Browsing category

સમાચાર

કોરોના કહેર વચ્ચે કાશ્મીરમાં 48 કલાકમાં બીજો આતંકી હુમલો, CRPFના 3 જવાન થયા શહીદ

કોરોનાના કહેર વચ્ચે પણ આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળોને નિશાન બનાવવું ભુલ્યા નથી. હજી તો હંદવાડમાં ગઈ કાલે થયેલા હુમલાને 48 કલાક પણ નથી થયા ને આતંકીઓએ સીઆરપીએફની ટીમને નિશાન બનાવી છે. આ આતંકી હુમલામાં સીઆરપીએફના 3 જવાન શહીદ થયા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો આતંકવાદીઓએ આજે […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 376 પોઝિટિવ કેસ, આજે 29ના મોત સાથે મૃત્યુઆંક 319 અને કુલ દર્દી 5,804 થયા

કોરોના વાયરસની રાજ્યમાં ભરડો લીધો છે. દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 376 કેસ નોંધાયા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

રાજકોટમાં પોલીસે દુકાનદારને ધમકાવી દુકાનનું તાળું ખોલાવ્યું, તમાકુ, સિગારેટ અને સોપારીનો કોથળો ભરી લઈ ગઈ

લૉકડાઉનની કપરી સ્થિતિમાં પોલીસના બે સ્વરૂપ જોવા મળ્યા છે. એક તરફ તે નિરાધાર લોકોની મદદે આવી છે તો બીજી તરફ રસ્તા પર નાના રેકડીવાળાઓ પર રોફ જમાવી રહી છે. આવી કર્ફ્યૂ ભરી સ્થિતિમાં એમનું સારૂં-નરસું વર્તન સતત ચર્ચામાં રહ્યું છે. રાજકોટ શહેરમાં પોલીસ પાન-મસાલાના બંધાણીઓ સામે આંખ લાલ કરી રહી છે. પરંતુ, બંધાણીઓને શ્રેણીમાં કેટલાક […]

પ્રાઈવેટ હોસ્પિટલમાં કોરોનાથી 74 વર્ષના વૃદ્ધનું થયું મોત, હોસ્પિટલે સારવારનું 16 લાખનું બિલ ફટકાર્યું

કોરોનાના દર્દીઓથી સરકારી હોસ્પિટલો ઉભરાઈ રહી છે, અને પ્રાઈવેટ હોસ્પિટલો તેના માટે કલ્પના ના કરી શકાય તેટલા ચાર્જ વસૂલી રહી છે. તેવામાં મધ્યમ વર્ગની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. મુંબઈમાં સામે આવેલી એક ઘટનામાં એક વ્યક્તિને કોરોનામાં ના માત્ર પોતાના 74 વર્ષીય પિતાને ગુમાવવા પડ્યા, પરંતુ પ્રાઈવેટ હોસ્પિટલનું 16 લાખ રુપિયાનું તગડું […]

સુરતમાં લોકડાઉન હોવા છતા મસ્જિદમાં નમાઝ માટે એકઠા થયેલા 9 લોકોની કરાઈ ધરપકડ

કોરોનાના સંક્રમણને અટકાવ માટે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે લોકોને કોરેન્ટાઇનની સૂચના હોવા છતા માસ્ક પહેર્યા વિના અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વિના સુરતના નાનપુરા વિસ્તરમાં નમાઝ માટે એકત્ર થયાની બાતમી પોલીસને મળી હતી, જેને આધારે પોલીસે 9 લોકોની ધરપકડ કરીને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા […]

અમદાવાદમાં ખાખીનો દુરૂપયોગ: કોન્સ્ટેબલ દારૂની ખેપ મારતા 10 પેટી સાથે ઝડપાયો, આ રીતે કરતો હતો હેરાફેરી

હાલમાં આખા દેશમાં કોરોનાના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે અને લોકો ઘરમાં જ છે. ત્યારે પોલીસો પોતાની ફરજ બજાવી રહ્યા છે અને જીવના જોખમે રસ્તા પર છે. છતાં અમુક કર્મચારીઓને ખાખીનું ભાન રહેતું નથી અને ન કરવાના ધંધા કરે છે. એવા જ એક પોલીસ કોન્સ્ટેબલ હિતેશ પટેલનું કારનામું છતું થયું છે. તેની પાસેથી 10 પેટી […]

અમદાવાદીઓ માટે વધુ એક ચિંતાજનક સમાચાર, સુપર માર્કેટનાં 5 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો

અમદાવાદમાં કોઈપણ રીતે કોરોનાનાં કેસો ઓછા થવાનું નામ લઈ રહ્યા નથી. અમદાવાદમાં હવે રોજ 200થી પણ વધારે કેસો સામે આવી રહ્યા છે. આજે પણ છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 274 પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્યારે 23 લોકોનાં મોત થયા છે. તો અમદાવાદના એસજી હાઈવે પર બજરંગ સુપર માર્કેટનાં 5 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. લેટેસ્ટ ન્યૂઝ […]

અમદાવાદમાં કોરોનાને કારણે સફાઈકર્મીનું મોત, મહામારી વચ્ચે પણ શહેરને સ્વચ્છ રાખનાર કોરોના વોરિયર્સ એવાં 3 સફાઈકર્મીઓએ ગુમાવ્યો જીવ

અમદાવાદમાં કોરોનાને કાળો કહેર વર્તાવ્યો છે. આવાં કપરાં સમયમાં પણ સફાઈકર્મીઓ પોતાના જીવનાં જોખમે શહેરને ચોખ્ખું રાખી રહ્યા છે. આપણે ડોક્ટરો અને પોલીસ જવાનોની થાળીઓ અને તાળીઓ વગાડી સન્માન આપ્યું હતું. પણ સફાઈકર્મી પણ એટલાં જ સન્માનનાં પાત્ર છે. અમદાવાદમાં આજે એક સફાઈકર્મી કોરોના સામેની જંગ હારી ગયો હતો. અમદાવાદમાં કોરોનાને કારણે કુલ 3 સફાઈકર્મીઓ […]

કોરોનાથી સંક્રમિત થયેલા સિવિલના ડોક્ટરોને પોતાની જ હોસ્પિટલમાં નથી મળી રહ્યા બેડ, વાયરલ થયેલી વોટ્સએપ ચેટે ભાંડો ફોડ્યો

અમદાવાદના સિવિલ હોસ્પિટલ કંપાઉન્ડમાં આવેલી ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટયૂટના ૪૦ જેટલા ડોક્ટરો સહિતના સ્ટાફને મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ આવ્યો છે, રેસિડેન્ટ ડોક્ટરોએ રૂમ નંબર ૫૪ નામના એક ગ્રૂપમાં પોતાની વ્યથા ઠાલવી છે, આ ગ્રૂપમાં હોસ્પિટલના ટોચના ડોક્ટરો પણ સામેલ છે, જેમાં અલગ અલગ ડોક્ટરોએ પોતાની વ્યથા ઠાલવતાં કહ્યું કે, પ્લીઝ અમને ઈન્સાન ગણો, જાનવરે ગણી […]

કાશ્મીરમાં 21 રાષ્ટ્રીય રાઈફલના કમાંડિંગ ઓફિસર કર્નલ આશુતોષ શર્મા સહિત પાંચ જવાન શહીદ થયા

હંદવાડામાં શનિવાર રાતથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સેનાની 21 રાષ્ટ્રીય રાઈફલ્સના કમાંડિંગ ઓફિસર આશુતોષ શર્મા સહિત પાંચ જવાન શહીદ થયા છે. અથડામણમાં સેનાએ બે આતંકવાદીઓ પણ માર્યા છે. આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતીના આધારે નોર્થ કાશ્મીરના એક ઘરમાં સેનાના જવાનોએ હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ ઘરના સભ્યોને બંધક બનાવીને રાખ્યા હતા. તેઓને બચાવવા માટે સેના અને પોલીસની ટીમ […]