Browsing category

સમાચાર

31ની મધ્યરાત્રિથી ફાસ્ટેગ ન હોય તો બમણો ટોલ ચુકવવો પડશે, અગાઉ જેમને ટોલ માફી હતી એવા સ્થાનિક વાહનોને પણ હવે માસિક 275નો કન્શેસન પાસ કઢાવવો પડશે

1લી જાન્યુઆરીથી વાહનચાલકો માટે ફાસ્ટટેગ ફરજિયાત છે. સોનગઢના માંડણ ટોલનાકા પર કેશ લાઈનો બંધ થઈ જશે, અને પસાર થશે તો ડબલ ટોલ ભરવો પડશે, હાલ ટોલનાકા પરથી 60 ટકા વાહનો ફાસ્ટેગવાળા પસાર થાય છે, 40 ટકા વાહનો કેશ ભરતા હતા, ફાસ્ટેગ ફરજિયાત હોવાથી 20 કિમિની ત્રીજીયામાં રેહતા સ્થાનિક ગામડાઓના વાહન ચાલકોએ પણ રાહત દરનો પાસ […]

પતિએ હાથ સેનિટાઈઝ કરી તવા પરથી પરાઠું લીધું ને લાગી આગ, આગ બુઝાવવાના પ્રયાસમાં નિચે રહેલું કેરોસીનનું કેન ઢોળાઈ ગયું અને આગ વધુ લાગી, 7 વર્ષની બાળકી સહિત ત્રણનાં મોત

સેનિટાઈઝર કર્યા બાદ આગ પાસે ન જવાની વાતો તો ઘણીવાર સાંભળવામાં આવી છે, પણ તેનાથી દુર્ઘટના સર્જાઈ હોય અને ત્રણ લોકોની જીવ ગયા હોય તેવી ઘટના ઈન્દોરમાં સામે આવી છે. પતિ હાથમાં સેનિટાઈઝર કર્યા પછી તરત તવા પર રહેલું પરાઠું લેવા ગયો અને લાગી આગ. આ આગને બાજુમાં ઉભેલી પત્ની બુઝાવવા ગઈ તો તેની સાડીમાં […]

આણંદની અપરા હોસ્પિટલમાં ઓક્સિજનની પાઈપ નીકળી જતાં દર્દીએ બેલ માર્યો પણ નર્સ ન આવી, તબીબે ફોન ન ઉપાડ્યોઃ ઓક્સિજન ન મળતા આખરે દર્દી મૃત્યુ પામ્યા

આણંદ શહેરની નામાંકિત અને અદ્યતન સુવિધાઓથી સજ્જ ડો.અજય કોઠીયાલાની અપરા હોસ્પિટલમાં કોરોનાના દર્દીની ઓક્સિજનની પાઈપ છૂટી પડી ગઈ હતી. કોરોનાના દર્દી ભુપેન્દ્ર પટેલનું ઓક્સિજન લેવલ અતિશય ઘટી જતાં તરફડીયા મારી રહેલા દર્દીએ હોસ્પિટલનો એલર્ટ બેલ પણ દબાવ્યો છતાં હાજર સ્ટાફ અને ફરજ ઉપરના ડોક્ટર દ્વારા સમયસર સારવાર ન મળતા દર્દીનું મોત થયું હતું. જેને પગલે […]

રાજકોટ જિલ્લામાં મોબાઈલમાં ગેમ રમવાની ના પાડતા 13 વર્ષના સગીરે આપઘાત કરી લીધો, માતા-પિતાએ દીકરો ગુમાવતા રડી-રડીને હાલત ખરાબ

રાજકોટ શહેર અને જિલ્લામાં આપઘાત અને આપઘાતના પ્રયાસ ના બે બનાવો સામે આવ્યા છે. એક બનાવમાં મોબાઈલમાં ગેમ રમવાની ના પાડતા 13 વર્ષના યુવકે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. જ્યારે કે બીજા બનાવમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન માતા એ ઘરની બહાર નીકળવાની ના પાડતા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. રાજકોટ જિલ્લામાં એક […]

પતિની અંતિમયાત્રાની તૈયારી વેળાએ જ પત્નીનું મૃત્યુ, કલોલની ગાર્ડન સિટીમાં બંધ મકાનમાં થયેલા બ્લાસ્ટની ઘટનામાં બીજું મોત થયું

કલોલની પંચવટી વિસ્તારની ગાર્ડન સિટીમાં બંધ મકાનમાં થયેલા બ્લાસ્ટની ઘટનામાં બીજું મોત થયું છે. મંગળવારે બનેલી ઘટનામાં 27 વર્ષીય અમિત દવેનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે તેનાં પત્ની પિનલબેન અને દાદી હંસાબેન દાઝી જતાં અમદાવાદ સિવિલ ખાતે સારવાર માટે ખસેડાયાં હતાં, જ્યાં ગુરુવારે સારવાર દરમિયાન પિનલબેનનું પણ મોત થયું હતું. ઘરમાં બ્લાસ્ટ સમયે રસોડામાં કામ […]

કોરોના નિયમોનો ભંગ થતાં પ્રથમવાર પોલીસ સમૂહ લગ્નમાં ત્રાટકી, અમરેલીના ચાંદગઢમાં 18 જાન લીલાતોરણેથી પાછી ફરી, કન્યાઓ વિદાય પહેલાં રડી પડી

અમરેલી તાલુકાના ચાંદગઢ ગામે કોળી એકતા દળ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરાયું હતું. પરંતુ આ માટે તંત્રની જરૂરી પરમિશન લેવાઇ ન હતી. સવારમાં 18 વરરાજા જાન લઇને પરણવા પહોંચી ગયા હતા. પરંતુ લગ્ન થાય તે પહેલાં જ પોલીસ ત્રાટકી હતી. જેથી તમામ લગ્ન અટકી પડ્યા હતા. અને તમામ 18 જાન લીલા તોરણે પાછી ફરી હતી. તાલુકા […]

કોંગ્રેસના MLAનો CM રૂપાણીને પત્ર: ‘દીકરી ગમે તેટલી ભણેલી હોય લગ્ન નોંધણી સમયે મા-બાપની મંજૂરી ફરજિયાત લેવામાં આવે’

ગુજરાતમાં લવ જેહાદનો કાયદો લાવવા અંગે ધારાસભ્ય અને સાંસદ માગ કરી રહ્યા છે, ત્યારે આજે વધુ એક ધારાસભ્યએ કોર્ટ મેરેજમાં માતા-પિતાની સંમતિનો કાયદો લાવવાની માગ કરી છે. સિદ્ધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી કોર્ટ મેરેજમાં માતા-પિતાની સંમતિ માટેનો કાયદો બનાવવા માગ કરી છે. ‘મુખ્યમંત્રીને લખેલા પત્રમાં ચંદનજી ઠાકોરે લખ્યું કે સમગ્ર ગુજરાતમાં જે […]

રાજકોટ શહેરમાં સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો, યુવકે સતત 12 દિવસ સુધી આચર્યું દુષ્કર્મ

રાજકોટ શહેરમાં લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ તેમજ 12 દિવસ સુધી શારીરિક સબંધ બાંધી તરછોડી મૂકનાર આરોપીની કુવાડવા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે કુવાડવા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી.વાળા એ જણાવ્યું હતું કે, કુવાડવા પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પહેલા એક ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદ અંતર્ગત રાજકોટના બારવણ ગામે રહેતા અને ખેતી […]

વાલીઓ ખાસ ધ્યાન આપો: નવા શૈક્ષણિક સત્રથી 4 વર્ષ પૂરાં થયાં હોય તેવાં બાળકોને જ જુનિયર કે.જી.માં મળશે પ્રવેશ

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આગામી શૈક્ષણિક વર્ષે જુનિયર કે.જી.માં પ્રવેશ માટે વાલીઓને ખાસ ધ્યાન રાખવાનું રહેશે. 2021-22ના શૈક્ષણિક વર્ષમાં જુનિયર કે.જી.માં પ્રવેશ માટે જે બાળકને 4 વર્ષ પૂર્ણ થયાં હોય તેમને જ પ્રવેશ આપવાનો રહેશે. શિક્ષણ વિભાગે ધોરણ-1માં પ્રવેશ માટેની ઉંમરમાં ફેરફાર કરતાં અત્યારથી જ એની અસર વર્તાશે. બાળક ચાર વર્ષ કરતાં નાનું હશે અને તેને […]

અમદાવાદમાં એજ્યુકેટેડ બે સગા ભાઈએ દારૂ બનાવવાનો ધંધો શરૂ કર્યો, અંગ્રેજી દારૂનું કારખાનું ઝડપાતા ચકચાર

૩૧મી ડિસેમ્બર ને લઈને અમદાવાદ શહેર પોલીસ બુટલેગરો અને દારૂ પીવા ઉપર જવાય બોલાવવા માટે સજ્જ થઇ ગઇ છે. ત્યારે આજે અલિસબ્રિજ વિસ્તારમાંથી એક અંગ્રેજી દારૂ બનાવવાનું કારખાનું ઝડપાતા હાહાકાર મચી ગયો છે. અમદાવાદ પીસીબીને બાતમી મળી હતી કે, અમદાવાદના એલિસબ્રીજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનાવટી દારૂ બનાવવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે શ્રેયસ ક્રોસિંગ […]