અમદાવાદ માં BRTS બસ અંડરબ્રીજ સાથે ધડાકાભેર અથડાતા અડધી બસ ચિરાઈ ગઈ! બસના બે ફાડીયા થઈ ગયા

અમદાવાદમાં રોડની વચ્ચે દોડતી બીઆરટીએસ બસ (BRTS) બસનો એક વિચિત્ર અકસ્માત થયો છે (Ahmedabad BRTS Accident) આ બસ અમદાવાદના અખબાર નગર પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે તે અચનાક જ અન્ડર બ્રિજના પીલરની દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ જતા અકસ્માત થયો હતો. બનાવની વિગત એવી છે કે કાલે શહેરના અખબારનગર વિસ્તારમાં આવેલા અન્ડર બ્રિજ નીચેથી એક […]

નિયમિત સવારે પીવો કોથમીરનો જ્યુસ, પછી જુઓ ફાયદા, પેટ સાથે સંકળાયેલી સમસ્યાઓ કરશે દૂર

કોથમીર સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભકારી છે. કોથમીર ફક્ત આંખો માટે જ સારી હોય એવું નથી. તેનાં નિયમિત સેવનથી શરીરને અનેક લાભ થાય છે. કોથમીરમાં સમાવિષ્ટ પોટેશિયમ, વિટામીન-સી, કેલ્શિયમ અને મેગ્નેશિયમ સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ અનેકવિધ સમસ્યાઓને દૂર કરવા માટે સહાયરૂપ સાબિત થાય છે. આમ તો તે મુખ્યત્વે ભોજનનો સ્વાદ વધારવા માટે ઉપયોગી સાબિત થાય છે […]

અમદાવાદમાં પોલીસે માસ્કનો દંડ માંગતા શખ્સે બનાવટી PSI બનીને જમાવ્યો રોફ, આઈકાર્ડ માંગતા જ આરોપીની પોલ ખુલ્લી પડી ગઇ

કોરોનાની ગાઇડલાઇન (Corona Guideline)નો અમલ કરાવતી વખતે સરકારી કર્મચારીઓ અને પ્રજા વચ્ચે અનેક વખત ઘર્ષણના બનાવો જોવા મળી રહ્યા છે. એમાં પણ ખાસ કરીને જ્યારે માસ્ક ન પહેરવા બદલ દંડ (Mask Fine)ની વાત આવે ત્યારે લોકો મિજાજ ગુમાવી દેતા હોય છે. લોકો પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરીને તેમને મનફાવે તેમ બોલતા હોય છે. એક દિવસ પહેલા […]

નોકરીયાત વર્ગ માટે ખાસઃ 1 એપ્રિલથી બદલાઈ જશે સેલરીનો નિયમ, જાણો ફાયદો થશે કે નુકસાન?

આગામી વર્ષ એટલે કે 2021માં એપ્રિલ મહિનાથી નવો વેજ રૂલ (New Wage Rule) એટલે કે વેતનનો નવો નિયમ લાગુ થઈ જશે. નવા નિયમને કારણે ન ફક્ત પ્રોવિડન્ટ ફંડ (Provident Fund), ગ્રેચ્યુટી (Gratuity) અને હાથમાં આવનાર સેલરી (In hand salary) ઉપર પણ મોટી અસર પડશે. પણ ભારતના ફોર્મલ સેક્ટરની બેલેન્સ શીટમાં પણ તેની અસર જોવા મળશે. […]

લગ્નોમાં થતા લખલૂટ ખર્ચને અટકાવવા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પાટીદાર સહિત તમામ સમાજની દીકરીનાં લગ્ન 41 હજારમાં કરાવી આપશે, બંને પક્ષ માટે તમામ સુવિધા પૂરી પાડશે

લગ્નોમાં થતા લખલૂટ ખર્ચને અટકાવવા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને પાર્ટી પ્લોટ, હોલ, ફાર્મ હાઉસ તેમજ ઘરે બંધાતા મંડપને બદલે જાસપુર ખાતે આવેલા ઉમિતા માતાના મંદિરમાં જ લગ્નવિધિ સંપન્ન કરવા પહેલ કરી છે. ઉમિયા ફાઉન્ડેશન લગ્નોમાં થતા લાખોના ખર્ચાને બદલે માત્ર 41 હજારમાં લગ્ન કરાવી આપશે. ફાઉન્ડેશન કન્યાને 7 હજારનું પાનેતર, લગ્નમાં આવેલા જાનૈયા સહિતના મહેમાનો માટે […]

વૃદ્ધા પોતે ભણી ન શક્યા પણ બાળકો ભણે તે માટે જીવનભરની પૂંજી નવસારીની મોલધરા પ્રાથમિક શાળાને દાન આપી દીધી

નવસારીના મોલધરા ગામે આવેલી પ્રાથમિક શાળાને રાઠોડ મહિલાએ રૂ.1 લાખનું માતબર દાન આપ્યું છે. આજીવન તેમણે મુંબઇમાં રહીને મહેનત-મજુરી કરી એકત્રીત કરેલા આ રૂપિયા થકી ગામના બાળકો અભ્યાસ કરી શકે અને તેમને સવલત મળે તેવા ઉમદા હેતુથી વૃદ્ધા તેમના સ્વર્ગસ્થ પતિની યાદમાં આ દાન કરીને હળપતિ સમાજમાં એક અનોખુ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. પોતે નિરક્ષર […]

ઉપલેટામાં પ્રેમ સંબંધમાં સમાધાનની વાત કરવા 18 વર્ષના યુવાનને બોલાવી છરીના ઘા ઝીંકી હત્યા, એકના એક પુત્રનું મોત

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ફરી એક વખત પ્રેમ સંબંધનો કરૂણ અંજામ થયાનું સામે આવ્યું છે. સમાધાન માટેની વાતચીત મામલે પ્રેમીના ઘરે જઈ યુવતીના ભાઇએ પ્રેમીને છરીનો તિક્ષણ ઘા ઝીંકી તેની હત્યા નીપજાવી છે. રાજકોટ શહેર તેમજ રાજકોટ જીલ્લો અવાર નવાર ચર્ચાનું કારણ બનતો રહેતો હોય છે. રાજકોટ શહેર તેમજ રાજકોટ જિલ્લા માં અવારનવાર ગુનાખોરીના બનાવો સામે […]

રાજકોટની આત્મીય કોલેજમાં ભણેલી રચના ત્રિવેદી અમિતાભ બચ્ચન સાથે કૌન બનેગા કરોડપતિ ગેમમાં સિલેક્ટ થઈ, આટલા રૂપિયા જીતી

અમિતાભ બચ્ચન દ્વારા ફેમસ થયેલો રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિમાં રાજકોટની દીકરી રચના ત્રિવેદી સિલેક્ટ થઈ છે. તારીખ 7 અને 8 ડિસેમ્બરના દિવસે રચના હોટસીટ પર બેસી કૌન બનેગા કરોડપતિ ગેમ રમી હતી. જેમાંથી 7મી ડિસેમ્બરે તેઓ 10 હજાર રૂપિયા જીતી ચૂક્યા છે. જ્યારે કાલે તેઓ 3.20 લાખ રૂપિયા જીત્યા છે. રચનાએ રાજકોટની આત્મીય કોલેજમાંથી […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1325 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,21,493 થયો

ગુજરાતમાં કોરોના કેસ (Gujarat Corona Virus Case) સતત વધી રહ્યા છે. અમદાવાદ સહિતનાં ચાર શહેરોમાં નાઈટ કરફ્યૂ (Night curfew) લાગુ કરવા છતાં પણ રાજ્યમાં કોરોનાનાં કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં સતત 1500થી વધુ કોરોના કેસ નોંધાઇ રહ્યા હતા. તેમા ગત બે દિવસથી ઘટાડો થયો છે અને 1400થી પણ ઓછા […]

શિયાળામાં ‘સૂંઠ’ ગણાય છે ખૂબ જ ફાયદાકારક, પેટમાં અરૂચિ, વાયુ કે ભૂખ ન લાગે ત્યારે કરો આવા ઉપાય

શિયાળામાં સૂંઠ ખૂબ જ ફાયદાકારક ગણાય છે. તેનો નિયમિત ઉપયોગ ઘણી બીમારીમાંથી બચાવે છે. સૂંઠ એટલે સુકાયેલું આદુંનો પાવડર. સૂંઠ રુચિકારક, આમવાતનાશક, પાચક, હલકી, ઉષ્ણ, પચ્યા પછી મધુર, કફ અને વાયુના રોગો મટાડનાર, કબજિયાત મટાડનાર, મળસારક, વમન, શ્વાસ, શૂળ, ખાંસી, હૃદયરોગો, સોજા, અનિદ્રા, આફરો, પેટના અને વાયુના રોગોમાં હિતાવહ છે. આમ સૂંઠને આયુર્વેદમાં ‘વિશ્વભેષજ’ નામ […]