શિયાળામાં બાજરીના રોટલા સાથે અડદની દાળ અને લસણની ચટણી કરી છે ક્યારેય ટ્રાઈ? જાણો બનાવવાની રીત

શિયાળાની શરૂઆત થઈ ચુકી છે. સ્વાદના શોખિનો માટે અલગ અલગ શાકભાજી અને વિવિધતાથી છલકાતી થાળી રસોડામાં બની રહી છે. શિયાળામાં બાજરીના રોટલા ખાવાની મજા જ કંઈ ઓર હોય છે આજે અમે તમારા માટે ખાસ લઈને આવ્યા છીએ લચકાવાળી અડદની દાળ જે ઠંડીમાં બાજરીના રોટલા સાથે ખાવાથી ખુબજ જલસા પડી જાય છે. બાજરીના રોટલાની સાથે ઘી […]

ભારતના સૌથી યગેંસ્ટ IPS ઓફિસર સફીન હસનનું પહેલું પોસ્ટીંગ જામનગરમાં થયું, ASP તરીકે આપશે સેવા

ભારતના સૌથી નાની વયના આઇપીએસ અધિકારી સફીન હસનનું પહેલું પોસ્ટીંગ જામનગર ખાતે આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકે થયું છે. સફીન હસન દેશના સૌથી નાની વયના આઇપીએસ ઓફિસર છે. સફીન હસનની ઉંમર માત્ર 22 વર્ષની જ છે. તેઓએ પ્રથમ પ્રયાસે જ યુપીએસસી પરીક્ષેમાં ઓલ ઇન્ડિયામાં 520મો રેન્ક પ્રાપ્ત કરી પાસ થયા છે. ‘હિંમત હશે અને પ્રયત્ન […]

ગોંડલ અને કાલાવડ પંથકમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ, કપાસ સહિત શિયાળુ પાકને નુકસાન, ખેડૂતોને પડ્યો બેવડો માર

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વાતાવરણમાં કાલે પલ્ટો જોવા મળ્યો છે. રાજકોટમાં બપોરે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે ગોંડલ પંથકમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાય ગયા હતા. કમોસમી વરસાદથી કપાસ, મરચી, ડુંગળી, લસણ, ચણા, ઘઉં સહિતના પાકોને નુકસાન પહોંચ્યું છે. […]

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ શ્વાસનળીમાં ફસાયેલો લીસ્સો આરસનો પથ્થર કોઈપણ પ્રકારની સર્જરી વગર કાઢીને ચાર વર્ષની બાળકીનો જીવ બચાવ્યો

ચાર વર્ષની બાળકીની શ્વાસનળીમાં ફસાયેલો લીસ્સો આરસનો પથ્થર કોઈપણ પ્રકારની ચીરફાડ વગર ફોગાથિય કેથેટર બલૂનનો ઉપયોગ કરી સિવિલ હોસ્પિટલના ઇએનટી વિભાગના તબીબોએ બહાર કાઢવામાં સફળતાં પ્રાપ્ત કરી છે. શ્વાસનળીમાં ફસાયેલો આરસનો પથ્થર લિસ્સો અને ચીકણો થયો હોવાથી ચીપિયાથી પકડાતો ન હતો. ત્યારે એનેસ્થેટિક તબીબની કોઠાસૂઝના કારણે ઓપરેશન વગર પથ્થર બહાર કાઢીને ચાર વર્ષની બાળકીને નવજીવન […]

અમદાવાદની નવી સ્ટાર્ટઅપ કંપની ગ્રીનવોલ્ટ મોબિલિટીએ ‘મેન્ટિસ’ બાઇક લોન્ચ કરી, 5 રૂપિયામાં 50 કિમી ચાલશે, સ્ટુડન્ટને 5% ડિસ્કાઉન્ટ મળશે

ઓટોમોબાઇલ સેક્ટરમાં દિવસે ને દિવસે ઇલેક્ટ્રિક બાઇક્સનો ગ્રાફ વધતો જઈ રહ્યો છે. દેશમાં પ્રખ્યાત કંપનીઓની સાથે સ્ટાર્ટઅપ્સે પણ આ સેગમેન્ટમાં પોતાની હાજરી નોંધાવી છે. અમદાવાદની નવી સ્ટાર્ટઅપ કંપની ગ્રીનવોલ્ટ મોબિલિટીએ હવે નવી ઇલેક્ટ્રિક બાઇક ‘મેન્ટિસ’ લોન્ચ કરી છે. કંપનીના CEO સાર્થક બક્ષીએ વાતચીત દરમિયાન આ બાઇકની કેટલીક ખાસ વાતો શેર કરી. આ બાઇકની સૌથી ખાસ […]

વડોદરાની પાંચ વર્ષની બાળકીની અનોખી સિધ્ધિ, વૈદિક મંત્રોના વીડિયો બનાવી ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરે છે

પાંચ વર્ષની કુમળી વયે જયારે બાળકો ટ્વિંકલ ટ્વિંકલ શીખતાં હોય ત્યારે શહેરના વાસણા વિસ્તારમાં રહેતા મિતેષ અને પાયલ જોશીની દીકરી મૈત્રી જોશી વૈદિક મંત્રોનો ઉચ્ચાર કરીને યુવા પેઢીને પાશ્ચાત્ય સઁસ્કૃતિના પ્રભાવમાંથી બહાર લાવીને ભારતીય સંસ્કૃતિ વિશે માહિતીગાર કરવાનું કાર્ય કરી રહી છે. જે વિશે વાત કરતા પાયલ જોશીએ જણાવ્યું હતું કે અંગ્રેજી માધ્યમના પ્રભાવના કારણે […]

અમદાવાદમાં છેડતીના કેસમાં યુવતીના પરિવારને ધમકી આપીને નિકળેલા આરોપીનું અકસ્માતમાં થયું મોત

શહેરના વાડજ વિસ્તારમાં એક કલાક પહેલા જ છેડતીના કેસ મામલે યુવતીના પરિવારને ધાકધમકી આપીને નાસી ગયેલા આરોપીનું અકસ્માતમાં મોત નિપજ્યું છે. આરોપી મેહુલ પાટડીયા તેના મિત્ર સાથે બાઇક પર જતો હતો ત્યારે રસ્તા વચ્ચે કુતરુ આવી ગયું હતું. તેને બચાવવા જતા બાઇક ડિવાઇડર સાથે અથડાયા બાદ થાંભલા સાથે અથડાતા હતા. જેમા સાગર નામના યુવકનું ઘટનાસ્થળે […]

ગોધરાના ચારેય યુવાનોની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા, પટેલ સમાજમાં શોકનો માહોલ

ગોધરાના રામપુર ગામે રહેતાં આયુર્વેદિક કોલેજમાં પાર્ટ ટાઇમ પ્રોફેસર તરીકે નોકરી કરતો પિનાકીન પટેલ, જીગર પટેલ, મોહિત પટેલ તથા મૈલીન પટેલ પોતાના ગામના મિત્રની ઇક્કો કાર લઇને વીરપુર જવા નીકળેલા ચારેય યુવાનો કાર સાથે મેંદરડા માર્ગ પરના ખળપીપળા નજીક તળાવમાં કાર ખાબક્યા હતા. પોલીસ તથા ફાયર જવાનો ઘટના સ્થળે પહોંચીને શોધખોળ હાથ ધરતા 20થી 25 […]

સુરતમાં કોર્પોરેટરો લાંચ લેવામાં અવ્વલ, 5 વર્ષમાં 5 કોર્પોરેટર ACBના હાથે ઝડપાયા, જેમાં ભાજપના 3 અને કોંગ્રેસના 2 કોર્પોરેટર

સુરતમાં કોર્પોરેટરો લાંચ લેવામાં અવ્વલ છે. જેમાં 5 વર્ષમાં 5 કોર્પોરેટર લાંચ લેતા ઝડપાયા છે. તેમાથી ભાજપના 3 અને કોંગ્રેસના 2 કોર્પોરેટર છે. જેમાં ભાજપના મીના પટેલ, જયંતિ ભંડેરી, નેન્સી સુમરા તથા કોંગ્રેસના લીલા સોનવણે અને કપિલા પટેલ ઝડપાયા છે. કોંગ્રેસે કપિલા પટેલ સામે કાર્યવાહી કરી છે. પણ લાંચ કેસમાં ભાજપમાં કાર્યવાહીના નામે મીંડુ જોવા […]

વડોદરાની સ્પેશ્યિલ વાનગી સેવ ઉસળ આ રીતે બનાવો ઘરે

સેવ ઉસળ નાસ્તા તરીકે ખાવામાં આવતી એક વાનગી છે. સેવ ઉસળ ખાસ કરીને ગુજરાતમાં અને મુંબઇમાં મળે છે તથા ગુજરાતી લોકોની ફેવરિટ વાનગી છે. ગુજરાતના વડોદરાની આ વાનગી ખૂબ જ પ્રખ્યાત છે. જે ખાવામાં સ્વાદિષ્ટ અને બનાવવામાં સહેલું હોય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય સેવ ઉસળ. સામગ્રી 1/25 કપ – વટાણા (સૂકા) 3 […]