‘સુરતથી સૌરાષ્ટ્ર જતા લોકોને 14 દિવસ હોમ ક્વોરન્ટાઈન રહેવું પડશે, 1 મહિના સુધી સુરત પરત નહીં ફરી શકે’ ટૂંક સમયમાં નિર્ણય કરાશે

રાજ્યમાં કોરોના વાયરસનો હાહાકાર મચેલો છે. ત્યારે મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે પોતાના બુલેટિનમાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે સૌરાષ્ટ્રવાસી રત્નકલાકારો માટે મહત્વના સમાચાર આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જે લોકો વતનમાં જવા માંગે છે, તેમને મંજૂરી આપવા સરકારની વિચારણા ચાલી રહી છે. પરંતુ શ્રમિકો પોતાના ગામે જઈ રહ્યા છે, ત્યાં ગામમાં સંક્રમણ ન ફેલાય તે જોવાનું રહેશે. તેના માટે સરકારે ફરજિયાત 14 દિવસ હોમ ક્વોરન્ટાઈન રહેવું પડશે. એટલું જ નહીં, તેઓ એક મહિના સુધી સુરત પરત ફરી નહીં શકે. 14 દિવસ ક્વોરન્ટાઈન બાદ વધુ મહિનો રોકાવું પડશે. તેના માટે ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય કરાશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું કે, શ્રમિકોને વતન મોકલવા ખાસ ટ્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાંથી 21500થી વધુ લોકોને વતન મોકલાયા છે. 3 દિવસમાં 18 ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હોવાની વાત કરી છે. આજે સુરતથી પાંચ ટ્રેન જેમાં ત્રણ ઓડિશા, એક બિહાર અને એક ઝારખંડની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે અમદાવાદથી બે ટ્રેન બિહાર અને નડિયાદથી એક ટ્રેન ઉત્તરપ્રદેશના શ્રમિકોને લઇ જશે. આ આઠ ટ્રેનો થકી 9600 પરપ્રાંતિય શ્રમિકોને વતન મોકલાશે.

તેમણે ઉમેર્યું હતું કે, સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓને તેમના વતન જવાની અનુમતિ આપવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. જ્યારે તેમને વતન જવા દેવાની મંજૂરી આપવામાં આવશે ત્યારે તેમનું સ્ક્રિનિંગ કરવામાં આવશે. જ્યારે તે પોતાના વતન પહોંચશે ત્યાં તેમનું મેડિકલ પરિક્ષણ કરવામાં આવશે. તેમજ વતનમાં પ્રવેશ મેળવ્યા બાદ 14 દિવસ હોમ ક્વૉરન્ટીન રહેવું પડશે. 14 દિવસના ક્વૉરન્ટીન ફરજીયાત છે અને ત્યારબાદ એક મહિનો પણ ત્યાં જ રહેવું પડશે. તેમને પાછા આવવાની પરવાનગી અપાશે.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણની વિગતો આપતા મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં હજુ બે અઠવાડિયા સુધી પાન, ગુટખા, બીડી-સીગરેટની વેચાણ કરતી દુકાનો અને લિકર શોપ ચાલુ કરી શકાશે નહીં. આ નિર્ણયને પગલે અમદાવાદ,વડોદરા, રાજકોટ અને સુરતમાં કોઇ છૂટછાટ આપવામાં આવશે નહીં. રાજકોટ ઓરેન્જ ઝોનમાં હોવા છતાં લોકડાઉનનો કડક અમલ કરાશે. દરેક ઝોનમાં સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી ઘરમાં જ રહેવું પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો