Browsing category

સમાચાર

કોરોના વાયરસનું એકપણ લક્ષણ નહોતું, છતાં અમદાવાદની મહિલા ડોક્ટરનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો

કોરોના વાયરસનું નામ સાંભળતા જ મોટાભાગના લોકો ફફડવા લાગે છે. આ જીવલેણ વાયરસ દુનિયાભરમાં 30,000થી વધારે લોકોના મોતનું કારણ બન્યો છે. તમે જાણતા હશો કે સામાન્ય રીતે કોરોના વાયરસ દરમિયાન દર્દીના શરીરમાં સૂકી ઊધરસ, તાવ, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળતા હોય છે. પરંતુ શહેરની ESIC હોસ્પિટલમાં પેથોલોજિસ્ટ મહિલાને ગળામાં માત્ર સામાન્ય ઈન્ફેક્શન […]

કોરોનાને હરાવનાર અમદાવાદની યુવતીએ લોકોનો જુસ્સો વધારવા પોતાની 10 દિવસની કહાની જણાવી… કહ્યુ- આઈસોલેશન વોર્ડમાં 10 દિવસ વીતાવ્યા પછી મને ઘરમાં રહેવાની કિંમત સમજાય છે

કોરોનાના ભયની વચ્ચે આ સુખદ સમાચાર છે. ગુજરાતમાં પહેલીવાર રવિવારે કોરોનાના 2 દર્દી સાજા થઈને ઘરે પહોંચી ગયા છે. બંને મહિલા છે. આરોગ્ય સચિવ જયંતી રવિનું કહેવું છે કે દર્દી ઝડપથી સાજા પણ થઈ રહ્યાં છે. અમદાવાદની મહિલાએ બધા દર્દીઓ અને લોકોનો જુસ્સો વધારવા પોતાની 10 દિવસની કહાની જણાવી… ઓહ માય ગોડ… (કોરોના વાઈરસમાંથી સાજા […]

સાવધાન! યોગ કરવાથી કોરોના ના થાય તેવી વાતોમાં ભરમાશો નહીં. 26 વર્ષની યોગા એક્સપર્ટ યુવતી બની કોરોનાનો શિકાર

કોરોના વાયરસ અમેરિકા જેવા સાધન-સંપન્ન દેશમાં પણ કહેર વર્તાવી રહ્યો છે, ત્યારે આપણા દેશમાં યોગ કરવાથી અને અમુક પ્રકારની વસ્તુઓ ખાવાથી કોરોના નથી થતો તેવા દાવા કરાય છે. જોકે, હકીકત એ છે કે આ વાયરસ એટલો ખતરનાક છે કે તે ગમે તેવા તંદુરસ્ત અને યુવાવયના લોકોને પણ આસાનીથી પોતાના શિકાર બનાવી શકે છે. કોરોનાનો ભોગ […]

કોરોના વાયરસથી ટ્રમ્પની ઉડી ગઈ ઊંઘ, અમેરિકામાં 1 લાખ લોકોના મોતની ચેતવણી, વૈજ્ઞાનિકો માટે પણ પડકાર છે કોવિડ-19

ઘાતક હથિયારો અને મજબૂત અર્થવ્યવસ્થાના દમ પર સમગ્ર દુનિયામાં રોફ મારનાર અમેરિકા પણ કોવિડ-19ની સામે ઝઝૂમી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર તમામ કોશિશ કરી રહી છે પરંતુ સૂક્ષ્મ કોરોના કંટ્રોલમાં નથી આવી રહ્યો. જેના કારણે હવે સ્થિતિ એવી છે કે અમેરિકા દુનિયાનો સૌથી વધારે સંક્રમણ ધરાવતો દેશ બન્યો છે. અમેરિકામાં એક લાખ કરતા વધારે પોઝિટિવ […]

કોરોનાના કહેર વચ્ચે માનવતા મહેકી ઉઠી: આર્મી જવાને અમદાવાદમાં ગરીબો અને શ્રમજીવીઓ માટે શરૂ કર્યું રસોડું

કોરોના વાયરસનો (Coronavirus) કહેર વધી રહ્યો છે તેવામાં દેશભરમાં લોકડાઉનના પગલે ગરીબોની હાલત કફોડી થઈ છે. ગરીબ પરિવારોને મદદ કરવા અનેક લોકો આગળ આવતા માનવતા મહેંકી ઉઠી છે. ત્યારે દેશની સરહદ પર સુરક્ષા કરતા આર્મી જવાને પણ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પંજાબમાં બોર્ડર પર ફરજ બજાવતા એક આર્મી જવાને અમદાવાદમાં ગરીબ અને શ્રમજીવીઓ […]

સુરતથી આવ્યા સારા સમાચાર, પ્રથમ કોરોના દર્દીને હોસ્પિટલમાંથી અપાઈ રજા, યુવતીએ જણાવી સ્વસ્થ થઈને ઘરે આવવાની સમગ્ર કહાની

લંડનથી આવેલી સુરતની 21 વર્ષની યુવતી સ્વસ્થ થઈ રવિવારે રાત્રે પાર્લેપોઇન્ટ સ્થિત પોતાના ઘરે આવી છે. તેણે કોરોના લક્ષણની શરૂઆત, હોસ્પિટલમાં મળેલી સારવાર, તબીબો સાથેના અનુભવ અને 14 દિવસના આઇસોલેટેડ પિરિયડ કેવી રીતે પસાર કર્યો, તે વિશે વાત કરી હતી. આ યુવતી ગુજરાતનો પહેલો પોઝિટિવ કેસ હતો અને તે સ્વસ્થ થઈને ઘરે આવ્યા બાદ તેનો […]

કોરોનાના કારણે જર્મનીના અર્થતંત્રને થઈ રહેલા નુંકશાનથી કેવી રીતે ઉગારવું તેની ચિંતાથી નાણાંમંત્રીએ કરી આત્મહત્યા

કોરોના વાયરસે મોતનો અને આર્થિક નુંકશાનનો એ હદે દાટ વાળ્યો છે કે તેની સીધી જ અસર હવે લોકોના માનસ પર થવા લાગી છે. કોરોનાના કારણે અર્થતંત્ર પર પડી રહેલી નકારાત્મક અસરથી ચિંતિત જર્મનીના હેસે રાજ્યના નાણાંમંત્રી થોમસ શાફરે તો આત્મહત્યા કરી લેતા દુનિયાભરમાં સનસનાટી મચી જવા પામી છે. જર્મનીની કંગાળ થઈ રહેલી અર્થવ્યવસ્થાના કારણે તેઓ […]

બોર્ડર પર તૈનાત સૈનિક પોતાના પુત્રના અંતિમ સંસ્કારમાં સામેલ ન થઈ શકયા, વીડિયો કોલ પર કર્યા અંતિમ દર્શન

કોરોના અને લોકડાઉને એક પિતાને એટલા મજબૂર બનાવી દીધા કે તેઓ પોતાના પુત્રની અંતિમયાત્રામાં પણ સામેલ ન થઈ શકયા. વીડિયો કોલિંગ પર તેમણે અંતિમયાત્રા જોઈ અને બોલ્યા લવ યુ બેટા, માફ કરજે મને. હું તને મળવા આવી ન શકયો. આ દ્રશ્ય જોઈને અહીં ઉપસ્થિત દરેકની આંખમાં આંસુ આવી ગયા હતા. ઘોટપાલ ગામમાં રહેનાર રાજકુમાર નેતામ […]

કોરોના વાઈરસ સામેની લડાઈમાં અદાણી જૂથનુ રૂ. 100 કરોડથી વધુનું યોગદાન, ગુજરાતને રૂ. 5 કરોડનું દાન

દેશમાં કોરોના સામેની લડતમાં અદાણી જૂથે પણ મહત્વનુ યોગદાન આપ્યું છે. વડા પ્રધાનના રાહત ભંડોળમાં રૂ. 100 કરોડ આપવા ઉપરાંત હાલમાં કપરી સ્થિતિનો સામનો કરી રહેલા લોકોને સહાય કરી છે. ગૌતમ અદાણી દ્વારા ગુજરાતના મુખ્યમત્રી રાહત ફંડમા રૂ. 5 કરોડ આપ્યા હતા. મુન્દ્રા પોર્ટના કામદારો માટે દૈનિક 1000 ફૂડ પેકેટ અદાણી જૂથે એસવીપી હોસ્પિટલ અમદાવાદના […]

લોકડાઉનથી આખી દુનિયાના પ્રદૂષણના સ્તરમાં થયો ઘટડો, ઓઝોન લેયરમાં પડેલ ગાબડું ભરાવા લાગ્યું

પૂરી દુનિયામાં હાલમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન છે. રસ્તાઓ પર ટ્રાફિક નથી. ફેક્ટ્રી પણ બંધ છે. બિલ્ડીંગો બનવાનું કામ થંભી ગયું છે. લોકડાઉનની શરૂઆત ચીનથી શરૂ થઈ હતી. હવે દુનિયાના મોટાભાગના દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. લોકડાઉનને કારણે મોટો ફાયદો એ થયો છે કે તેનાથી ઓઝોન લેયરમાં પડેલ ગાબડું હવે ભરાવા લાગ્યું છે. પૃથ્વીના દક્ષિણ ધ્રુવમાં […]