અરવલ્લીના મોડાસાના પરિવારે ઉદયપુરની હોટલમાં ઝેર પી સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો, પતિ-પત્નીનું મોત, 2 સંતાનો સારવાર હેઠળ

અરવલ્લીના મોડાસાના પરિવારે ઉદયપુરની હર્ષ પેલેસ હોટલમાં સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મંડપ ડેકોરેશનના ધંધા સાથે સંકળાયેલા નૈનેશ શાહનો પરિવાર આરામ હોટલમાં રોકાયો હતો. હોટલના રૂમમાં જ પરિવારે ઝેર પીને સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પહેલા પતિ અને પત્નીએ ત્યારબાદ તેમના બે સંતાનોએ ઝેર ગટગટાવ્યું હતું. જેમાં પતિ- પત્નીનું હોટલના રૂમમાં જ મોત થયું હતું. જ્યારે દીકરા-દીકરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં બંનેની હાલત નાજૂક હોવાનું જાણવા મળે છે.

પહેલા પતિ-પત્ની અને બાદમાં દીકરા-દીકરીએ ઝેર પીધું

અરવલ્લી જિલ્લાના મોડાસામાં લીમડા ચોક ખાતે આવેલા મહેતા વાડા કોલોનીમાં રહેતા નૈનેશ હસમુખભાઈ શાહ ગઈકાલે રાત્રે જ પરિવાર સાથે એસટી બસમાં મોડાસાથી શ્રીનાથજી દર્શન ગયા હતા. ત્યારબાદ આજે બપોરે સાડા બાર વાગ્યે શ્રીનાથજીથી ઉદયપુર આવ્યા હતા અને હોટલમાં આરામ કરવા રોકાયા હતા. ત્યારબાદ હર્ષ પેલેસ હોટલમાં રોકાયા હતા ત્યાં મંડપ અને ડેકોરેશનના ધંધા સાથે સંકળાયેલા વેપારી નૈનેશ હસમુખલાલ શાહ અને તેમના પત્ની દામિનીબહેન શાહ તેમજ નંદ (દીકરો) અને વિધિ (દીકરી)એ ઝેર ગટગટાવ્યું હતું. હોટલમાં રોકાયેલા પરિવારની દીકરી હોટલની સીડી પરથી તરફડ્યા મારતી હોટલના રિસેપ્શન સુધી પહોંચી ત્યારે ઘટનાની જાણ થઈ હતી. જો કે, ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું અને પતિ-પત્નીના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. દીકરા અને દીકરીને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાયા હતા.

પરિવાર અઢી કલાક આરામ કરવા માટે રોકાયો હતો

એસપી કૈલાશચંદ્ર વિશ્નોઈએ જણાવ્યું હતું કે, મૃતક નૈનેશ હસમુખભાઈ શાહ તેમની પત્ની અને દીકરા-દીકરી સાથે બપોરે સાડા 12 વાગ્યે જ હર્ષ પેલેસ હોટલમાં રોકાયા હતા. ટુરિસ્ટ હોવાનું જણાવીને હોટલમાં દોઢ કલાક આરામ કરવાનું કહ્યું હતું. હોટલ માલિકના દીકરા જિતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, લગભગ એક વાગ્યે નૈનેશભાઈની દીકરી રૂમમાંથી ઘસડાતી બહાર આવી હતી. સીડી પર ઘસડાઈને તે નીચે ઉતરવા લાગી હતી અને ‘હોસ્પિટલ-હોસ્પિટલ’ની બૂમો પાડતી હતી.

હોટલના સ્ટાફે ઝેર પીધેલી દીકરીને આશ્વાસન આપ્યું હતું અને હોટલમાં રૂમમાં જોઈને જોયું ત્યારે બેડ પર નૈનેશ અને તેમની પત્નીનો મૃતદેહ પડ્યો હતો. જ્યારે તેમનો દીકરો રૂમમાં નીચે તડપી રહ્યો હતો. જ્યારે આખો રૂમ અને બેડ ઉલ્ટીઓથી ખરડાયેલો હતો. પોલીસે સ્થળ પર મળેલા આધાર કાર્ડના આધારે મૃતકોની ઓળખ કરી હતી.
(તસવીર અને માહિતી: કૌશિક સોની, ભિલોડા/મોડાસા)

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો