રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આગામી શૈક્ષણિક વર્ષે જુનિયર કે.જી.માં પ્રવેશ માટે વાલીઓને ખાસ ધ્યાન રાખવાનું રહેશે. 2021-22ના શૈક્ષણિક વર્ષમાં જુનિયર કે.જી.માં પ્રવેશ માટે જે બાળકને 4 વર્ષ પૂર્ણ થયાં હોય તેમને જ પ્રવેશ આપવાનો રહેશે. શિક્ષણ વિભાગે ધોરણ-1માં પ્રવેશ માટેની ઉંમરમાં ફેરફાર કરતાં અત્યારથી જ એની અસર વર્તાશે. બાળક ચાર વર્ષ કરતાં નાનું હશે અને તેને નવા સત્રમાં જુનિયર કે.જી.માં પ્રવેશ આપવામાં આવશે તો બે વર્ષ પછી તે બાળક ધોરણ 1માં આવશે ત્યારે તેની ઉંમર 6 વર્ષ પૂર્ણ થઈ ન હોવાથી તેને પ્રવેશ મળશે નહીં.
સરકારે 2023-24ના શૈક્ષણિક વર્ષથી ધોરણ1માં પ્રવેશની ઉંમર 6 વર્ષ કરી છે, પરંતુ એ માટે વાલીઓએ અત્યારથી જ સાવચેત રહેવું પડશે. રાજ્યમાં હાલમાં 1 જૂને 5 વર્ષ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને ધોરણ 1માં પ્રવેશ આપવાની જોગવાઈ અમલી છે. ચાલુ વર્ષે સત્રની શરૂઆત બાદ તરત જ શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડી ધોરણ1માં પ્રવેશ માટેની ઉંમરના નિયમમાં ફેરફાર કર્યો હતો, જે મુજબ હવે ધોરણ 1માં પ્રવેશ માટે 1 જૂને બાળકે 6 વર્ષ પૂરાં કરેલાં હોવા ફરજિયાત છે, પરંતુ આ પરિપત્રનો ચાલુ વર્ષથી જ અમલ કરવામાં આવે તો અનેક પ્રશ્નો ઊભા થઈ શકે તેમ હોવાથી શિક્ષણ વિભાગે 2023-24ના શૈક્ષણિક વર્ષથી આ નિયમનો અમલ કરાશે, એવું જણાવ્યું હતું. આ પહેલાંનાં ત્રણ વર્ષ પ્રવેશની ઉંમર 5 વર્ષ જ રાખવામાં આવી છે.
સરકારના આ પરિપત્ર બાદ પણ વાલીઓમાં તેની સમજણ ના હોવાથી તેઓ પોતાનાં બાળકોને નાની ઉંમરે પ્રવેશ અપાવી રહ્યા છે. હાલમાં વાલીઓને આ બાબતની કોઈ અસર વર્તાશે નહીં, પરંતુ જ્યારે તેમનું બાળક ધોરણ 1માં આવશે અને એ વખતે તેની ઉંમર 6 વર્ષની નહીં હોય તો તેનું વર્ષ બગડશે, જેથી શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. ધોરણ 1માં પ્રવેશ માટે 6 વર્ષના નિયમનો અમલ 2023-24થી કરવામાં આવશે, જેથી નવા શૈક્ષણિક વર્ષમાં જુનિયર કે.જી.માં પ્રવેશ લેતા બાળકોના વાલીઓએ ખાસ તકેદારી રાખવી પડશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..