મહામારી કોરોના વાઇરસ સામે લડવા માટે સરકાર તમામ પગલાં ઉઠાવી રહી છે. નાણું એકઠું કરવા માટે પ્રધાનમંત્રી મોદી દ્વારા PM-CARES ફંડ (પ્રધાનમંત્રી સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઈન ઇમરજન્સી સિચ્યુએશન ફંડ) શરૂ કરવામાં આવ્યું છે. સૌથી વધુ ટેક્સ પે કરનાર એક્ટર અક્ષય કુમાર દેશ હિત માટે ઘણું દાન કરે છે. હવે તેણે કોરોના વાઇરસ સામે લડવા માટે પીએમ ફંડમાં 25 કરોડ રૂપિયા દાન કરવાની જાહેરાત કરી છે.
અક્ષય કુમારે કહ્યું કે, અત્યારે એ સમય છે જ્યારે આપણે પોતાના લોકોની જિંદગીની ચિંતા કરીને તેની કાળજી રાખવા જેટલું થઇ શકે એટલું કરવું જોઈએ. હું મારી બચતમાંથી પીએમ મોદીજીના ફંડમાં 25 કરોડ રૂપિયાનું યોગદાન આપવાની શપથ લઉં છું. ચાલો જિંદગી બચાવીએ. જાન હૈ તો જહાન હૈ.
This is that time when all that matters is the lives of our people. And we need to do anything and everything it takes. I pledge to contribute Rs 25 crores from my savings to @narendramodi ji’s PM-CARES Fund. Let’s save lives, Jaan hai toh jahaan hai. 🙏🏻 https://t.co/dKbxiLXFLS
— Akshay Kumar (@akshaykumar) March 28, 2020
આ મહામારી સામે લડવા માટે ઘણા સેલેબ્સ આર્થિક સહાય કરી રહ્યા છે. અગાઉ કોમેડિયન કપિલ શર્માએ પીએમ ફંડમાં 50 લાખ રૂપિયા આપ્યા છે. ઉપરાંત હ્રિતિક રોશને 20 લાખ રૂપિયાની કિંમતના માસ્ક કેરવર્કર્સ માટે આપ્યા છે. સાઉથ ઇન્ડસ્ટ્રી પણ આ પહેલમાં પાછળ નથી. પ્રભાસે 4 કરોડ રૂપિયા, પવન કલ્યાણે 2 કરોડ, રામ ચરણે 70 લાખ, ચિરંજીવીએ 1 કરોડ, મહેશ બાબુએ 1 કરોડ રૂપિયા, અલુ અર્જુને સવા કરોડ રૂપિયા,અને રજનીકાંતે 50 લાખ રૂપિયા આપ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..