સુરતમાં લૉકડાઉનમાં આત્મહત્યાનો બીજો કિસ્સો પ્રકાશમાં આવ્યો, ઉમેશ પટેલ નામના વેપારીએ ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર

સુરતમાં લૉકડાઉન દરમિયાન કરૂણાંતિકાઓ અટકવાનું નામ નથી લેતી. આજે સુરતમાં પાનમાવાના એક વેપારીએ લૉકડાઉનમાં ઘરની બહાર ન નીકળવા દેતા આપઘાત કરી લીધો છે. શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા ઉમેશ પટેલ નામના વેપારીએ ઘરમાં ઝેરી દવા ગટગટાવી લેતા હાહાકાર મચી ગયો છે.

બનાવની વિગત એવી છે કે શહેરના અડાજણ વિસ્તારમાં ઉમેશ પટેલ રહેતા હતા અને પાનમાવાનો ધંધો કરતા હતા. દરમિયાન છેલ્લા 42 દિવસથી ઘરમાં લૉકડાઉન થયેલા પટેલને લાગી આવતા આજે તેમણે અંતિમ પગલું ભર્યુ હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ઉમેશ પટેલ 42 દિવસથી કથિત રીતે ઘરની બહાર નીકળ્યા નહોતા અને પરિવારે તેમને નીકળવા દીધા નહોતા. આ ઘટનાથી હતાહત થયેલા પટેલે ઝેરી દવાની પીને અંતિમ પગલું ભર્યુ હતું. આ ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો.

સુરત શહેરમાં લૉકડાઉન દરમિયાન આત્મહત્યાની આ બીજી ઘટના સામે આવી છે. વરાછાના રત્નકલાકારે પણ પિતાએ ઘરની બહાર નીકળવા માટે ઠપકો આપતા ઉતરાણ બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી હતી. આ ઘટનામાં તેનું મોત નીપજ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો