કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં કેર મચાવ્યો છે. ભારતમાં પણ કોરોના વાયરસ ઝડપથી પોતાના પગપસેરો કરી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસની ચપેટમાં આવનાર લોકોની સંખ્યા 310 સુધી પહોંચી ગઈ છે. અને આ આંકડો સતત વધી રહ્યો છે. જેમાંથી ચાર લોકોનાં મોત પણ નિપજ્યા છે. અને 28 લોકો સ્વસ્થ પણ થઈ ચૂક્યા છે. કોરોના વાયરસ જે સ્પીડથી ભારતમાં ફેલાઈ રહ્યો છે તેને કારણે લોકોની ચિંતાઓ વધી ગઈ છે.
Railways has found some cases of Coronavirus infected passengers in trains which makes train travel risky.
Avoid train travel as you may also get infected if your co-passenger has Coronavirus.
Postpone all journeys and keep yourself and your loved ones safe. #NoRailTravel
— Ministry of Railways (@RailMinIndia) March 21, 2020
અમુક રેલયાત્રીકોમાં કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા બાદ ટ્રેનમાં સફર કરવું હવે જોખમભર્યું થઈ ગયું છે. અને ટ્રેનમાં શંકાસ્પદ અને પોઝિટિવ કેસોને જોતાં ભારતીય રેલ્વે પણ એલર્ટ થઈ ગયું છે. ભારતીય રેલ્વેએ એક ટ્વીટ કરી છે અને ટ્રેનમાં યાત્રા કરતાં લોકોને સલાહ આપી છે. રેલ્વેએ જણાવ્યું કે, રેલ્વેને ટ્રેનમાં કોરાના વાયરસથી સંક્રમિત અમુક યાત્રીઓ મળી આવ્યા છે, જે ટ્રેનમાં સફર કરવાને ખુબ જ રિસ્કી બનાવે છે. જેને કારણે ટ્રેનનાં સફર કરવાથી બચો, કેમ કે તમારા કોરોના સંકમ્રિત સાથી પેસેન્જરને કારમે તમે પણ કોરોના વાયરસનો શિકાર બની શકો છો. તમારી તમામ મુસાફરીને ટાળી દો અને તમને અને તમારા પ્રિય વ્યક્તિઓને સુરક્ષિત રાખો.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસને જોતાં અનેક લોકો ટ્રેનમાં યાત્રા કરવાનું ટાળી રહ્યા છે. અનેક લોકોએ પોતાની ટિકિટ પણ કેન્સલ કરાવી દીધી છે. સાથે જ રેલ્વેએ 31 માર્ચ સુધી અનેક ટ્રેનોને પણ રદ કરી દીધી છે. આ ઉપરાંત જનતા કર્ફ્યુને કારણે પણ 22 માર્ચે રેલ સેવા સંપુર્ણ રીતે ઠપ્પ થઈ જશે. 21 માર્ચ 12 વાગ્યાથી 22 માર્ચ રાત્ર 10 વાગ્યા સુધી કોઈપણ પેસેન્જર ટ્રેન ચાલશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..