ગુજરાત: અઢી વર્ષની બાળકી ઘોડિયામાં શૌચ કરી જતાં સાવકી માતાએ ગુસ્સે ભરાઈ બાળકીને પેટમાં લાત મારી મોતને ઘાટ ઉતારી દીધી

હારીજની અમ્બેશ્વર સોસાયટી ખાતે છ માસ પહેલાં સાવકી માતાએ અઢી વર્ષની પુત્રીને વેલણ અને પેટમાં લાત મારતાં દીવાલ સાથે ભટકાતાં તેનું મોત નીપજ્યું હતું. હારીજ પોલીસે આ અંગે અકસ્માતે મોતની નોંધ કરી હતી અને પુત્રીની જન્મદાતા માતા પાલનપુર રહેતી હોઈ ત્યાં મૃતક દીકરીને લઇ જવામાં આવી હતી અને ત્યાં પી.એમ.થયું હતું. આજદિન સુધી ફરિયાદ નોંધવામાં આવી ન હતી. આખરે પી.એમ. અને એફ.એસ.એલ. રિપોર્ટના આધારે છ મહિના બાદ હારીજ પોલીસે ફરિયાદ દાખલ કરી સાવકી માતા અને તેના પિતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સાવકી માતાએ મોટી બન્ને દીકરી જોડે સફાઈ કરાવી

વડગામના મગરવાડાના વતની અને હાલ હારીજની અંબેશ્વર સોસાયટીમાં રહેતા મહેશભાઈ ચેહરાભાઈ સોલંકીના લગ્ન 12 વર્ષ પહેલાં પાલનપુરના જયાબેન સાથે થયા હતા. જેમને 3 દીકરીઓ પણ છે, પરંતુ મહેશભાઈને કાલેટ કૌશલબેન અબ્બાસભાઇ સાથે પ્રેમસંબંધો બંધાતાં બન્ને ભાગી ગયાં હતાં અને છ મહિના બાદ બન્ને મળી આવતાં પતિએ જયાબેનનો અસ્વીકાર કર્યો હતો અને તેમની ત્રણે પુત્રીઓ પિતાને પાલન કરવા સોંપી હતી. જ્યાં 18 ફેબ્રુઆરીના રોજ સૌથી નાની અઢી વર્ષની દીકરી હેનીલ ઘોડિયામાં શૌચ કરી જતાં સાવકી માતા કૌશરબેને મોટી બન્ને દીકરી જોડે સફાઇ કરાવી. બન્નેને એક રૂમમાં પૂરીને નાની હેનીલને વેલણ અને ચંપલથી માર માર્યો હતો તેમજ તેના પેટ પર જોરથી લાત મારતાં તે દીવાલ સાથે અથડાઈ હતી અને માથામાં ગંભીર ઈજાઓ થતાં મોત તેનું નીપજ્યું હતું. છ માસના બનાવ બાદ હારીજ પોલીસે પીએમ રિપોર્ટ આધારે બાળકીની સાવકી માતા અને પિતા સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પાટણ એસ.પી.એ ન્યાય અપાવ્યો : જયાબેન પરમાર

“ઘટના બન્યા પછી વારંવાર હારીજ પોલીસ મથકે તપાસ કરવા છતાં ન્યાય મળતો નહોતો. છેલ્લે પીએમ રિપોર્ટ નીલ આવ્યો હોવાનું જણાવ્યું હતું. બાદમાં મેં મારી બંને પુત્રીને આરોપી પાસેથી પાછી લઈ મારી પાસે રાખી લીધી હતી. દરમિયાન પાટણ એસ.પી. ને રજૂઆત કરતાં તેમણે પીએમ રિપોર્ટ સહિતના કાગળો મગાવી તપાસ કરાવતાં રિપોર્ટમાં આંતરડાંમાં ઇજા હોવાનું સામે આવતાં બંને આરોપીઓ સામે ગુનો નોંધી મને ન્યાય અપાવ્યો છે.”

બાલીસણામાં વહેમીલા પિતાએ દીકરીની હત્યા કરી હતી

ત્રણ વર્ષ પહેલાં પાટણ તાલુકાના બાલીસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી કે રમેશજી લક્ષ્મણજી ઠાકોર અને તેની પત્ની વચ્ચે ઝઘડો થયો હતો કે અંજલિ મારી દીકરી નથી. પતિ રમેશજી લક્ષ્મણજી ઠાકોર ઘરે ગયો હતો અને શાળા જવા નીકળેલી દીકરી અંજલિ (10)ને સાઇકલ પર બેસાડી કૂવા પર જવાનું કહી લઈને નીકળ્યો હતો. જેણે રસ્તામાં દીકરીને ધારિયાથી ગરદન કાપી મારી નાખી. મારા દીકરાને પણ કદાચ તેણે મારી નાખ્યો હશે તેવી આશંકા દર્શાવી હતી.

સિદ્ધપુરમાં પિતાએ દીકરીનું ગળું કાપી હત્યા કરી હતી

સિદ્ધપુરના સનનગરમાં રહેતા અને કોલેજમાં સિક્યોરિટીમાં નોકરી કરતા દશરથભાઈ વિઠ્ઠલભાઈ પટેલની દીકરી અંકિતા સિદ્ધપુર સિવિલમાં નર્સ હતી. તેણે ઊંઝાના પ્રતિક કાંતિલાલ પટેલ સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા અને તેની સાથે ગયા પછી ઘરે પાછી આવતાં 9 ઓગસ્ટ 2016ના રોજ સવારે સવા દસ કલાકના સુમારે દશરથભાઈએ તું કહ્યા વગર કેમ જતી રહી હતી અને કેમ લફરા કરે છે તેમ કહેતા અંકિતાએ તેને પ્રેમ હોઇ તેની સાથે જ જતી રહીશ એવું કહેતાં દશરથભાઈ ઉશ્કેરાઇ દીકરીનું ગળું દબાવ્યા પછી કટાર વડે તેના ગળાની નસ કાપી નાખી હતી.

મૃતક બાળકીનો પિતા મૂળ વડગામનો રહેવાસી

મહેશભાઈ ચેહરાભાઈ સોલંકી મૂળ વડગામના મગરવાડાના વતની છે અને હાલ હારીજની અંબેશ્વર સોસાયટીમાં રહે છે. તેણે જૂની પાલનપુરની પત્નીને તગેડી મૂકી અન્ય મહિલા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો