ભારતીય રેલ્વેનું અદભુત કામ: ટ્રેનના કોચને આઇસોલેશન વોર્ડમાં બદલ્યા, કહ્યું- ત્રણ લાખ બેડ બનાવી આપવાની તૈયારી

દેશભરમાં ફેલાયેલા કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે (Indian Railway)એ ટ્રેનના ડબ્બામાં જ આઇસોલેશન વોર્ડ (Isolation Ward from Railway Coach) તૈયાર કરી દીધો છે. રેલવે તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે ઉત્તર રેલવે અંતર્ગત જગાધરી વર્કશોપમાં 28 ડબ્બાઓને આઇસોલેશન વોર્ડમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યા છે. રેલવેનું કહેવું છે કે જો જરૂર પડશે તો અમે આવા ત્રણ લાખ આઇસોલેશન બેડ બનાવી શકીએ છીએ.

કહેવામાં આવ્યું છે કે 28 નૉન એસી કોચને આઇસોલેશન વોર્ડમાં બદલી નાખવામાં આવ્યા છે. જગાધી વર્કશૉપમાં પાંચ અને AMVમાં પાંચ ડબ્બાને આઇસોલેશન વોર્ડમાં બદલી દેવાયા છે.

બંને વર્કશૉપ પ્રોટોટાઇપ કોચ ફાઇનલ સ્ટેજમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે 28 કોચ 10 દિવસની અંદર એટલે કે છઠ્ઠી એપ્રિલ સુધી તૈયાર થઈ જશે.

કહેવામાં આવી રહ્યું છે કે દરેક કોચના અંતિમ પાર્ટિશન પરથી દરવાજો હટાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત દરેક કોચની અંતે એક ઇન્ડિયન સ્ટાઇલ ટૉઇલેટને બાથરૂમમાં બદલી દેવામાં આવ્યો છે.

ટૉઇલેટમાં ડોલ, ટબ અને સાબુની ટ્રે પણ રાખવામાં આવી છે. સાથે જ કોચના મીડલ બર્થને પણ હટાવી દેવામાં આવી છે.

રેલવે તરફથી જાણકારી આપવામાં આવી છે કે નૉન એસી કોચરમાં ત્રીજા બર્થ એટલે કે ઉપર ચઢવા માટે લગાવવામાં આવેલી સીડીને પણ હટાવી દેવામાં આવી છે. સાથે જ દરેક કોચમાં બે બૉટલ હોલ્ટર પર લગાવવામાં આવ્યા છે, જેનાથી મેડિકલ ઇક્વિપમેન્ટ્સ રાખી શકાય.

ડબ્બાઓના ચાર્જિંગ સ્લૉટ્સને પણ સરખા કરવામાં આવ્યા છે. સાથે જ દરેક કેબિનમાં પ્લાસ્ટિકના પડદા લગાવવાની તૈયારી ચાલી રહી છે.

ઉત્તર રેલવેના પ્રવક્તા દીપક કુમારે કહ્યું કે, રેલવેએ એસી વિનાના ટ્રેનના ડબ્બાઓમાં ફેરફાર કરીને કોરોના વાયરસના દર્દીઓની સારવાર માટે એક આઇસોલેશન વોર્ડનો પ્રોટોટાઇપ તૈયાર કર્યો છે. આગામી કેટલાક દિવસોમાં કેટલાક સૂચનોને અંતિમ રૂપ આપ્યા બાદ પ્રત્યેક રેલવે ઝોન દર સપ્તાહ 10 ડબ્બાઓ સાથે નિર્માણ કરશે. બાદમાં તેને ગ્રામીણ વિસ્તાર અથવા જે ક્ષેત્રમાં જરૂર હશે ત્યાં ઉપલબ્ધ કરાવશે.ચીન. ઇટાલી અને અમેરિકાની સ્થિતિ જોઇને ભારત સહિત તમામ દેશ કોરોના વાયરસ સામે લડવા યુદ્ધસ્તર પર તૈયારી કરી રહ્યા છે. ભારત સરકાર ખરાબ સ્થિતિ માટેની પણ તૈયારી કરી રહી છે.

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે શનિવાર સુધી દેશમાં કોરોનાના 873 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેમાંથી 775 એક્વિવ છે, જ્યારે 66 લોકો સારા થઈ ચુક્યા છે. જ્યારે દેશમાં અત્યાર સુધી કુલ 19 લોકોનાં મોત થઈ ચુક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો