HIV, SARS જેવા રોગોમાં કારગત નીવડેલી રેમડેસિવીર દવા કોરોના સંક્રમણની ઝડપ ઘટાડવામાં ઉપયોગી, અમેરિકાએ આપી મંજુરી

સોમવારે સાંજે અમદાવાદના એક કોરોના સંક્રમિત, જે HIV પોઝિટિવ પણ હતા એ સઘન સારવાર પછી સાજાં થયાના સમાચાર છે ત્યારે સમાંતરે બીજા આશાસ્પદ સમાચાર એ છે કે HIVની સારવાર માટે વપરાતી Remdesivir મેડિસિન કોરોના સંક્રમણનો પ્રસાર રોકવામાં પણ ઉપયોગી નીવડે છે એવો દાવો વૈશ્વિક સ્તરે થઈ રહ્યો છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્ઝ કમિશનરે પણ આ દવા કોરોના સંક્રમણ સામે ભારે ઉપયોગી સાબિત થઈ હોવાનું સ્વીકાર્યું હોવાથી નવી આશા બંધાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

શું છે આ દવા?

બાયોટેકનોલોજી અને ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રની અમેરિકાની ટોચની કંપની ગિલિયડ સાયન્સિઝ દ્વારા નિર્મિત રેમડેસિવીર મેડિસન મુખ્યત્વ ઈબોલાના ચેપ વખતે તૈયાર કરવામાં આવી હતી અને ભારે અક્સિરસાબિત થઈ હતી. એ દવા HIV પોઝિટિવ દર્દીઓમાં પણ સંક્રમણ રોકવામાં ઉપયોગી જણાઈ હતી. MERS અને SARSના એપિડેમિક વખતે પણ આ દવા વાયરસને રોકવામાં કારગત નીવડી હતી. MERS અને SARS એ બંને કોરોના ફેમિલીના વાયરસ હોવાથી COVID-19માં પણ આ દવા ફાયદાકારક રહે તેવી અપેક્ષાએ છેલ્લાં ત્રણ મહિનાથી પ્રયોગો થઈ રહ્યા હતા. હવે તેને સત્તાવાર રીતે માન્યતા મળી છે.

કેવી રીતે કામ કરે છે આ દવા?

  •  રેમડેસિવીર એ એન્ટી વાયરલ મેડિસિન છે, જે અગાઉ SARS અને MERSના ચેપી રોગચાળા વખતે વાયરસના RNA (રિબોન્યુક્લુયિક એસિડ)નું રેપ્લિકેશન અથવા ડબલિંગ અટકાવવામાં ભારે ઉપયોગીનીવડી હતી.
  •  COVID-19નો વાયરસ પણ એ જ કોરોના ફેમિલીનો હોવાથી તેમાં પણ આ દવા વાયરસનો પ્રસાર ઝડપથી વધતો રોકે છે.
  •  જેને લીધે પેશન્ટની નૈસર્ગિક રોગપ્રતિકારશક્તિને સામનો કરવાની અને અન્ય દવાઓને વાયરસનાબુદ કરવાનો સમય મળી શકે છે, જે સરવાળે દર્દીનું જીવન બચાવી શકે છે.

અમેરિકાએ સત્તાવાર માન્યતા આપી

અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્ઝ કમિશનર ડો. સ્ટિફન હાને તાજેતરમાં ટ્વિટ કરીને રેમડેસિવીરને COVID-19ના દર્દીઓ માટે ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. તેમણે સ્વીકાર્યું હતું કે આ દવાના ઉપયોગથી પેશન્ટની સાજાં થવાની ઝડપ વધારી શકાય છે. અમેરિકાની માન્યતા પછી તરત ગિલિયડ સાયન્સિઝ દ્વારા દવાનું ઉત્પાદન વધારી દેવામાં આવ્યું છે.

આ દવા ભારતને મળી શકે?

  •  રેમડેસિવીર એ અમેરિકન કંપનીનું મોનોપોલી ડ્રગ હોવાથી ભારતે સત્તાવાર રીતે આયાત કરવું પડે.
  •  ભારતે હાલમાં જ હાઈડ્રોક્સિક્લોરોક્વિન ડ્રગ મોટા પ્રમાણમાં અમેરિકાને આપવાની મંજૂરી આપી હોવાથી અમેરિકા પણ વળતા પગલાં તરીકે ભારતમાં આ દવાની નિકાસ કરવા અંગે મંજૂરી આપી શકે છે.
  •  ભારત પહેલાં સ્થાનિક સ્તરે તેની ક્લિનિકલ ટ્રાયલ લે અને પછી જ તેના ઉપયોગની સત્તાવાર મંજૂરી આપે તેમ બની શકે.
  •  અમેરિકન ઉત્પાદક કંપની ભારતની કોઈ અગ્રણી ફાર્મા કંપની સાથે ટાઈ-અપ કરીને સ્થાનિક સ્તરે જ ઉત્પાદન કરે તો ગણતરીના મહિનાઓમાં આ દવા ભારતમાં પણ ઉપલબ્ધ બની શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો