35 વર્ષ બાદ એકસાથે 4ને ફાંસી થશે, નિર્ભયાના દોષિતોનું ગમે ત્યારે ડેથ વોરંટ ઈશ્યુ કરાશે

નિર્ભયાકાંડના ત્રણ દોષિતો મુકેશસિંહ, વિનય શર્મા અને પવન ગુપ્તાની ફાંસી નક્કી થઈ ગઈ છે. ગમે ત્યારે ડેથ વોરંટ ઈશ્યુ કરાશે. ઉચ્ચ સ્તરીય સૂત્રોના જણાવ્યા મુજબ વિનયની દયાની અરજી પાછી ખેંચવાવાળી અરજી પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેની અરજી પર વિચાર કરી રહ્યા નથી. હવે તેની અરજી પેન્ડિંગ નથી. વિનયે તિહાર જેલ વહીવટીતંત્ર પાસેથી 7 દિવસની નોટિસ […]

સુરત / એસવીએનઆઈટીમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી સૌરભ વાર્ષ્ણેયને હેદરાબાદની સોફ્ટવેર કંપનીએ 37 લાખ રૂપિયાના પગારની ઓફર કરી

‘પિતા કરિયાણાની શોપ ચલાવતા હતાં એટલે ફિ ભરવામાં પણ તકલીફ પડતી હતી. પરંતુ સગાસંબંધીઓ પાસેથી રૂપિયા ઉછીના લઈને ફી ભરતા હતાં. આર્થિક સ્થિતી સારી ન હતી એટલા માટે મારા પાસે સારા માર્ક્સ લાવવા સિવાય કોઈ ચાન્સ ન હતો એટલા માટે દિવસના રોજ 4 કલાક જ સુતો હતો. બાકીનો સમય અભ્યાસ કરવા પાછળ ગાળતો હતો. હૈદરાબાદની […]

રાજકોટમાં ઉદ્યોગપતિએ પોતાના લગ્નની સાથે 86 ગરીબ દીકરીઓના સમૂહલગ્ન કરાવ્યા, કરિયાવર સહિતનો તમામ ખર્ચ ઉદ્યોગપતિએ એકલાએ ઉઠાવ્યો

આજના સમયે દરેક સુખી સંપન્ન પરિવારના લોકો પોતાના દીકરા દીકરીના લગ્ન માટે લખલૂંટ ખર્ચ કરતા હોય છે. ત્યારે રાજકોટમાં આજે યોજાયેલા લગ્ન સમાજ માટે પ્રેરણાદાયક બન્યા છે. જે.એમ.જે ગ્રૂપના સ્થાપક અને ઉદ્યોગપતિ મયૂરધ્વજસિંહ જાડેજા પોતાના લગ્ન પણ સાદાઈથી આ જ સમૂહલગ્નમાં કર્યા અને 86 ગરીબ પરિવારની દીકરીના લગ્ન ધામધૂમથી કરાવ્યા હતા. એક જ મંડપ નીચે […]

ગાંધીનગરમાં નજરે જોનારાને ધ્રુજાવી નાંખે તેવી ઘટના બની: ટ્રકનું ટાયર ફરી વળતા મહિલાના શરીરના 2 ટૂકડા થઈ ગયા

રાજ્યમાં અનેક અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે ગાંધીનગર-વાવોલ રોડ પર એક ગમખ્વાર અને હૃદયને ધ્રુજાવી દે તેવો હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. રાજ્યના પાટનગર ગાંધીનગર-વાવોલ રોડ પર હિટ એન્ડ રનની ગમખ્વાર અકસ્માતમાં એક ટ્રક ચાલકે ટક્કર મારતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. એટલું જ નહીં, ટક્કર માર્યા બાદ મહિલા આગળ […]

ઓરિસ્સાના નવમા ધોરણના વિદ્યાર્થીના રશિયાના રાષ્ટ્રપતિએ કર્યાં વખાણ, વેડફાઈ જતા પાણીને રોકવા માટે મશીન બનાવ્યું

પાણીની અછતને લઈને હાલ પરિસ્થિતિ ગંભીર જ છે ત્યારે ઓરિસ્સાના એક વિધાર્થીએ વેડફાઈ જતા પાણીની અટકાયત માટે એક મશીન બનાવ્યું છે. ઓરિસ્સાના નવમા ધોરણમાં ભણતા પી બિસ્વનાથ પાત્રાએ આ મશીન બનાવ્યું છે. તેણે આ વોટર ડિસ્પેન્સરનું પ્રદર્શન ડીપ ટેક્નોલોજી એજ્યુકેશન પ્રોગ્રામ અને નીતિ આયોગના અટલ ઇનોવેશન મિશન કાર્યક્રમ અંતર્ગત કર્યું. આ કાર્યક્રમ રશિયાના સોચીમાં SIRIUS […]

યુકે ઈલેક્શનમાં ગુજરાતીઓનો દબદબો, ગુજરાતી પ્રીતિ પટેલની ધમાકેદાર જીત, કેમ્બ્રિજશાયર નોર્થ વેસ્ટ સીટ પર ગુજરાતી શૈલેષ વારા પણ જીત્યા

યુકેમાં સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીએ 364 સીટો પર જીત સાથે બહુમતી મેળવી લીધી છે. જ્યારે લેબર પાર્ટીની હાર થઈ છે અને તેની ફક્ત 203 પર જીત થઈ છે. યુકેની 650 બેઠકવાળી સંસદમાંથી 549 સીટના પરિણામ જાહેર થઈ ગયા છે. યુકેના કદાવર ગુજરાતી લીડર પ્રીતિ પટેલે ધમાકેદાર જીત મેળવી છે. પ્રીતિ પટેલને વિથામ સીટ પર 66%થી […]

રસ્તો ક્રોસ કરતા સમયે કાર ચાલકે મા-દીકરાને અડફેટે લીધા, પછી છોકરાએ કાર ચાલકને જબરો પાઠ ભણાવ્યો, જુઓ વીડિયો

ચીનમાં એક છોકરો હીરો બનીને સામે આવ્યો છે. લોકો તેની બહાદૂરીની પ્રશંસા કરી રહ્યા છે. સ્થાનિક ન્યૂઝ મુજબ સાઉથવેસ્ટર્ન ચીનના ચોંગકિંગમાં એક માતા પોતાના છોકરા સાથે રસ્તો ક્રોસ કરી રહી હતી. આ દરમિયાન કારે તેને ટક્કર મારી દીધી. મા-દીકરો બંને રસ્તા પર પડી જાય છે. છોકરો રડતા-રડતા ફરીથી ઊભો થાય છે અને પોતાની માતાને આસરો […]

રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર ટ્રેકટરમાંથી ડુંગળી ઢોળાતા લોકોએ જીવના જોખમે લૂંટ મચાવી, રૂ.500 કે, 2000ની નોટો ઉડી હોય એમ ડુંગળી લૂંટી

ગોંડલ હાઇવે પર ટ્રેકટરમાં પડેલી બોરીઓમાંથી ડુંગળીઓ ઢોળાતા લોકોએ લૂંટ મચાવી હતી. માત્ર એટલું જ નહીં નેશનલ હાઇવે પર વાહનોની અવર જવર વચ્ચે લોકો જીવની પરવા કર્યા વિના ડુંગળી વીણવા લાગ્યા હતા. ડુંગળીનો પાક નિષ્ફળ જવાને કારણે સમગ્ર દેશમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. હાલ લગભગ પ્રતિ કિલો રૂ.80થી રૂ.90ના ભાવે મળતી ડુંગળી પાછળ લોકો […]

ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞમાં ઐઠોર ચોકડીથી મંદિર સુધી 1 કિમીનો દર્શન કોરિડોર બનાવાયો, રોજ 5.60 લાખ શ્રદ્ધાળું દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ

ઊંઝામાં 18થી 22 ડિસેમ્બર દરમિયાન યોજાનારા ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞમાં 50 લાખથી વધુ દર્શનાર્થીઓ આવવાની સંભાવના સાથે તૈયારીઓ હાથ ધરાઇ છે. જેમાં ઐઠોર ચોકડીથી ઉમિયા માતાજીના મંદિર સુધી એક કિમીના કોરિડોરની રચના કરાઇ છે. જેથી ધક્કામૂકી વગર અને સરળતાથી મા ઉમાના દર્શન થઇ શકે. દર્શન કમિટી દ્વારા દર્શન વ્યવસ્થા માટે પૂરતી વ્યવસ્થા કરાઇ છે. નિજમંદિરમાં […]

ગોધરા/ અકસ્માતમાં મૃત્યુ પામેલા પતિના દેહને જોઇ પત્નીનો કલ્પાંત…મને લેવા આવતા હતા તો હવે મને પણ લઈ જાઓ, પાષાણ હૃદયના માનવીને પણ પીગળાવી દે તેવા દ્રશ્યો સર્જાયા

ગોધરા નજીકના રામપુરાના 4 નવલોહીયા યુવાનોના અકાળે મૃત્યુથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે, સમગ્ર ગામ અને પાટીદાર સમાજ પણ આ ઘટનાથી સ્તબ્ધ બની ગયો છે. જૂનાગઢના મેંદરડા પાસે ઇકો કાર તળાવમાં ખાબકતા મૃત્યુ પામેલા રામપુરાના 19થી 25 વર્ષના 4 યુવાનોના મોતથી પરિવાર હચમચી ઉઠ્યા છે. પત્નીને તેડવા ગયેલા પતિ પિનાકીનના નિશ્ચિત દેહને જોઇ પત્ની […]