કતારગામ ઍવલોન શોપીંગ સેન્ટરના ત્રીજા માળે આવેલ લોનનું કામકાજ કરતી ઓફિસમાં બે દિવસ પહેલાજ નોકરી ઉપર લાગેલ ૧૯ વર્ષીય યુવતીને તેના બોસે કહ્યું, ‘જો તુ મારી સાથે શારીરીક સંબંધ રાખીશ તો તારે જેટલા પૈસાની જરૂર હોય ઍટલા તને આપીશ’. નોકરીના ત્રીજા દિવસે બોસની આવી માંગણી સાંભળી યુવતી ગભરાઈ ગઈ, જોકે, યુવતી તેના તાબે નહી થતા તેને નોકરી પરથી કાઢી મુકી હતી. તેમજ યુવતી સાથે ઠપકો આપવા ગયેલા તેના ભાઈ, ભાઈ અને મમ્મી સાથે ઝઘડો કરી જ્ઞાતિપ્રત્યે બોસે યુવતીના પરિવારને પણ અપમાનિત કર્યા હતા.
પોલીસે યુવતીની ફરિયાદને આધારે તેના બોસ સામે ગુનો દાખલ કરી આગળની તપાસ ઍસ.સી- ઍસ.ટી સેલના મદદનીશ પોલીસ કમિશનરે હાથ ધરી હતી. અને બોસની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કતારગામ પોલીસે શરૂ કરી છે
ડભોલીગામ વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષીય યુવતી કતારગામ ઍવલોન શોપીંગ સેન્ટરના ત્રીજા માળે આવેલ લોનનું કામકાજ કરતી ઓફિસમાં નોકરી ઉપર લાગી હતી. યુવતીને નોકરી ઉપર લાગવાના ત્રીજા દિવસે ઍટલે ગત તા ૬થીના મંગળવારે બપોરના દોઢ વાગ્યે તેના બોસ અંકીત ઉર્ફે અશોક ચો઼ટલીયા પાસે ગઈ હતી અને કામ આવડતુ નથી, અને લેપટોપમાં કામ શિખવા માટે કહ્નાં હતું. ત્યારબાદ અંકીતે યુવતીને તારે મારી ઓફિસ સંભાળવી પડશે અને કામ કરવુ પડશે જા તુ મારી સાથે શારીરીક સંબંધ રાખીશ તો તારે જેટલા પૈસાની જરૂર હોય ઍટલા તને આપીશ.
જાકે યુવતીએ કહ્યું, ‘હું નોકરી કરવા માટે આવી છું’, કહેતા અંકીતે તેણીને જ્ઞાતિપ્રત્યે અપમાનિત કરી હુ કહું તેમ કરવુ હોય તો નોકરી આવજે નહીં તો નોકરી ઉપર આવતી નહી કહી કાઢી મુકી હતી. યુવતીઍ ઘરે જઈને આ અંગે તેની મમ્મી, ભાઈ અને ભાભીને વાત કરતા તેઓ તમામ અંકીતની ઓફિસે ગયા હતા.
યુવતીની ભાભીઍ અંકિતને મારા નણંદને કેમ અપશબ્દો બોલ્યા છો હોવાનું કહેતા અંકીત ઉશ્કેરાયો હતો અને તમામની સાથે ઝઘડો કરી જ્ઞાતિપ્રત્યે અપમાનિત કરી બિભત્સ માંગણી કરી હતી. બનાવ અંગે પોલીસે યુવતીની ફરિયાદ લઈ અંકીત ઉર્ફે અશોક ચોટલીયા સામે ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી આજે આ ઇસમની ધરપકડ કરી કતારગામ પીલિસે કાયદેસરની કાર્યવાહી કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..