કોરોના કહેર વચ્ચે કાશ્મીરમાં 48 કલાકમાં બીજો આતંકી હુમલો, CRPFના 3 જવાન થયા શહીદ

કોરોનાના કહેર વચ્ચે પણ આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળોને નિશાન બનાવવું ભુલ્યા નથી. હજી તો હંદવાડમાં ગઈ કાલે થયેલા હુમલાને 48 કલાક પણ નથી થયા ને આતંકીઓએ સીઆરપીએફની ટીમને નિશાન બનાવી છે. આ આતંકી હુમલામાં સીઆરપીએફના 3 જવાન શહીદ થયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આતંકવાદીઓએ આજે પણ હિંદવાડા જીલ્લાના કાજિયાબાદ વિસ્તારમાં સીઆરપીએફની એક પેટ્રોલિંગ ટીમને નિશાન બનાવી બેફામ ગોળીબાર કર્યો હતો. જેમાં ત્રણ જવાન શહિદ થયા છે જ્યારે કેટલાક જવાન ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

જમ્મુ-કાશ્મીરના હિંદવાડામાં આજે ફરી એકવાર આતંકવાદીઓએ પોતાનું પોત પ્રકાશ્યું છે. આતંકીઓએ આજે સોમવારે સાંજના સમયે કાઝિયાબાદમાં પેટ્રોલિંગ ડ્યૂટી પર જઈ રહેલા સીઆરપીએફના એક કાફલાને પોતાનું નિશાન બનાવ્યો હતો. આતંકીઓએ ધડાધડ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ ઘટના આજે સાંજે લગભગ 5 વાગ્યાની આસપાર ઘટી હતી. જવાબમાં સીઆરપીએફના જવાનોએ પણ તુરંત કાર્યવાહી કરી હતી અને આતંકવાદીઓનો પીછો કર્યો હતો.

આ ઘટનાની જાણ થતા જ ઘટનાગ્રસ્ત વિસ્તારમાં સેનાની રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોને પણ આતંકવાદીઓને શોધી કાઢવા રવાના કરવામાં આવ્યા હતાં. આ ઘટનામાં ગંભીર રૂપે ઘાયલ થયેલા સીઆરપીએફના ત્રણ જવાન શહીદ થયા હતાં. હવે કાઝિયાબાદ અને તેની આસપાસના આખા વિસ્તારને સેનાના મોટી સંખ્યામાં જવાનોએ આતંકવાદીઓને શોધી કાઢવા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.

હંદવાડામાં શહીદ થયેલા પાંચ જવાન

કાઝિયાબાદની આ ઘટના પહેલા સોમવારે જ ચાંજમુલ્લા ગામમાં બંધક બનાવવામાં આવેલા કાશ્મીરીએઓને છોડાવવા ગયેલી સેના અને પોલીસની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં સેનાના કર્નલ આશુરોષ શર્મા અને મેજર અનુજ સૂદ સહિત કુલ 4 જવાન અને એક પોલીસકર્મી શહીદ થયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો