સુરતમાં લોકડાઉન હોવા છતા મસ્જિદમાં નમાઝ માટે એકઠા થયેલા 9 લોકોની કરાઈ ધરપકડ

કોરોનાના સંક્રમણને અટકાવ માટે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે લોકોને કોરેન્ટાઇનની સૂચના હોવા છતા માસ્ક પહેર્યા વિના અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વિના સુરતના નાનપુરા વિસ્તરમાં નમાઝ માટે એકત્ર થયાની બાતમી પોલીસને મળી હતી, જેને આધારે પોલીસે 9 લોકોની ધરપકડ કરીને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પ્રાપ્ત માહિતી અનુસાર, કોરોના વાઇરસનું સક્ર્મણ અટકવા માટે તંત્ર દ્વારા લોકડાઉનનું કડક રીતે અમલ કરાવવામાં આવી રહ્યું છે, ત્રીજા તબક્કાનના લોકડાઉનના સમયે હવે રમઝાન મહિનો ચાલી રહ્યો છે, સરકારે લોકોના હિત માટે ઘરમાં જ રહેવા અને પરિવારના સભ્યો સાથે નમાઝ અદા કરવા માટે આહવાન કરવામાં આવ્યું છે. તેમ છતા નાનપુરાના ખંડેરાવપુરા સ્થિત નવાબી મસ્જીદમાં કેટલાક લોકો માસ્ક પહેર્યા વિના અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર નમાઝ પઢવા માટે એક્ઠા થયા હોવાની બાતમી અઠવાલાઇન્સ પોલીસને મળી હતી, જેથી પોલીસે તપાસ હાથ ધરી નમાઝ માટે એક્ઠા થયેલા 9 લોકોની ધરપકડ કરી હતી.

કોની-કોની ધરપકડ કરવામાં આવી

યુસુફ હફીઝખાન પઠાણ

મહેરૂ જકસિંગ રાણા

સફી સાદ્દીકમીયા શેખ

મોહમદ કાસીમ સરફુદ્દીન શેખ

ઉપરાંત મોહમદ સોહેલ ગુલામ અબ્બાસ શેખ

નદીમ અબ્દુલ વ્હાબ મલેક

ગુલામ મોયુદ્દીન અબ્દુલ રહીમ શેખ

અલ્લારખા ગુલુમીયા શેખ

મોહમદ ઇમરાન ગુલામ અબ્બાસ અંસારી

તમને જણાવી દઈએ કે, ગીચ વસ્તી ધરાવતા નાનપુરા અને તેની આજુબાજુના વિસ્તારના રહેવાસીઓને કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આ વિસ્તારને આમ તો તંત્ર દ્વારા રેડ ઝોન આપવામાં આવ્યો છે, ત્યારે લોકો સતત અહીંયા લોકડાઉનનું ઉલ્લંઘન કરતા જોવા મળે છે, ત્યારે લોકો કાયદાનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા કડક રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે આ તમામ લોકોને માસ્ક પહેર્યા વગર અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વિના નમાઝ માટે એક્ઠા થયા હોવાથી પોલીસે એપેડમિક ડિસીઝે એક્ટ હેઠળ ધરપકડ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો