અમદાવાદમાં રોડની વચ્ચે દોડતી બીઆરટીએસ બસ (BRTS) બસનો એક વિચિત્ર અકસ્માત થયો છે (Ahmedabad BRTS Accident) આ બસ અમદાવાદના અખબાર નગર પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે તે અચનાક જ અન્ડર બ્રિજના પીલરની દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ જતા અકસ્માત થયો હતો.
બનાવની વિગત એવી છે કે કાલે શહેરના અખબારનગર વિસ્તારમાં આવેલા અન્ડર બ્રિજ નીચેથી એક બીઆરટીએસ બસ પસાર થઈ રહી હતી. દરમિયાન બસમાં બેસેલા મુસાફરો કઈ સમજે તે પહેલાં બસ ધડાકાભેર અન્ડર બ્રિજના એક પીલરમાં ટકરાઈ ગઈ હતી. પીલર સાથે ટકરાતા જ બસનો મોરો ચીરાઈ ગયો હતો અને નાસભાગ મચી ગઈ હતી.
જોકે, સદનસીબે બસ અથડાઈ ત્યારે બસમાં બે જ મુસાફર હતા અને તેમનો આબાદ બચાવ થયો હતો પરંતુ તેના ડ્રાઇવરને ઇજા પહોંચી હતી પરંતુ સૌના મોઢે એક જ પ્રશ્ન હતો કે આવો અખસ્માત કેવી રીતે અકસા્માત થયો હતો જોકે, પ્રાપ્ત અહેવાલો મુજબ સ્ટિયરીંગ લોક થતા અકસ્માત થયો હતો.
આ બસનો અકસ્માત થતા બસનો મોરો 9 ફૂટ કરતા વધારે ચીરાઈ ગયો હતો અને જેવી રીતે ચાકૂ કોઈ ચીજમાં ઘૂસી જાય તેમ પીલર બસની અંદર ઘૂસી ગયો હતો. આમ બસની સ્પીડ કેટલી હશે તે પણ એક મોટો પ્રશ્ન છે. અકસ્માતના પગલે ચક્કાજામ થઈ ગયો હતો અને પોલીસ અને ટ્રાફિકના પોલીસનો કાફલો ઉતરી આવ્યો છે.
બીઆરટીએસના એક અધિકારીએ જણાવ્યું કે આ બસના ડ્રાઇવરનું નામ રમેશ ભાઈ અને સુપરવાઇઝર બે વ્યક્તિ જ સવાર હતા બંને જણાને ઇજા થઈ હતી અને તેમને બંનેને સારવાર માટે મોકલવામાં આવ્યા છે. અધિકારીના મતે અન્ડરપાસમાં સ્પીડ ખાસ હોતી નથી પરંતુ ડ્રાઇવરના સ્ટેટમેન્ટ પર આધાર છે.
તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install App
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:હાઈકોર્ટે પ્રતિ કલાક 50 કિ.મી.ની સ્પીડ નક્કી કરી, BRTSનો ડ્રાઈવર 70ની સ્પીડે બસ ચલાવતો હશે, મીટરનો કાંટો 70 પર લોક
અમદાવાદ16 કલાક પહેલા
અકસ્માતની 2 તસવીર: બસ 9 ફૂટ ચિરાઈ ગઈ, સ્પીડ મીટર 70 કિ.મી. પર અટકી ગયું
2015માં હાઈકોર્ટે BRTS બસની સ્પીડ 50 કિ.મી. પ્રતિ કલાક નિયત કરી હતી
9 ફૂટ સુધી બસ ચિરાઇ એ માટે ઓવર સ્પીડ જવાબદાર, રસ્તા પર બસનું ઓઇલ 20 ફૂટ સુધી દૂર ગયું
બસનો કેટલોક ભાગ 25 ફૂટ સુધી ફેંકાયો
અખબારનગર અંડરપાસ પાસે થયેલા અકસ્માતમાં અનેક તથ્યો વિશે દિવ્યભાસ્કર દ્વારા તપાસ કરવામાં આવી છે. આ અકસ્માતમાં બસ વચ્ચેથી 2 ફૂટ પહોંળાઈ અને સીધા 9 ફૂટ સુધી ચિરાઈ ગઈ હતી. આ માટે બસની ઓવર સ્પીડ હોવાનું સામે આવી રહ્યું છે. એટલું જ નહીં બસનું સ્પીડ મીટર 70 કિમી પર અટકી ગયું છે, એટલે કે અકસ્માતમાં થયો અને બસ રોકાઈ ત્યાં સુધી બસની સ્પીડ 70 કિમી પ્રતિ કલાક હોય શકે છે. 2015માં હાઈકોર્ટે BRTS બસની સ્પીડ 50 કિમી પ્રતિ કલાક નક્કી કરી હતી, આમ છતાં ડ્રાઈવરો બેફામ બસ ચલાવી રહ્યા છે. જેને કારણે દુર્ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી.
બસની ઓવર સ્પીડ હોવાનું સામે આવી રહ્યું છે
બસની ઓવર સ્પીડ હોવાનું સામે આવી રહ્યું છે
બસની ડિવાઈડર સાથે ભટકાઈ અને 9 ફૂટ જેટલી ચિરાઈ ગઈ
દિવ્યભાસ્કર દ્વારા બનાવના સ્થળે જઈને તપાસ કરતા 20 ફૂટ સુધી બસના કાટમાળ અને ઓઇલ ફેલાયું હતું. બસની અંદર બે ફૂટ પહોંળાઈ જેટલું ભાગ બની ગયો છે. જ્યારે બસની ડિવાઈડર સાથે ભટકાઈ અને ચિરાઈ ગઈ તે અંતર 9 ફૂટ જેટલું છે. બસની બહાર રસ્તા પર 25 ફૂટ સુધી કાચના ટુકડા ફેંકાયા છે જે પણ પૂર ઝડપે બસ ડિવાઈડર સાથે ભટકાઈ હોવાની તરફ ઈશારો કરી રહી છે.
BRTSની સ્પીડ લિમિટ 50ની, છતાં ડ્રાઈવર 70-70ની સ્પીડે ચલાવે છે
અમદાવાદમાં બસ અકસ્માતની ઘટનાઓ સતત વધતા 2015માં હાઈકોર્ટે BRTS બસની સ્પીડમાં ઘટાડો કર્યો હતો. જે અનુસાર, BRTS બસની સ્પીડ 50 કિ.મી પ્રતિ કલાક રાખવામાં આવી હતી. છતાં કેટલાક ડ્રાઈવરો દ્વારા બેફામ બસ ચલાવતા આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે. આજની ઘટનામાં પણ ડ્રાઈવર 70 કિ.મીની સ્પીડે બસ ચલાવતો જોવાનું સ્પીડ મીટર દ્વારા જાણવા મળ્યું છે.
અન્ડરબ્રિજમાં આખી બસ જ ઘૂસી જતાં બસનાં બે ફાડિયાં થઈ ગયાં હતાં, જેને પગલે બે લોકોને ઈજા પહોંચી છે. આ બે ઈજાગ્રસ્તમાંથી ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચી છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, આજે બપોરના સમયે BRTS બસ શહેરના અખબારનગર અન્ડરબ્રિજ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે એક ટૂ-વ્હીલરચાલક આડે આવ્યો હતો, જેને પગલે તેને બચાવવા જતાં આ અકસ્માત થયો હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત મળી રહી છે. જો કે સદનસીબે બસમાં બે લોકો જ હતા, જો વધુ લોકો હોત તો કોઈનું મોત પણ થઈ શક્યું હોત.
BRTS બસ ઓવર સ્પીડ અને સ્ટિયરિંગ લોક થવાના કારણે ડિવાઈડર પર ચઢી અન્ડરપાસના પિલ્લર સાથે અથડાઈ હતી. જેને પગલે બસના વચ્ચેથી અડધે સુધી ફાડીયા થઈ ગયા હતાં. આ અકસ્માતના થોડી ક્ષણો પહેલા જ તમામ પેસેન્જર પ્રગતિનગર પાસે ઉતરી જતા અકસ્માતમાં મોટી ખુવારી થતા સહેજમાં બચી ગઈ હતી.આ બનાવ એટલો તો ગંભીર હતો કે, બસ ડ્રાઈવર સાઈડથી 9 ફૂટ સુધી ચિરાઈ ગઈ હતી. જેને કારણે માત્ર બસની અંદરનો ભાગ કાટમાળ બની ગયો છે. ઈજાગ્રસ્ત બનેલા ડ્રાઈવર રમેશ મકવાણા પ્રગતિ નગર પાસે પેસેન્જરને ઉતારીને બસને RTO ડેપો પાસે લઇ જતા હતા. તે સમયે અન્ડરપાસમાં બસ ઉતારતાની સાથે જ બસનું સ્ટિયરિંગ લોક થવાના કારણે બસ ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ અને અકસ્માત થયો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..