Browsing category

સમાચાર

સૌરાષ્ટ્રમાં કોરોનાના નવા 3 પોઝિટિવ કેસ સામે આવ્યા, રાજકોટ(ગ્રામ્ય)માં 1, ગીર સોમનાથ-1, પોરબંદર-1 મળી 3 નવા પોઝિટિવ કેસ નોંધાયા

સૌરાષ્ટ્રમાં આજે 29 માર્ચે વધુ ત્રણ કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં ફ્રાન્સથી રાજકોટના મુંજકા આવેલા 36 વર્ષીય યુવક, વેરાવળમાં ગઇકાલે વૃદ્ધને પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો તેના પરિવારજન અને પોરબંદરમાં 48 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. પોરબંદર જિલ્લામાં પ્રથમ કેસ પોઝિટિવ આવતા લોકોમાં ભયનો માહોલ છે. રાજકોટ શહેર બાદ ગ્રામ્ય પંથકમાં કોરોના પ્રસર્યો રાજકોટમાં વધુ એક […]

ઈટાલીની ભૂલમાંથી ભારતે લીધો બોધ, હોસ્પિટલોમાં ડોક્ટર અને સ્ટાફની ખેંચ ના પડે એટલે કરી આ ખાસ વ્યવસ્થા

COVID-19 જેવી ભયાનક મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરશે તેવો ખતરો દેખાય તો શું હોસ્પિટલના સંપૂર્ણ સ્ટાફને એકસાથે તહેનાત કરી દેવો જોઈએ? ઈટાલીએ તો આમ જ કર્યું. પરંતુ આ રણનીતિનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે, જો કોઈ એક સ્વાસ્થ્યકર્મીને કોરોના વાયરસનું સંક્રમણ થાય તો હોસ્પિટલના બાકીના સ્ટાફને પણ ક્વોરન્ટીનમાં મોકલવો પડે. કારણકે હોસ્પિટલનો દરેક સ્ટાફ […]

ભારતીય રેલ્વેનું અદભુત કામ: ટ્રેનના કોચને આઇસોલેશન વોર્ડમાં બદલ્યા, કહ્યું- ત્રણ લાખ બેડ બનાવી આપવાની તૈયારી

દેશભરમાં ફેલાયેલા કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે (Indian Railway)એ ટ્રેનના ડબ્બામાં જ આઇસોલેશન વોર્ડ (Isolation Ward from Railway Coach) તૈયાર કરી દીધો છે. રેલવે તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે ઉત્તર રેલવે અંતર્ગત જગાધરી વર્કશોપમાં 28 ડબ્બાઓને આઇસોલેશન વોર્ડમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યા છે. રેલવેનું કહેવું છે કે જો જરૂર પડશે તો અમે આવા ત્રણ […]

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કોરોના સામેની જંગમાં આપ્યું 51 કરોડ રૂપિયાનું દાન

કોરોના વાયરસ સામે ચાલી રહેલા જંગમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પણ જોડાયું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શનિવારે વડાપ્રધાનના સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલિફ ઈન ઈમરજન્સી સિચ્યુએશન્સ (પીએમ-કેર્સ)માં 51 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. બીસીસીઆઈએ એક યાદીમાં જણાવ્યું છે કે બોર્ડ પ્રમુખ સૌરવ ગાંગુલી, સેક્રેટરી જય શાહ અને બોર્ડના અધિકારીઓ તથા રાજ્ય એસોસિયેશનોએ વડાપ્રધાનના રાહત ફંડમાં […]

પુણેની વાઈરોલોજિસ્ટ મીનલ ભોસલેએ ભારતની સૌપ્રથમ સ્વદેશી કોરોના ટેસ્ટ કિટ બનાવી પછી બાળકીને જન્મ આપ્યો, માત્ર 2.5 કલાકમાં આપશે કોરોનાનો રિપોર્ટ

ભારતમાં બનેલી પહેલી કોરોના વાઇરસ ટેસ્ટિંગ કિટ બજારમાં આવી ગઇ છે. પૂણેની માયલેબ ડિસ્કવરી ભારતની એવી પહેલી કંપની છે કે જેને ટેસ્ટિંગ કિટના ઉત્પાદન અને વેચાણની મંજૂરી મળી છે. પૂણે, મુંબઇ, દિલ્હી, ગોવા અને બેંગલુરુમાં 150 ટેસ્ટ કિટ પહોંચી ચૂકી છે. આ મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક કંપની એચઆઇવી, હેપેટાઇટિસ બી તથા સી સહિતની બીમારીઓ માટેની ટેસ્ટિંગ કિટ […]

પોરબંદરના બે મહિલા તબીબો પોતાના ગર્ભમાં ઉછરી રહેલા બાળકની ચિંતા કર્યા વગર આપી રહ્યા છે સેવા, આવા રાષ્ટ્રરક્ષકોને દિલથી સલામ

સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો કહેર છે, ભારતમાં પણ કોરોનાના દરરોજ પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં કોરોનાના કુલ 58 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 4 લોકોના મોત નીપજ્યાં છે. કોરોનાનો ચેપ વધુ લોકોને ન લાગે એ માટે એક તરફ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ અનેક રાષ્ટ્રરક્ષકો છે જે પોતાની ચિંતા કર્યા […]

અમદાવાદમાં કોરોનાના વધુ ત્રણ પોઝિટિવ કેસ, એકનું મોત, ગુજરાતમાં પોઝિટિવ કેસનો આંકડો 58એ પહોંચ્યો, મૃત્યુઆંક 5

ગઈકાલે(શનિવારે) રાજ્યમાં 55 પોઝિટિવ કેસો નોંધાયા હતા. ત્યારે આજે અમદાવાદમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ આવતા આંકડો 58 પર પહોચ્યો છે. ત્યારે આજે સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત નિપજ્યું છે. આ વ્યક્તિ ડાયાબિટીસની બીમારીથી પણ પીડાતો હતો. આજના મોત સાથે રાજ્યમાં કોરોનાથી મૃત્યુપામનારનો આંકડો 5 પર પહોંચ્યો છે. A 45-year-old #COVID19 patient died […]

લોકડાઉનમાં લટાર મારવા બહાર નીકળ્યા તો ગુનો દાખલ થશે, કારકિર્દી મુશ્કેલ બનશે અને પાસપોર્ટ બનાવવામાં પણ તકલીફ થશે: DGPની ચીમકી

કોરોના વાઈરસના પગલે ગુજરાતમાં લોકડાઉન છે ત્યારે લટાર મારવા નીકળતા યુવાનો સામે ગુજરાત પોલીસના ડીજીપી કડક વલણ દાખવ્યું હતું. શિવાનંદ ઝાએ ચીમકી આપીને જણાવ્યું હતું કે, ઘરની બહાર નીકળશો તો તમારી સામે ગુનો દાખલ થશે. જેના કારણે તમારી કારકિર્દી મુશ્કેલ બની જશે, પાસપોર્ટ બનાવવામાં પણ તકલીફ પડશે. રાજ્યના પોલીસવડાશ્રી શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, વડાપ્રધાન […]

અક્ષય કુમારે કોરોના વાઇરસ સામે લડવા માટે 25 કરોડ રૂપિયાનું દાન કર્યું

મહામારી કોરોના વાઇરસ સામે લડવા માટે સરકાર તમામ પગલાં ઉઠાવી રહી છે. નાણું એકઠું કરવા માટે પ્રધાનમંત્રી મોદી દ્વારા PM-CARES ફંડ (પ્રધાનમંત્રી સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઈન ઇમરજન્સી સિચ્યુએશન ફંડ) શરૂ કરવામાં આવ્યું છે. સૌથી વધુ ટેક્સ પે કરનાર એક્ટર અક્ષય કુમાર દેશ હિત માટે ઘણું દાન કરે છે. હવે તેણે કોરોના વાઇરસ સામે લડવા […]

કોરોના સામે જંગ લડવા ઉદાર હાથે ટાટા ગ્રૂપ આવ્યું ભારતની મદદે, રતન ટાટા અને ટાટા સન્સ રૂ.1500 કરોડનું દાન આપશે

ટાટા સન્સ રૂ. 1000 કરોડ આપશે, રતન ટાટા 500 કરોડની સહાય કરશે કોરોના વાયરસને કારણે ભારત અને દુનિયામાં હાહાકાર મેચેલો છે. દરમિયાન, ટાટા જૂથે કોરોના વાયરસ સામેના યુદ્ધમાં 500 કરોડની આર્થિક સહાયની જાહેરાત કરી છે. ટાટા જૂથના અધ્યક્ષ રતન ટાટાએ કહ્યું છે કે ટાટા જરૂરિયાત સમયે દેશના કામે આવી રહી છે, અને આ વખતે જરૂરિયાત […]