વડોદરામાં સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયુ, ઘઉં-ચોખાના જથ્થા સાથે એકની ધરપકડ

વડોદરા શહેરમાં સરકારી અનાજનો સગેવગે કરવાનું વધુ એક કૌભાંડ ઝડપાયું છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં સરકારી ભાવે વેચાણ કરવા માટે ફાળવેલા અનાજમાંથી અનાજ કાઢીને બીજા કાથળામાં ભરીને રાખેલો જથ્થો વડોદરા ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. પોલીસે 28 હજાર રૂપિયાની કિંમતના ઘઉં અને ચોખા સહિત 32,180 રૂપિયાના મુદ્દામાલ સહિત એક શખ્સની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

રેશનિંગની દુકાન ધરાવતો શખ્સ સરકારી અનાજ સગેવગે કરતો હતો

વડોદરા ક્રાઇમ બ્રાંચના PSI એસ.જે. રાઠોડને બાતમી મળી હતી કે, કારેલીબાગ વિસ્તારમાં રેશનિંગની દુકાન ધરાવતો એક શખ્સ જનતા માટે સરકારી ભાવે વેચાણ કરવા ફાળવેલા અનાજમાંથી અનાજ કાઢીને બીજા કોથળામાં ભરીને વેચાણ કરે છે. જેને આધારે વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમે રેડ પાડતા દિપક રજનીકાંત પટણી(ઉ.34), (રહે, 245, આનંદનગર, ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટી, પ્રાર્થના ફ્લેટ સામે, કારેલીબાગ, વડોદરા)ને અનાજના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.

પોલીસે કબજે કરલો મુદ્દામાલ

  • -ઘઉંના 50 કિલોના કોથળા નંગ-16, કિંમત-21,600 રૂપિયા
  • -ચોખા 25 કિલોના કોથળા નંગ-14, કિંમત-6300 રૂપિયા
  • -એક કોથળા સીવવાનું મશીન, કિંમત-1000 રૂપિયા
  • -એક ઇલેક્ટ્રોનિક વજન કાંટો, કિમંત-2500 રૂપિયા
  • -ખાલી કોથળા નંગ-156, કિંમત, 780 રૂપિયા

રેશનિંગની દુકાન ધરાવતા શખ્સની વધુ પૂછપરછ શરૂ કરી

વડોદરા ક્રાઇમ બ્રાંચે કારેલીબાગ વિસ્તારમાં રેશનિંગની દુકાન ધરાવતા શખ્સની વધુ પૂછપરછ શરૂ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. આરોપીની પૂછપરછમાં સરકારી અનાજનું મોટુ કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો