ઉપલેટામાં પ્રેમ સંબંધમાં સમાધાનની વાત કરવા 18 વર્ષના યુવાનને બોલાવી છરીના ઘા ઝીંકી હત્યા, એકના એક પુત્રનું મોત

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ફરી એક વખત પ્રેમ સંબંધનો કરૂણ અંજામ થયાનું સામે આવ્યું છે. સમાધાન માટેની વાતચીત મામલે પ્રેમીના ઘરે જઈ યુવતીના ભાઇએ પ્રેમીને છરીનો તિક્ષણ ઘા ઝીંકી તેની હત્યા નીપજાવી છે.

રાજકોટ શહેર તેમજ રાજકોટ જીલ્લો અવાર નવાર ચર્ચાનું કારણ બનતો રહેતો હોય છે. રાજકોટ શહેર તેમજ રાજકોટ જિલ્લા માં અવારનવાર ગુનાખોરીના બનાવો સામે આવતા હોય છે. તો સાથે જ પારિવારિક સંબંધો, લોહીના સંબંધો તેમજ પ્રેમ સંબંધોના કરુણ અંજામ પણ સામે આવતા હોય છે. ક્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અત્યાર નો બનાવ સામે આવ્યો છે. જે બનાવમાં 18 વર્ષીય યુવક અમિત એ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા મૃતક યુવાનના પરિવારજન દિલીપભાઈ જગુ ભાઈ પરમારની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે પોલીસે પ્રારંભિક તબક્કે હત્યા કરનાર હાર્દિક જીવાભાઇ સોલંકી સામે આઈપીસીની કલમ 326, 504, 506, 447 તેમજ જીપી એક્ટ ની કલમ 135 મુજબ ગુનો નોંધ્યો હતો. બાદમાં સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત યુવાનનું મૃત્યુ થતાં પોલીસે કલમ 302નો ઉમેરો કરી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉપલેટાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પાસે આવેલા વિસ્તારમાં રહેતા અમિત મહેન્દ્રભાઈ ઉર્ફે બાલાભાઈ પરમાર નામના યુવકને હાર્દિક જીવાભાઇ સોલંકી નામના વ્યક્તિની બહેન સાથે પ્રેમ સંબંધ હતો. પ્રેમ સંબંધ વિશે હાર્દિક જીવાભાઇ સોલંકી ને જાણ થતાં તે કોઈ પણ ભોગે પોતાની બહેનના પ્રેમીને સબક શીખવાડવા તેમજ પ્રેમ સંબંધમાં ભંગાણ પડે તેવું ઈચ્છી રહ્યો હતો. ત્યારે સોમવારના રોજ છ વાગ્યા આસપાસ હાર્દિક અમિત ના ઘરે પહોંચ્યો હતો.

બહેનના પ્રેમીના ઘરે પહોંચી આરોપી હાર્દિકે અમિતના પરિવારજનોને કહ્યું હતું કે, તમારા પરિવારનો અમિત છેલ્લા પંદરેક દિવસથી મારી બહેનને વારંવાર ફોન કરે છે. તેમજ તે બંને વચ્ચે પ્રેમ સંબંધ પણ બંધાઈ ગયેલ છે. તમારો દીકરો અમિત અમારી મરજી વિરુદ્ધ મારી બહેન સાથે ફોનમાં વાતચીત કરે છે. ત્યારે તમે તેને અત્યારે જ અહી બોલાવો મારે તેની સાથે વાત કરવી છે. ત્યાર બાદ અમે અમિતને તેના કામના સ્થળેથી ઘરે બોલાવ્યો હતો. જે બાદ પ્રેમ સંબંધ મામલે પરિવારજનો એ માફી માંગવાનું કહેતા અમારા દીકરા અમિતે હાર્દિક ની માફી પણ માગી હતી. જે બાદ હાર્દિક અમારા ઘર ની બહાર પણ જતો રહ્યો હતો. જો કે અચાનક તે ઉશ્કેરાય જતા તે અમારા ઘરમાં પાછો ફર્યો હતો જે બાદ અમારા દીકરા અમિતને પેટના ભાગે છરી નો ઘા ઝીંક્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો