Browsing category

સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 441 પોઝિટિવ કેસ, આજે 49 દર્દીના મોત, મૃત્યુઆંક 368 થયો અને કુલ દર્દી 6,245 થયા

કોરોના વાયરસ ગુજરાતમાં બેકાબૂ બન્યો છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 441 કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં આજે 349 કેસ નોંધાયા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]

હોમગાર્ડ પોલીસકર્મીની 13 વર્ષની પુત્રીનું અવસાન થતાં ડ્યૂટીને વધારે મહત્વ આપી 2 દિવસમાં જ માતાએ જૉઈન કરી ડ્યૂટી, આ સમર્પણને સલામ!

કોરોના વાયરસના આ કાળમાં આખા દેશમાં અને દુનિયામાં એવા ઘણા પ્રેરણાત્મક જોવા-સાંભળવા મળી રહ્યાં છે કે, તેના વિશે કહેવા માટે પૂરતા શબ્દો પણ મળતા નથી. અત્યારે કોરોના સામેની લડાઈમાં ડૉક્ટર્સ-નર્સ, પોલીસકર્મીઓએ દિવસ-રાત એક કરી દીધા છે. એક કિસ્સો છે ઓરિસ્સાથી જ્યાં એક મહિલા કે જેઓ હોમગાર્ડ છે તેમણે પોતાની દીકરીના મોતના બે દિવસ બાદ જ […]

સુરતમાં લૉકડાઉનમાં આત્મહત્યાનો બીજો કિસ્સો પ્રકાશમાં આવ્યો, ઉમેશ પટેલ નામના વેપારીએ ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર

સુરતમાં લૉકડાઉન દરમિયાન કરૂણાંતિકાઓ અટકવાનું નામ નથી લેતી. આજે સુરતમાં પાનમાવાના એક વેપારીએ લૉકડાઉનમાં ઘરની બહાર ન નીકળવા દેતા આપઘાત કરી લીધો છે. શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા ઉમેશ પટેલ નામના વેપારીએ ઘરમાં ઝેરી દવા ગટગટાવી લેતા હાહાકાર મચી ગયો છે. બનાવની વિગત એવી છે કે શહેરના અડાજણ વિસ્તારમાં ઉમેશ પટેલ રહેતા હતા અને પાનમાવાનો ધંધો […]

અમદાવાદીઓ શાકભાજી ખરીદતા પહેલાં ચેક કરજો જો ફેરિયાઓ પાસે સ્ક્રિનિંગ કાર્ડ હોય તો જ ખરીદજો શાકભાજી

અમદાવાદ શહેરમાં નોવેલ કોરોના વાયરસ સામેની લડતમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્રારા વિવિધ સ્ટ્રેટજી અપનાવીને અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત હવે તમામ શાકભાજી વેચતાં ફેરિયાઓનું હેલ્થ સ્ક્રિનિંગ ફરજીયાત કરવામાં આવશે. આજથી તમામ શાકભાજી ફેરિયાઓનું હેલ્થ સ્ક્રિનિંગ કરીને ખાસ એક કાર્ડ આપવામાં આવશે. જે કાર્ડ સ્ક્રિનિંગ કર્યાના 7 દિવસ સુધી માન્ય રાખવામાં આવશે. 7 […]

સુરતમાં કોરોના મહામારી વચ્ચે માનવતા મહેંકી ઉઠી, હિન્દુ યુવકનું મોત થતા મુસ્લિમ બિરાદરોએ આપી કાંધ

કોરોનાથી કંઈ સારું થયું હોય તો તે છે વ્યક્તિ આજે નાત જાતના વાડા ભૂલી માનવી બન્યો છે. લોકો ધર્મ જોયા વિના એકબીજાને મદદ કરતાં થયા છે. સુરતના ઉમરવાડા વિસ્તારમાં એક હિન્દુ વ્યક્તિનું મોત નીપજ્યું હતું, ત્યારે તેમના પુત્ર પાસે અંતિમ સંસ્કારના પણ રૂપિયા કે અર્થીને કાંધ આપવા માટે માણસો નહીં હોઈ સોસાયટીમાં રહેતાં મુસ્લિમ બિરાદરોએ […]

કોરોના વાયરસ પર 4 આશાના કિરણ દેખાયા, જાણીને પીએમઓ એ લીધો રાહતનો શ્વાસ

કોરોના વાયરસથી જંગ લડી રહેલા ભારતે આજે લોકડાઉનમાં કેટલીક ઢીલ આપી છે, જેનાથી અર્થતંત્ર ચાલી શકે. આ ઢીલ સરકાર ત્યારે જ આપી શકી જ્યારે તેમને કેટલાંક પોઝિટીવ સંકેત મળ્યા. તેમાં ઇન્ફેકશન રેટ, ડેથ રેટ ઘટાડવાનું સામેલ છે. તેની સાથે જ ભારતનો કોરોનાથી રિકવરી રેટ પણ સારો છે. અત્યાર સુધી 10886 લોકો કોરોનાથી સ્વસ્થ થઇ ચૂકયા […]

વેરાવળમાં બીડી આપવાની ના પાડતાં પિતા-પુત્રનો યુવક પર તલવાર વડે હુમલો, વચ્ચે પડેલી માતાને પણ ન છોડી

લોકડાઉનના ત્રીજા તબક્કામાં પણ ગુજરાતમાં પાન-મસાલાની દુકાનો બંધ રાખવાનો સરકારે નિર્ણય કર્યો છે. તો પાન-મસાલાના બંધાણીઓ બેબાકળા બનીને બમણી કિંમતે નશો કરી રહ્યા છે. તો બીજી બાજુ નશો ન મળતાં તેઓ હુમલાઓને પણ અંજામ આપી રહ્યા છે. વેરાવળમાં બીડી આપવાની ના પાડતાં પિતા-પુત્રએ એક યુવક પર તલવાર વડે હુમલો કર્યો હતો. યુવકની માતા વચ્ચે પડતાં […]

‘સુરતથી સૌરાષ્ટ્ર જતા લોકોને 14 દિવસ હોમ ક્વોરન્ટાઈન રહેવું પડશે, 1 મહિના સુધી સુરત પરત નહીં ફરી શકે’ ટૂંક સમયમાં નિર્ણય કરાશે

રાજ્યમાં કોરોના વાયરસનો હાહાકાર મચેલો છે. ત્યારે મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે પોતાના બુલેટિનમાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે સૌરાષ્ટ્રવાસી રત્નકલાકારો માટે મહત્વના સમાચાર આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જે લોકો વતનમાં જવા માંગે છે, તેમને મંજૂરી આપવા સરકારની વિચારણા ચાલી રહી છે. પરંતુ શ્રમિકો પોતાના ગામે જઈ રહ્યા છે, ત્યાં ગામમાં […]

HIV, SARS જેવા રોગોમાં કારગત નીવડેલી રેમડેસિવીર દવા કોરોના સંક્રમણની ઝડપ ઘટાડવામાં ઉપયોગી, અમેરિકાએ આપી મંજુરી

સોમવારે સાંજે અમદાવાદના એક કોરોના સંક્રમિત, જે HIV પોઝિટિવ પણ હતા એ સઘન સારવાર પછી સાજાં થયાના સમાચાર છે ત્યારે સમાંતરે બીજા આશાસ્પદ સમાચાર એ છે કે HIVની સારવાર માટે વપરાતી Remdesivir મેડિસિન કોરોના સંક્રમણનો પ્રસાર રોકવામાં પણ ઉપયોગી નીવડે છે એવો દાવો વૈશ્વિક સ્તરે થઈ રહ્યો છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્ઝ કમિશનરે પણ આ […]

શહીદ મેજર અનુજના પિતાએ કહ્યું- દીકરાએ તેની ફરજ નિભાવી, દુખ તો એ વહુનું છે જે અઢી વર્ષ પહેલા આ ઘરમાં આવી

હંદવાડા એન્કાઉન્ટરમાં શહીદ થયેલા મેજર અનુજ સૂદના પિતા રિટાયર્ડ બ્રિગેડિયર ચંદ્રકાંત સૂદને જ્યારે એકમાત્ર પુત્રની શહીદીના સમાચાર મળ્યા તો તેમની આંખોમાંથી આંસૂ છલકાવા લાગ્યા. ત્યારબાદ મનને સંભાળ્યું, આખોં લૂછીને કહ્યું કે દીકરાએ તેની ફરજ નિભાવી. તે દેશને કામ આવ્યો. દુખતો એ વહુનું છે જ અઢી વર્ષ પહેલા આ ઘરમાં આવી. વાતચીતમાં શહીદના પિતા માત્ર આટલું […]