કોરોનાથી સંક્રમિત થયેલા સિવિલના ડોક્ટરોને પોતાની જ હોસ્પિટલમાં નથી મળી રહ્યા બેડ, વાયરલ થયેલી વોટ્સએપ ચેટે ભાંડો ફોડ્યો

અમદાવાદના સિવિલ હોસ્પિટલ કંપાઉન્ડમાં આવેલી ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટયૂટના ૪૦ જેટલા ડોક્ટરો સહિતના સ્ટાફને મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ આવ્યો છે, રેસિડેન્ટ ડોક્ટરોએ રૂમ નંબર ૫૪ નામના એક ગ્રૂપમાં પોતાની વ્યથા ઠાલવી છે, આ ગ્રૂપમાં હોસ્પિટલના ટોચના ડોક્ટરો પણ સામેલ છે, જેમાં અલગ અલગ ડોક્ટરોએ પોતાની વ્યથા ઠાલવતાં કહ્યું કે, પ્લીઝ અમને ઈન્સાન ગણો, જાનવરે ગણી શકો છો પણ મદદ કરો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ડોક્ટરોને કોરોના પોઝિટિવ આવ્યો હોવા છતાં તેમના માટે બેડની કોઈ સવલત કરવામાં આવી નહોતી, આ કોરોના પોઝિટિવ ડોક્ટરોને ભૂખ્યા રહેવું પડયું હતું. એક ડોક્ટરે એવું પણ લખ્યું હતું કે, કાન અને હૃદય હોય તો અમને સાંભળો, એ પછી ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં વધારાની જવાબદારી સોંપાઈ છે તેવા ડો. એમ.ડી. ગજ્જર ડોક્ટરોને આશ્વાસન આપવાને બદલે આ ગ્રૂપમાંથી લેફ્ટ થઈ ગયા હતા, આ ગ્રૂપમાં ડોક્ટરો વચ્ચે થયેલા વાર્તાલાપના સ્ક્રીન શોટ રવિવારે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

ડોક્ટરોએ પોતાની વ્યથા ઠાલવતા ગ્રૂપમાં લખ્યું હતું કે, પહેલા તો ઓછું જોખમ છે તેમ કહીને કામ લેવામાં આવ્યું, ટેસ્ટ કરાવવાની પણ જરૂર નથી તેવું કહેવામાં આવ્યું, હવે ૧૧ ડોક્ટર પોઝિટિવ આવ્યા અને ચાર રેસિડેન્સને એડમિશન માટે ઈમરજન્સના ધોરણે બોલાવ્યા પરંતુ કમનસીબે તેમને બેડ આપવાની ના પાડવામાં આવી.

ડોક્ટરોએ આ ગ્રૂપમાં લખ્યું છે કે, અમારી પોતાની હોસ્પિટલમાં સુવાની એક પથારી મેળવવા માટે આટલી તકલીફ? બપોરે અઢી વાગ્યે રિપોર્ટ પોઝિટિવ આવ્યો, તેમને રાતે ૧૧ વાગ્યા સુધી કોઈ પૂછવા વાળું નથી, કેન્સર હોસ્પિટલની આ સ્થિતિ છે, સાથે જ ભોજનના પણ કોઈ ઠેકાણા નથી, ડોક્ટર લખે છે કે, અમે આ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર છીએ, શું કોઈ અમારા માટે ઊભું રહેશે, શું કોઈ છે?

આ મામલો આગળ વધતાં અને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓના ધ્યાનમાં આવતા સંક્રમિત ડોક્ટરોને અમદાવાદની ફાઈવ સ્ટાર હોટેલમાં ખસેડવામાં આવ્યા છે.

આગામી પરીક્ષામાં તેમના ગ્રેડને અસર કરશે તેમ કહીને ડોક્ટરોએ ઓન રેકોર્ડ વાતચીત કરવાની ના પાડી હતી. જો કે, સૂત્રોએ દાવો કર્યો હતો કે આ બાબતને લઈને શનિવારે અને રવિવારે પાંચથી છ કલાક ચર્ચા થઈ હતી.

જે વોટ્સએપ ચેટ વાયરલ થઈ છે તેમાં લખ્યું છે કે, ‘પહેલા તમે કહ્યું કે ખતરો ઓછો છે, અમે કામ ચાલુ રાખ્યું કારણ કે અમે રેસિડેન્ટ્સ છીએ. બાદમાં તમે કહ્યું કે ટેસ્ટની કોઈ જરૂર નથી, અમે કામ કરવાનું યથાવત્ રાખ્યું…OT સ્ટાફ પોઝિટિવ, કોઈ પગલા ન લેવાયા, રેસિડેન્ટ ડોક્ટર પોઝિટિવ, કોઈ પગલા ન લેવાયા…હવે 11 ડોક્ટરો અને 4 રેસિડેન્ટ્સે દાખલ થવા માટે ઈમરજન્સી પર કોલ કર્યો, તેમણે બેડ આપવાની ના પાડી દીધી. અને તમે કહી રહ્યા છો કે અમે તમારી મદદ નહીં કરી શકીએ…મહેરબાની કરીને અમારી ગણના માનવીમાં કરો. તેમ ન કરી શકો તો પ્રાણીઓની જેમ ધ્યાનમાં લો’.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો