જૈન, ગુજરાતી તથા સિંધી સમાજે લીધો નિર્ણય: પ્રી વેડિંગ શૂટ તથા મહિલા સંગીતમાં કોરિયોગ્રાફી પર પ્રતિબંધ મુક્યો

જૈન, ગુજરાતી અને સિંધી સમાજે પ્રી વેડિંગ શૂટ અને મહિલા સંગીતમાં કોરિયોગ્રાફર બોલાવવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. તેમનું માનવું છે કે પ્રી વેડિંગ શૂટ એક દૂષણ છે. મહિલા સંગીતમાં કોરિયોગ્રાફરનું વધતું ચલણ પણ ભારતીય સંસ્કૃતિ તથા સંસ્કારોને નષ્ટ કરી રહ્યું છે. ભોપાલમાં મુનિશ્રી પ્રસાદ સાગર મહારાજે દિગંબર જૈન પંચાયત સમિતિને નિર્દેશ આપ્યો છે કે જે લોકો નિર્ણય નહીં સ્વીકારે તેમના પર સમાજ ધ્યાન નહીં આપે.

મહિલાઓ સાથે કોરિયોગ્રાફરોનું વલણ ખૂબ જ અશ્લીલ હોય છે 

જૈન પંચાયત સમિતિના અધ્યક્ષ પ્રમોદ હિમાંશુએ જણાવ્યું કે મુનિશ્રી પ્રસાદ સાગર, મુનિશ્રી શૈલ સાગર તથા મુનિશ્રી નિકલંક સાગરે સમિતિ સહિત સમાજના વરિષ્ઠોને કહ્યું કે તે પ્રી વેડિંગ શૂટ અને સંગીતમાં કોરિયોગ્રાફર બોલાવવાના વધતા ચલણને રોકવા મજબૂત પગલાં ભરે. તેમણે કહ્યું કે મહિલાઓ સાથે કોરિયોગ્રાફરનું વલણ અશ્લીલ હોય છે.

લગ્ન સમારોહમાં હવે એક નવા પ્રકારનો નકામો ખર્ચો ઉમેરાયો

જૈન પંચાયત સમિતિના અનેક વરિષ્ઠ પદાધિકારીઓ માને છે કે સગાઈ પછી પ્રી વેડિંગ શૂટ કરાવવા છોકરા-છોકરીને એકલા શહેરમાં કે પછી બહાર કોઈ પર્યટન સ્થળે મોકલાય છે, જ્યાં તેમની સાથે કોઈ પણ અપ્રિય ઘટના બની શકે તેનેે નકારી ના શકાય. લગ્નમાં આ એક નવા પ્રકારનો નકામો ખર્ચો ઉમેરાયો છે.

દીકરા-દીકરીઓને માતા-પિતા પ્રી વેડિંગ શૂટ કરાવવાની મંજૂરી ન આપે 

ગુજરાતી સમાજના અધ્યક્ષ સંજય પટેલે જણાવ્યું કે સમિતિ આગામી બેઠકમાં પ્રી વેડિંગ શૂટ રોકવા માટે ચર્ચા કરી આદેશ જારી કરશે. સમાજના લોકોને અપીલ કરશું કે લગ્ન પહેલા ભારતીય પરંપરા મુજબ મહિલા સંગીત આયોજિત કરે. કોઈપણ પ્રકારની અશ્લીલતા ન હોય. માતા-પિતા દીકરા-દીકરીઓને લગ્ન પછી પ્રી વેડિંગ શૂટની મંજૂરી ન આપે.

પ્રી વેડિંગ શૂટ આપણી સંસ્કૃતિને અનુરૂપ નથી

સિંધી સેન્ટ્રલ પંચાયતના અધ્યક્ષ ભગવનદેવ ઈસરાણી પણ પ્રી વેડિંગ શૂટને કુપ્રથા માને છે. તે કહે છે કે આ આપણી સંસ્કૃતિને અનુરૂપ નથી. પ્રી વેડિંગ શૂટ પછી કોઈ કારણે સગાઈ તૂટવાં પર વધૂ પક્ષને શરમજનક સ્થિતિનો સામનો કરવો પડે છે. પંચાયત સમિતિની આગામી બેઠકમાં આ કુપ્રથાને રોકવા માટે સર્વાનુમતે નિર્ણય લેવાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો