કોરોનાના કેસ વધતા આખું રાજસ્થાન 31 માર્ચ સુધી લોકડાઉન, મુખ્યમંત્રી અશોક ગહેલોતે કરી જાહેરાત

કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને સરકારે રવિવારથી 31 માર્ચ સુધી ટોટલ લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. જોકે આ દરમિયાન દૈનિક જરૂરિયાત જેમ કે શાકભાજી, દૂધ અને મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે. આ પહેલા કેટલાક રાજ્યના થોડા શહેરોમાં લોકડાઉન કર્યું છે પરંતુ પહેલું એવું રાજ્ય રાજસ્થાન બન્યું છે કે જ્યાં સંપૂર્ણ રીતે લોકડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી છે.

અશોક ગહેલોતે કરી જાહેરાત

રાજસ્થાનમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. આવામાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે શનિવારે રાત્રે જાહેરાત કરી છે કે ‘કોરોના વાયરસ’ને ધ્યાનમાં રાખીને રાજ્ય 22 માર્ચથી 31 માર્ચ સુધી લોકડાઉન રહેશે. શાકભાજી, ડેરી જેવી રોજીંદી જરૂરિયાતની દુકાનો ખુલ્લી રહેશે.

સરકારી ઓફિસ, ફેક્ટરી અને જાહેર સેવાઓ બંધ

મુખ્યમંત્રી ગેહલોતે નિવેદન જાહેર કરીને જણાવ્યું કે લોકડાઉન દરમિયાન તમામ સરકારી અને ખાનગી ઓફિસ, મોલ, ફેક્ટરી, પબ્લિક ટ્રાંસપોર્ટ બંધ રહેશે. તેમણે લોકોને અપીલ કરી છે કે સરકાર તરફથી જાહેર કરેલી એડવાઈઝરીનું પાલન કરવામાં આવે અને તેઓ ઘરમાંથી બહાર ન નીકળે.

રાજસ્થાનમાં 33 કેસ

રાજસ્થાનમાં શનિવારે કોરોના વાયરસના 8 નવા કેસ સામે આવ્યા છે. સંક્રમિત લોકોમાં 5 ભીલવાડા જ્યારે એક જયપુર છે. રાજસ્થાનમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 33 સુધી પહોંચી ગઈ છે.

સોડિયમ હાઈપોક્લોરાઈટ ઘોલના છંટકાવની જરૂર

ભીલવાડામાં કોરોનાની ભયાનક સ્થિતિ એટલે કે સ્ટેજ-3ને ધ્યાનમાં રાખતા WHO અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અંતર્ગત કામ કરનારા નેશનલ સેન્ટર ઓફ ડિસીઝ કંટ્રોલની ટીમ શનિવારે સવારે ભીલવાડા આવી હતી. WHOની ટીમ આકલન કરવામાં લાગી ગઈ છે કે બિમારી કેટલી ફેલાઈ શકે છે અને કેવી રીતે કંટ્રોલ કરી શકાય છે? ડિસીઝ કંટ્રોલ ટીમે એમજી હોસ્પિટલમાં ભરતી પોઝિટિવ, શંકાસ્પદ દર્દી સહિત આઉટડોરમાં આવનારા દર્દીઓની બિમારી, સારવાર, વર્કિંગનું બપોર સુધી એનાલિસિસ કર્યું અને દિલ્હી માટે રવાના થઈ ગઈ હતી. આ તમામના આધારે ટીમ એક રિપોર્ટ તૈયાર કરીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને મોકલશે.નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, સોડિયમ હાઈપોક્લોરાઈટ ઘોલના 1% છંટકાવની જરૂર છે. પરંતુ અત્યાર સુધી અધિકારીઓનું ધ્યાન આ તરફ નથી ગયું. દિલ્હી સહિત દેશના ઘણા હિસ્સામાં લાગેલી ટીમોના નિષ્ણાતો સાથે વાતચીત કરી તો ખબર પડી કે ચીનના ઘણા શહેરોમાં આવી સ્થિતિ બનવા પર છંટકાવ કરવાથી થોડી રાહત મળી હતી.

300 લોકો હોસ્પટિલ પહોંચ્યા, અધિકારીઓએ હાથ પર સીલ લગાવ્યા

બાંગડ હોસ્પિટલામાં દાખલ દર્દી અને ત્યાં કામ કરનારા લગભગ 300 પુરુષ તથા મહિલાઓ અલગ અલગ સમયે એમજી હોસ્પિટલમાં પહોંચ્યા અને પોતાને દાખલ કરવાની વાત કહી. એમજી હોસ્પિટલ પહેલા તેમને CMHO ઓફિસ જવા માટે કહ્યું. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા તો તેમનું નામ, સરનામું અને મોબાઈલ નંબર લઈને હાથ પર સીલ લગાવીને ઘરે જવા માટે કહ્યું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો