કોરોનાથી કંઈ સારું થયું હોય તો તે છે વ્યક્તિ આજે નાત જાતના વાડા ભૂલી માનવી બન્યો છે. લોકો ધર્મ જોયા વિના એકબીજાને મદદ કરતાં થયા છે. સુરતના ઉમરવાડા વિસ્તારમાં એક હિન્દુ વ્યક્તિનું મોત નીપજ્યું હતું, ત્યારે તેમના પુત્ર પાસે અંતિમ સંસ્કારના પણ રૂપિયા કે અર્થીને કાંધ આપવા માટે માણસો નહીં હોઈ સોસાયટીમાં રહેતાં મુસ્લિમ બિરાદરોએ ફાળો ઉઘરાવી અર્થીનો સામાન લાવી આપવાની સાથે કાંધ પણ આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
જવાહર નગરમાં રહેતાં વયોવૃદ્ધ દીલીપ ગજ્જરનું શનિવારે બપોરે મોત નિપજ્યું હતું. લોકડાઉનને કારણે છેલ્લાં 40 દિવસથી બેકાર બનેલાં પુત્ર અનિલ પાસે અર્થી જેટલાં રૂપિયાની પણ વ્યવસ્થા નહોતી. તે વખતે અહીંનાં મુસ્લિમ આગળ આવ્યા હતા.
આ મુસ્લિમ યુવાનોએ અર્થીના સામાન માટે ફાળો ઉઘરાવ્યો હતો. આખી સોસાયટીમાં એક કે બે જ હિન્દુ ઘર હોઈ ઠાઠડી પણ મુસ્લિમોએ જ બાંધી ઠાઠડીને કાંધો પણ મુસ્લિમ બિરાદરોએ જ આપ્યો હતો.
આ અંગે સોસાયટીમાં રહેતાં સાદિકભાઈએ જણાવ્યું હતું કે, દીલીપભાઈ અમારી વચ્ચેના જ એક હતા. પગમાં ફ્રેકચર થયા બાદ વર્ષોથી તેઓ પથારીવશ હતા. લોકડાઉનમાં તેમના ઘરે પણ મુસ્લિમ બિરાદરો તેમની સેવા ચાકરીમાં ખડે પગે હતા. વાત રહી કાંધ આપવાની તો માનવતાથી મોટો કોઈ ધર્મ હોતો નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..