પોરબંદરના બે મહિલા તબીબો પોતાના ગર્ભમાં ઉછરી રહેલા બાળકની ચિંતા કર્યા વગર આપી રહ્યા છે સેવા, આવા રાષ્ટ્રરક્ષકોને દિલથી સલામ

સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો કહેર છે, ભારતમાં પણ કોરોનાના દરરોજ પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં કોરોનાના કુલ 58 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 4 લોકોના મોત નીપજ્યાં છે. કોરોનાનો ચેપ વધુ લોકોને ન લાગે એ માટે એક તરફ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ અનેક રાષ્ટ્રરક્ષકો છે જે પોતાની ચિંતા કર્યા વગર હોમ ક્વોરોન્ટાઇન કરાયેલા લોકોની દેખરેખ સહિતની કામગીરી કરી રહ્યાં છે. પોરબંદરમાં બે મહિલા તબીબ સગર્ભા હોવા છતાં હાલની સ્થિતીમાં સેવાને મહત્વ આપી ને સાવચેતી સાથે ફરજ બજાવી રહી છે.

બે સગર્ભા તબીબ પોરબંદરમાં બજાવી રહ્યાં છે ફરજ

પોરબંદર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના RBSK માં સેવા આપી રહેલા પોરબંદરના ડો.ડિમ્પલબેન પંડ્યા અને ડો.મનાલીબેન ભટ્ટ હાલ સર્ગભા છે. છતાં તેઓએ રજા મુકી નથી અને બન્ને હોમ ક્વોરોન્ટાઇન લોકોના દેખરેખ અંગેના રિપોર્ટ તેમજ જરૂરી અહેવાલ અને વહિવટી તેમજ સેવાકીય કામગીરી બજાવી રહ્યા છે. ડો.ડિમ્પલબેન પડ્યાએ જણાવ્યુ હતુ કે, અમે આ પરિસ્થિતિમાં પણ કામ કરી રહ્યા છે. લોકોએ સ્વયંશિસ્ત કેળવીને લોકડાઉનની સ્થિતિમાં ઘરમાં જ રહેવુ જોઇએ.

ડો.ડિમ્પલબેન અને ડો.મનાલીબેન પ્રેરણારૂપ કામગીરી કરી રહ્યા છે: જિલ્લા આરોગ્ય અધિકારી

જિલ્લા આરોગ્ય અધિકારી એ.જી.રાઠોડે જણાવ્યુ હતું કે, સમગ્ર જિલ્લામાં તબીબો અને કર્મચારીઓ ટીમ વર્કથી કામ કરી રહ્યા છે. ડો.ડિમ્પલબેન અને ડો.મનાલીબેન પ્રેરણારૂપ કામગીરી કરી રહ્યા છે. અને તેમને પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે. જિલ્લાનો આરોગ્ય સ્ટાફ ખડેપગે છે. અને જિલ્લામાં લોકો વધુને વધુ આ રોગચાળાથી સાવચેત થાય અને માર્ગદર્શિકા પ્રમાણે તકેદારી રાખે તે માટે બજાવવાની થતી સેવામાં સમર્પિત છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો