અરવલ્લીના મોડાસાના પરિવારે ઉદયપુરની હોટલમાં ઝેર પી સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો, પતિ-પત્નીનું મોત, 2 સંતાનો સારવાર હેઠળ

અરવલ્લીના મોડાસાના પરિવારે ઉદયપુરની હર્ષ પેલેસ હોટલમાં સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મંડપ ડેકોરેશનના ધંધા સાથે સંકળાયેલા નૈનેશ શાહનો પરિવાર આરામ હોટલમાં રોકાયો હતો. હોટલના રૂમમાં જ પરિવારે ઝેર પીને સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પહેલા પતિ અને પત્નીએ ત્યારબાદ તેમના બે સંતાનોએ ઝેર ગટગટાવ્યું હતું. જેમાં પતિ- પત્નીનું હોટલના રૂમમાં જ મોત થયું હતું. […]

માગશર મહિનાની પૂનમ એટલે અન્નપૂર્ણા જયંતી , આ દિવસે માતા પાર્વતીએ દેવી અન્નપૂર્ણાનું રૂપ ધારણ કર્યું હતું

માગશર મહિનાની પૂનમના દિવસે અન્નપૂર્ણા જયંતી ઉજવવામાં આવે છે. કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયના પં. ગણેશ મિશ્રાના જણાવ્યા પ્રમાણે આ તિથિએ માતા પાર્વતીએ અન્નપૂર્ણા રૂપ ધારણ કર્યું હતું. શાસ્ત્રો પ્રમાણે આ દિવસે રસોઈઘરમાં ચુલા વગેરેનું પૂજન કરવાથી ઘર-પરિવારમાં ક્યારેય અન્ન અને ધન-ધાન્યની ખોટ નથી રહેતી. આમ તો અન્નનો અનાદર ક્યારેય ન કરવો જોઈએ, પરંતુ આ દિવસે ખાસ […]

તિહાડ જેલમાં બંધ નિર્ભયા ગેંગરેપના ચારેય દોષિઓને ફાંસી પર લટકાવાની તૈયારીઓ શરૂ, ફંદા માટે આપી દેવાયો ઓર્ડર

તિહાડ જેલમાં બંધ નિર્ભયા ગેંગરેપના ચારેય દોષિઓને ફાંસી પર લટકાવવાના કેસમાં હજુ સુધી તિહાડ જેલ પ્રશાસનની પાસે કોઇ અંતિમ લેટર મળ્યો નથી. પરંતુ તેની પહેલાં જ જેલ પ્રશાસને પોતાની તરફથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેના અંતર્ગત જો આ ચારેયને ફાંસી આપી છે તો તેમાંથી વધુ વજનવાળા કેદીને વજન પ્રમાણે એક ડમીને ફાંસી આપીને જોવામાં […]

સુરતમાં બાંધકામ માટે લાંચ માંગનાર મહિલા કોર્પોરેટરનો વચેટિયો એ.સી.બી ના હાથે ઝડપાયો

સુરત કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કપિલા પટેલનો વચેટિયો જાહેર બાંધકામ માટે 50 હજારની લાંચ લેતા ઝડપાયો છે, રાકેશ પટેલ નામનો વચેટિયો ઉધના વિસ્તારમાં બાંધકામ ચાલતું હોઈ તેના માટે રૂપિયા લેવા ઉધના દરવાજા એપલ હોસ્પિટલ ખાતે લેવા આવતા એ.સી.બી ના હાથે ઝડપાયો હતો. સમગ્ર મામલે રૂ 2.50 લાખની લાંચ માંગી હતી, જ્યારે 1 લાખમાં બધુ નક્કી થયું […]

જૈન, ગુજરાતી તથા સિંધી સમાજે લીધો નિર્ણય: પ્રી વેડિંગ શૂટ તથા મહિલા સંગીતમાં કોરિયોગ્રાફી પર પ્રતિબંધ મુક્યો

જૈન, ગુજરાતી અને સિંધી સમાજે પ્રી વેડિંગ શૂટ અને મહિલા સંગીતમાં કોરિયોગ્રાફર બોલાવવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. તેમનું માનવું છે કે પ્રી વેડિંગ શૂટ એક દૂષણ છે. મહિલા સંગીતમાં કોરિયોગ્રાફરનું વધતું ચલણ પણ ભારતીય સંસ્કૃતિ તથા સંસ્કારોને નષ્ટ કરી રહ્યું છે. ભોપાલમાં મુનિશ્રી પ્રસાદ સાગર મહારાજે દિગંબર જૈન પંચાયત સમિતિને નિર્દેશ આપ્યો છે […]

રાજકોટમાં રાત્રે એકટીવા પર જતી યુવતી પર ઝીંઝરા ફેંકી છેડતી કરનારની સવારે પોલીસે કરી ધરપકડ, ત્રણેયની જાહેરમાં સરભરા કરી

24 કલાક લોકોની અવરજવરવાળા કાલાવડ રોડ પર ગત મોડી રાત્રે એક્ટિવા પર જતી યુવતીની કારમાં આવેલા ત્રણ શખ્સોએ પીછો કરી છેડતી કર્યાની ફરિયાદ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. જીજે 03 કેએચ 2978 નંબરની કારમાં ત્રણ શખ્સોએ જૂનાગઢ પંથકનીયુવતી પર ઝીંઝરા ફેંકીછેડતી કરતા જાગૃત નાગરીકે પોલીસને ફોન કરતા ઘટનાસ્થળે દોડી આવી હતી અને સીસીટીવીના આધારે ત્રણેય […]

અમદાવાદ બાદ સુરતમાં પણ મહિલા સુરક્ષાને લઈને પોલીસની અનોખી પહેલ, હવે રાત્રે યુવતીઓને ઘરે મૂકી આવશે

રાજ્યમાં બળાત્કારની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જેમાં યુવતી અને સગીરાઓ પર બળાત્કારની ઘટનાઓ છેલ્લા કેટલાક દિવસથી પ્રકાશમાં આવી રહી છે અને તેને લઇને લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. દીકરીઓ ઘરની બહાર જાય એટલે તેમના માતા-પિતાને દીકરીની ચિંતા સતાવી રહી છે, ત્યારે અમદાવાદ બાદ સુરતમાં યુવતીઓ અને મહિલાઓની સુરક્ષાને લઇને પોલીસ દ્વારા નવતર […]

ગોંડલની 7 વર્ષની ધ્વનિ વેકરીયાએ આંતરરાષ્ટ્રીય એરિથમેટિક સ્પર્ધામાં 8 મિનિટમાં 200 દાખલા ગણી ચેમ્પિયન બની

કમ્બોડીયા ખાતે તા.7 ડિસેમ્બર 2019ના રોજ વિશ્વના 35થી વધુ દેશના 4000થી વધુ બાળકોએ યુસીમાસની 24મી મેન્ટલ એરિથમેટિક સ્પર્ધાની વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો. જેમાં માત્ર 7 વર્ષની વેકરિયા ધ્વનિ દીપેનભાઈ A1 કેટેગરીમાં ચેમ્પિયન બની હતી. ધ્વનીએ માત્ર 8 મિનિટમાં 200 દાખલા ગણ્યા હતા. A2 કેટેગરી માં દાફડા રથીન શૈલેષભાઇ અને જોશી તીર્થ જયદીપભાઈ એ પ્રથમ […]

ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞમાં પ્રસાદ માટે 20 લાખથી વધુ લાડુ બનાવાશે, 63 વીઘામાં ભોજનશાળા બનાવાઈ, 30 મિનિટમાં 50 હજાર લોકો જમી શકે

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા ઊંઝા ખાતે 18થી 20 ડિસેમ્બરે લક્ષચંડી મહાયજ્ઞ કરાશે, જેમાં 80 લાખથી વધારે દર્શનાર્થી આવશે, આ અંગે ઊંઝા સંસ્થા દ્વારા રસોડા કમિટિના ચેરમેનના અને કન્વીનર અમદાવાદ શહેર કેપી ભુવન સતિષ પટેલે જણાવ્યું કે, ભોજનશાળા આશરે 63 વીઘા જમીનની અંદર બનાવાઈ છે તેમ જ 30 મિનિટની અંદર 50 હજાર વ્યક્તિ જમી શકે […]

અમદાવાદમાં પાંજરાપોળ ચાર રસ્તા પાસે ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતા મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

અમદાવાદ શહેરમાં દિવસ દરમિયાન પ્રવેશબંધી હોવા છતાં બેફામ રીતે ફરતા ડમ્પરચાલકે પાંજરાપોળ ચાર રસ્તા પાસે એક્ટિવા પર જઈ રહેલા વૃદ્ધ દંપતીને અડફેટે લેતા 65 વર્ષીય મહિલાનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે વૃદ્ધનો બચાવ થયો હતો. ભાગવાનો પ્રયાસ કરનારા ડમ્પરચાલકને લોકોએ પકડીને પોલીસને સોંપ્યો હતો. આ અંગે એમ ડિવિઝન પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી […]