આગામી વર્ષ એટલે કે 2021માં એપ્રિલ મહિનાથી નવો વેજ રૂલ (New Wage Rule) એટલે કે વેતનનો નવો નિયમ લાગુ થઈ જશે. નવા નિયમને કારણે ન ફક્ત પ્રોવિડન્ટ ફંડ (Provident Fund), ગ્રેચ્યુટી (Gratuity) અને હાથમાં આવનાર સેલરી (In hand salary) ઉપર પણ મોટી અસર પડશે. પણ ભારતના ફોર્મલ સેક્ટરની બેલેન્સ શીટમાં પણ તેની અસર જોવા મળશે. સરકારે ગત વર્ષે સંસદમાં વેજ કોડ (Wage Code) બિલ પારિત કર્યું હતું અને કમ્પનસેશન (Compensation)નો આ નવો નિયમ તે જ વેજ કોડનો ભાગ છે. આ નવી વ્યવસ્થાના અમુક ફાયદા (advantages of new wage rule) તો છે, પણ તેની સામે નુકસાન (disadvantages of new wage rule) પણ ઘણું છે.
Ads by
બદલાઈ જશે સેલરી સ્ટ્રક્ચર
આગામી નાણાકીય વર્ષ 2021-22થી વેજની નવી પરિભાષા લાગુ થશે, જેમાં પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરનાર એક્ઝિક્યુટિવની સેલરી પણ સામેલ છે. નવા નિયમ હેઠળ તમામ ભથ્થું કુલ સેલરીના 50 ટકાથી વધારે થઈ શકશે નહીં. એટલે કે એપ્રિલ 2021થી કુલ સેલરીમાં બેઝિક સેલરીનો હિસ્સો 50 ટકા કે પછી તેનાથી વધારે રાખવો પડશે. આ નવું વેજ રૂલ આવ્યા બાદ સેલરી સ્ટ્રક્ચરમાં મોટો બદલાવ જોવા મળશે.
જાણો નવા નિયમના ફાયદા
જો નવા નિયમના ફાયદાની વાત કરીએ તો તેનો અસલ ફાયદો રિટાયરમેન્ટ બાદ જોવા મળશે, કેમ કે તેનાથી ગ્રેચ્યુટીની રકમ વધી જશે. ગ્રેચ્યુટી બેઝિક સેલરીના હિસાબથી ગણવામાં આવે છે અને બેઝિક સેલરી વધવાને કારણે ગ્રેચ્યુટીની રકમ પણ વધી જશે. આ નવી વ્યવસ્થામાં કર્મચારી અને કંપની બંનેનું પીએફ કોન્ટ્રિબ્યુશન વધી જશે, એટલે કે તમારું સેવિંગ્સ વધી જશે. જો કે, તેનાથી તમારી ઈન હેન્ડ (હાથમાં આવતી રકમ) પર અસર પડશે.
નવા નિયમના નુકસાન
નવા નિયમથી ફાયદો ઓછો અને નુકસાન વધારે છે. તેનાથી સૌથી મોટું નુકસાન એ છે કે તેનાથી કારણે કર્મચારીઓનાં હાથમાં આવતી રકમ ઓછી થઈ જશે. જણાવી દઈએ કે, વધારે સેલરીવાળા એક્ઝિક્યુટિવની સેલરીમાં 70-80 ટકા હિસ્સો તો એલાઉન્સનો હોય છે. કર્મચારીઓને વધારે આ નિયમનો બોજો કંપનીઓ પર પડશે. પીએફ કોન્ટ્રિબ્યુશન અને ગ્રેચ્યુટીમાં વધારાને કારણે કંપનીઓનો ખર્ચ વધી જશે અને એ કહેવું ખોટું નહીં હોય કે કંપનીઓ આ વધારાનો તમામ બોજો કર્મચારીઓનાં ખભા પર જ નાખશે. એટલે અંતે તો કર્મચારીઓને જ પિસાવવાનો વારો આવશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..