અમદાવાદ શહેરની કેટલીક સોસાયટીના રહીશોએ કોરોના માટેની 104 નંબરની હેલ્પ લાઈન પર તેમની આજુબાજુ વિદેશથી આવેલા લોકો જાહેરમાં ફરતા હોવાની અને તેમના લક્ષણો શંકાસ્પદ હોવાની 150થી વધુ ફરિયાદ મ્યુનિ.ને 24 કલાકમાં મળી હતી.
ગાંધીઆશ્રમ પાસે વિદેશથી આવેલા કેટલાક લોકો હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી માગણી કરી હતી કે, આ લોકો ક્યાંથી આવ્યા છે અને તેમને ચેપ છે કે નહીં તેની તપાસ થવી જોઈએ. ફરિયાદ થયા પછી આવા લોકો ક્યાંક જતા રહ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. સુભાષબ્રિજ પાસે એક ફ્લેટમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા પિતા-પુત્રીની તપાસ કરાવવા રહીશોએ માગણી કરતા વિવાદ થયો હતો. ઘાટલોડિયામાં પણ એક ફ્લેટમાં એક મહિલા કેનેડાથી આવ્યા બાદ કોઇ કાળજી નહી લેતા હોવાની ફરિયાદો મ્યુનિ.ને મળી હતી.
હોમ ક્વોરન્ટાઈનનો કચરો લેવા અલગ ગાડી જ આવશે
હોમ ક્વોરન્ટાઇનમાં મૂકાયેલા લોકોના ઘરમાંથી નીકળતો કચરો લેવા મ્યુનિ. વિશેષ કર્મચારીઓને મોકલશે. શુક્રવારે મ્યુનિ. સોલિડ વેસ્ટ વિભાગે 150 ઘરોમાંથી કચરો એકઠો કર્યો હતો. રાત્રે 9 વાગ્યા સુધી સતત આ પ્રક્રિયા ચાલુ રહી હતી. દરેક ઝોનમાં આ કામગીરી કરવામાં આવી રહી છે.
155303 પર પણ ફરિયાદ થઈ શકે
શહેરમાં વિદેશથી આવેલા લોકોને ચેપ ન હોય તો પણ 14 દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇનમાં રહેવાની સૂચના છે. જોકે આવા લોકો તેનું પાલન ન કરતાં હોય અથવા તો કોરોનાના લક્ષણો દેખાય તો કોઈ પણ વ્યક્તિ મ્યુનિ.ના હેલ્પ લાઇન નંબર 155303 પર તેમજ 104 નંબર પર પણ ફરિયાદ કરી શકે છે. શુક્રવારે 10 ફરિયાદ મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..