાદના આ ટેણિયાને જોઈને સૌ કોઈ ચકિત થઈ જાય છે. પરિવારને પણ આશા છે કે, આદિત તેલંગણાનું નામ રોશન કરશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો