ગુજરાતમાં કોરોના વાઈરસથી મૃત્યુનો પહેલો કિસ્સો, સુરતમાં 69 વર્ષીય દર્દીનું મૃત્યુ

ગુજરાતમાં કોરોના વાઈરસના કારણે પહેલું મોત થયું છે. સુરતમાં 69 વર્ષીય વૃદ્ધનું મોત નિપજતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. કોરોનાનો રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યા બાદ છેલ્લા ચાર દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. આ વૃદ્ધ અઠવાલાઇન્સમાં રહેતા હતા. કોરોના પોઝિટિવ આવ્યા પહેલાં પણ કિડની પણ ફેઇલ થઈ હતી અને અસ્થમાની બિમારીથી પણ પીડાતા હતા. કોરોના પોઝિટિવ આવતાં […]

જામનગરમાં દુબઈથી આવેલા યુવકે પોલીસના નાકમાં કર્યો દમ, ક્વોરન્ટીનથી બચવા બે વખત ભાગ્યો, પોલીસે નોંધી ફરિયાદ

ગુજરાતમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. પાછલા 36 કલાકમાં જ કોરોનાના કેસોની સંખ્યા 2થી 14 સુધી પહોંચી ગઈ છે. આ માટે વિદેશથી આવેલા લોકોનું ક્વોરન્ટીન કરવામાં આવી રહ્યું છે. જોકે તેમ છતાં કેટલાક લોકો અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકીને ક્વોરન્ટીનમાંથી ભાગી રહ્યા છે. હાલમાં જ દુબઈથી પરત આવેલા જામનગરના એક 35 વર્ષના યુવકે પોલીસના […]

ભારતીય રેલ્વેની ખાસ અપીલ ‘ટ્રેનમાં ફરી રહ્યા છે કોરોના સંક્રમિત લોકો, અત્યારે કોઈપણ યાત્રા ન કરતાં’

કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં કેર મચાવ્યો છે. ભારતમાં પણ કોરોના વાયરસ ઝડપથી પોતાના પગપસેરો કરી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસની ચપેટમાં આવનાર લોકોની સંખ્યા 310 સુધી પહોંચી ગઈ છે. અને આ આંકડો સતત વધી રહ્યો છે. જેમાંથી ચાર લોકોનાં મોત પણ નિપજ્યા છે. અને 28 લોકો સ્વસ્થ પણ થઈ ચૂક્યા છે. કોરોના વાયરસ જે સ્પીડથી […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 5 કેસ પોઝિટિવ, કુલ આંકડો 18 પર પહોંચ્યો: નીતિન પટેલ

રાજ્યમાં આજે કોરોનાના વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા છે આમ 4 દિવસમાં 18 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલેઆ અંગે જણાવ્યું કે અમદાવાદમાં 7,ગાંધીનગર-3, કચ્છ-1, વડોદરા- 3, રાજકોટ-1 અને સુરતમાં 3 કેસ નોંધાયા છે. આ 18 પોઝિટિવ કેસના નામ જાહેર કરવામાં આવશે. આનામ જાહેર કરવાને કારણે તેમની આસપાસમાં રહેતા અને સંપર્કમાં […]

24 કલાકમાં અમદાવાદમાં વિદેશથી આવેલા લોકો ઘરમાં રહેતા નથી એવી 150 ફરિયાદ મળી

અમદાવાદ શહેરની કેટલીક સોસાયટીના રહીશોએ કોરોના માટેની 104 નંબરની હેલ્પ લાઈન પર તેમની આજુબાજુ વિદેશથી આવેલા લોકો જાહેરમાં ફરતા હોવાની અને તેમના લક્ષણો શંકાસ્પદ હોવાની 150થી વધુ ફરિયાદ મ્યુનિ.ને 24 કલાકમાં મળી હતી. ગાંધીઆશ્રમ પાસે વિદેશથી આવેલા કેટલાક લોકો હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી માગણી કરી હતી કે, આ લોકો ક્યાંથી આવ્યા છે અને તેમને ચેપ છે […]

કોરોનાના કેસ વધતા આખું રાજસ્થાન 31 માર્ચ સુધી લોકડાઉન, મુખ્યમંત્રી અશોક ગહેલોતે કરી જાહેરાત

કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને સરકારે રવિવારથી 31 માર્ચ સુધી ટોટલ લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. જોકે આ દરમિયાન દૈનિક જરૂરિયાત જેમ કે શાકભાજી, દૂધ અને મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે. આ પહેલા કેટલાક રાજ્યના થોડા શહેરોમાં લોકડાઉન કર્યું છે પરંતુ પહેલું એવું રાજ્ય રાજસ્થાન બન્યું છે કે જ્યાં સંપૂર્ણ રીતે લોકડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી છે. […]

રેલવે સ્ટેશન પર પેસેન્જર્સનું આ રીતે થાય છે ચેકિંગ? ફોન પર વાત કરતા કરતા કોરોનાની ‘તપાસ’ કરતા રેલવે અધિકારીનો વિડીયો વાઈરલ

ભારતમાં કોરોના વાયરસના કેસ દિવસે અને દિવસે વધી રહ્યા છે. ત્યારે સરકાર પણ કહી રહી છે કે, આ વાયરસ ખતરનાક છે તો કોઈએ લાપરવાહી રાખવી નહીં અને સાવધાન રહેવું. એવામાં એક તપાસ કરતાં માણસનો વીડિયો સામે આવ્યો છે અને લોકોનો પિત્તો ગયો છે. એક અધિકારી ખુ જ મોટી લાપરવાહીથી લોકોની તપાસ કરી રહ્યો છે. આ […]

જનતા કર્ફયૂથી કોરોના વાયરસને હરાવી શકાય! એક નાનકડી કોશિષ મોટી અસર દેખાડી શકે છે, સમજો આખું ગણિત

પીએમ મોદીએ તાજેતરમાં જ દેશની પ્રજાને અપીલ કરી હતી કે તેઓ આજે એટલે કે 22મી માર્ચના રોજ જનતા કરફ્યૂનું પાલન કરે. સ્વતંત્ર ભારતમાં લગભગ પહેલી વખત આવી સ્થિતિ બની છે. ભલે કેટલાંક લોકોને એમ લાગી રહ્યું છે કે તેમના પર જનતા કરફયૂ થોપવામાં આવી રહ્યો છે પરંતુ હકીકત એ છે કે આ આપણી જ ભલાઇ […]

કોરોનાના કહેર વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની આગાહી

દેશમાં એક તરફ કોરોના વાયરસે ભરડો લીધો છે તો ગુજરાતમાં પણ કોરોનાના 14 કેસ નોંધાયા છે ત્યારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરતા નાગરિકોની ચિંતામાં વધારો થયો છે.. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, 25-26 માર્ચના રોજ રાજ્યમાં વરસાદ પડે તેવા સંજોગ છે. આ ગાળામાં બનાસકાંઠા, સુરત, વલસાડ, જુનાગઢ, સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં વરસાદ પડી શકે છે. […]

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 25 માર્ચ સુધી ગુજરાતના 4 મહાનગરો લોકડાઉન

કોરોનાના કહેર વચ્ચે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. આવતીકાલથી 25 માર્ચ સુધી ચાર મહાનગરો લૉકડાઉન રહેશે. રાજ્યમાં કોરોનાના 14 પોઝિટીવ કેસ નોંધાતા નિર્ણય લેવાયો છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સંપૂર્ણ પણે બંધ રહેશે. તબીબી સેવાઓ, શાકભાજી અને કરિયાણા જેવી જીવન જરુરી વસ્તુઓ સિવાય તમામ વેપાર બંધ રહેશે. મુખ્યમંત્રી નિવાસે મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો […]