હાલમાં આખા દેશમાં કોરોનાના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે અને લોકો ઘરમાં જ છે. ત્યારે પોલીસો પોતાની ફરજ બજાવી રહ્યા છે અને જીવના જોખમે રસ્તા પર છે. છતાં અમુક કર્મચારીઓને ખાખીનું ભાન રહેતું નથી અને ન કરવાના ધંધા કરે છે. એવા જ એક પોલીસ કોન્સ્ટેબલ હિતેશ પટેલનું કારનામું છતું થયું છે. તેની પાસેથી 10 પેટી દારૂ ઝડપાયો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લોક ડાઉનમાં કારમાં ઈંગ્લીશ દારૂની ખેપ મારતા પોલીસ કોન્સ્ટેબલને ઓઢવ પોલીસનો પીછો કરી સરદાર પટેલ રીંગરોડ પરથી ઝડપી લીધો છે. આરોપી પોલીસ કોન્સ્ટેબલ અગાઉ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો ત્યારે ઈંગ્લીશ દારૂના કેસમાં સંડોવણી ખુલતા તેને કંપનીમાં હેડ કવાર્ટર ખાતે મુકવામા આવ્યો હતો.
ઓઢવ પોલીસની ટીમ આજે લોક ડાઉનને પગલે વિસ્તારમાં બંદોબસ્તમાં હતી. તે સમયે શંકા જતા ક્રેટા કાર રોકવા પ્રયાસ કર્યો હતો. જો કે આરોપીએ કાર ભગાવી હતી પોલીસે પીછો કર્યો હતો. પોલીસે આરોપીને પીછો કરી ઝડપી લેતા ક્રેટા કારમાં ઈંગ્લીશ દારૂનો મોટાપાયે જથ્થો મળી આવ્યો હતો.
ઓઢવ પોલીસે આરોપી હિતેશ પટેલની પૂછપરછ કરી દારૂના જથ્થાની ગણતરી શરૂ કરી ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરી છે. ઝોન 5 ડીસીપી રવી તેજાએ જણાવ્યું હતું કે, હિતેશ પટેલ નામના કોન્સ્ટેબલને ક્રેટા કારમાં દારૂની ખેપ મારતા ઝડપી લેવામાં આવ્યા છે. આ અંગે હજુ કાર્યવાહી ચાલી રહી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં અમુક ચોક્કસ પોલીસ કર્મચારીઓ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિમાં સંડોવાયા હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..