કોરોના અને લોકડાઉને એક પિતાને એટલા મજબૂર બનાવી દીધા કે તેઓ પોતાના પુત્રની અંતિમયાત્રામાં પણ સામેલ ન થઈ શકયા. વીડિયો કોલિંગ પર તેમણે અંતિમયાત્રા જોઈ અને બોલ્યા લવ યુ બેટા, માફ કરજે મને. હું તને મળવા આવી ન શકયો. આ દ્રશ્ય જોઈને અહીં ઉપસ્થિત દરેકની આંખમાં આંસુ આવી ગયા હતા.
ઘોટપાલ ગામમાં રહેનાર રાજકુમાર નેતામ એસએસબીમાં હવાલદાર છે. તે હાલ નેપાળ બોર્ડર પર ડ્યુટી કરી રહ્યાં છે. રાજકુમાર 14 વર્ષથી પરિવારથી દૂર રહીને દેશની સેવા કરી રહ્યાં છે. તેમને બે પુત્રીઓ છે, આદિત્ય(1 વર્ષ) અને એક છોકરો હતો. આદિત્યને છેલ્લા થોડા મહિનાથી ટ્યુમરની બીમારી હતી. જાન્યુઆરીમાં પુત્રના ઈલાજ માટે રાજકુમાર ઘોટપાલ આવ્યા હતા. તેને લઈને હૈદરાબાદ પણ ગયા હતા. આદિત્ય સાજો થઈ ગયો હતો, જોકે બુધવારે અચાનક તબિયત બગડી હતી. પરિવારના સભ્યો તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ગુરુવારે તેનું મોત થઈ ગયું હતું. રાજકુમારને જ્યારે પુત્રની ગંભીર તબિયત અંગે જાણવા મળ્યું તો તેમણે ઘરે આવવાની કોશિશ કરી હતી. જોકે લોકડાઉનના કારણે તે શકય થઈ શક્યું ન હતું. અગામી દિવસે તેમને આદિત્યના મોતના સમાચાર મળ્યા.
રાજકુમાર કહ્યું કે અંતિમ વખતે હું મારા પુત્રને જોઈ શકયો નહિ. દેશની સેવા અને સુરક્ષા મારું પ્રથમ કર્તવ્ય છે. મેં અધિકારીઓને માહિતી આપી હતી. બધાએ મારો સાથ આપ્યો પરંતુ લોકડાઉનને કારણે હું અતિમયાત્રામાં સામલ થઈ શક્યો ન હતો. મને સમગ્ર જીવન દરમિયાન આ વાતનું દુ:ખ રહેશે. જેવી સ્થિતિ સામાન્ય થશે કે તરત જ હું પરિવારને મળવા જઈશ. જોકે દુ:ખ એ વાતનું છે કે જ્યારે હવે હું ઘરે જઈશ ત્યારે મારો પુત્ર મારી સાથે હશે નહિ. હું જ્યાં ડ્યુટી પર છું ત્યા નેટવર્કનું કવરેજ મળવામાં પણ ખૂબ જ મુશ્કેલી આવે છે. એવામાં મેં ખરાબ નેટવર્કની વચ્ચે વીડિયો કોલિંગ પર પુત્રની અંતિમ યાત્રાના દર્શન કર્યા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..